________________
197 )
શ્રાદ્ધદિનકૃત્ય
અગિયારમું શ્રવણ દ્વારા જ દાખલો લઈએ. બધા લોકોને ધનની જરૂરિયાત લાગે છે. તો બધા પોતાની શક્તિ અને સંયોગો પ્રમાણે ધન મેળવવાનો પ્રયત્ન કરે છે. ધન મેળવી શકાય એ માટે વર્ષો સુધી અભ્યાસ કરે છે. કોઇ ધન મેળવવા કારમી મજૂરી કરે છે. કોઈ ધન મેળવવા પોતાનું વતન છોડીને બીજે જાય છે. લોકમાં કહેવાય છે કે ગનની નન્મભૂમિશ્ચ સ્વપ રીયલી = માતા અને જન્મભૂમિ એ બે સ્વર્ગથી પણ અધિક છે. સ્વર્ગથી પણ અધિક જન્મભૂમિને માણસ પૈસા માટે છોડવા તૈયાર થાય છે.
એટલે જ મહાપુરુષો કહે છે કે જગતના લોકોને ધનની જેટલી જરૂરિયાત લાગે છે તેટલી જરૂરિયાત ધર્મની લાગે તો તે ધર્મર્યા વિના ન રહે. જો કે ધનથી પણ ધર્મની જરૂરિયાત અધિક છે. તેમ છતાં ધન જેટલી પણ ધર્મની જરૂરિયાત લાગે તો માણસને દરરોજ ધર્મશ્રવણ કરવું જોઇએ એમ લાગ્યા વિના ન રહે.
જિનવાણીનો પ્રભાવ - રમેશનું દષ્ટાંત જિનવાણીના પ્રભાવથી ભયંકર પાપી પણ તરી જાય છે. જિનવાણી મહાન હિંસકને અહિંસક, મહાન લુચ્ચાને શાહુકાર, ભયંકર ડાકુને સાધુ, અતિશય અનાચારીને પણ સદાચારી, મહાચોરને પણ સંત બનાવી દે છે. ઈચ્છાવિના પણ જિનવાણીના બે શબ્દો રીહિણેય ચોરના કાને પડી ગયા તો તે ચોર મટીને સાધુ થઇ ગયો. જો કે બધાને આટલો જલદી અને આટલો મહાન લાભ ન થાય. તો પણ નિત્ય જિનવાણી શ્રવણથી થોડો પણ લાભ અવશ્ય થાય. નિયમિત જિનવાણીના શ્રવણથી પરલોકમાં તો લાભ થાય જ, પણ આ લોકમાં પણ લાભ થાય. જિનવાણીના પ્રભાવથી નાસ્તિક પણ આસ્તિક બની જાય.
શ્રીમંત પુત્રની માતાએ મરતી વેળાએ રમેશ નામના પુત્રને અને પુત્રવધૂને ભલામણ કરી કે મારી પાછળ જિનમહોત્સવ કરવો. પુત્ર ગ્રેજ્યુએટ થયો હતો, પણ પશ્ચિમી સંસ્કૃતિનો પૂજારી હતો. પરદેશી ફિલોસોફી અને સાહિત્યના પુસ્તકોનું ઘરમાંકબાટ ભરેલું હતું. માતાના મૃત્યુ બાદ ઘણો સમય વીતી જવા છતાં તેણે જિનમહોત્સવ નર્યો. કારણ કે તેને ધર્મમાં શ્રદ્ધા જ ન હતી. પત્ની વારંવાર યાદ કરાવતી હતી. પણ તેનો એક જ જવાબ હતો કે તું કરાવી લે. હું તને પૈસા આપી દઉં. પત્ની કહેતી હતી કે એમ ન ચાલે. બધું વિધિસર થાય. આમ વિવાદમાં ઘણો સમય પસાર થઇ ગયો.
એકવાર રમેશ એક શેઠને મળવા ગયો. શેઠ ઘેર ન હતા. જિનવાણીનું શ્રવણ કરવા ગયા હતા. શેઠને તાત્કાલિક મળવાની જરૂર હતી. આથી રમેશટેક્ષીકરીને ઉપાશ્રયમાં પહોંચ્યો. ત્યાં જોયું તો ૪૦૦-૫૦૦ માણસો પ્રવચન સાંભળી રહ્યા હતા. આટલા બધાની વચ્ચે શેઠને શોધવા કેવી રીતે? પ્રવચન સાંભળવા બેઠો. ઇચ્છા વિના પણ પાક્લોક પ્રવચન સાંભળ્યું. પ્રવચન પૂરું થતાં શેઠ સાથે જરૂરી વાત કરી લીધી. પ્રવચનમાં રસ પડવાથી બીજા દિવસે પ્રવચન સાંભળવા આવ્યો, ત્રીજા દિવસે પણ આવ્યો. એમ અનેક દિવસો સુધી પ્રવચનો સાંભળ્યાં. આ રીતે પ્રવચન સાંભળતાં એને સમજાયું કે સાચા જ્ઞાનનો ભંડાર તો અહીં જ ભર્યો છે. પશ્ચિમના ફિલોસોફરો તો હજી અંધારામાં ફાંફા મારે છે. આથી તેણે ખોટા માર્ગે દોરનારા પુસ્તકોને ઘરમાંથી કાઢી નાખવાનો વિચાર કર્યો. બધાં પુસ્તકો દરિયામાં પધરાવી દીધાં. પત્નીએ કહ્યું – દરિયામાં શા માટે પધરાવ્યાં? કોઇ લાયબ્રેરીમાં આપી દેવા હતાં. રમેશે કહ્યું – અહીં તારી ભૂલ થાય છે. એ જ્ઞાન ન હતું, કિંતુ ઝેર હતું. દૂધમાં ઝેર પડ્યું હોય તો કોઇને અપાય? ઢોળી જ નાખવું જોઇએ. પછી સાધુઓનો પરિચય થયો. એમની સલાહ-સૂચનથી ઘરમાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો વસાવ્યાં. બહુ જ ઉલ્લાસથી અને ઉદારતાથી માતાના સ્વર્ગારોહણ નિમિત્તે જિનેન્દ્રભક્તિ સ્વરૂપ મહોત્સવ કર્યો. પંદર મિનિટના કથાના શ્રવણે પણ જીવનનો રાહ કેવો પલટી નાખ્યો!