________________
શ્રાદ્ધદિનકૃત્ય
(195)
અગિયારમું શ્રવણ દ્વાર
જાય. ધર્મશ્રવણની મહત્તાને નહિ સમજનારા ઘણા પ્રશ્નો કરે છે કે રોજ શું સાંભળવાનું? આની સામે મારો પ્રશ્ન છે કે રોજ શું કામ નાહવાનું? ભોજન રોજ શા માટે કરવું? અહીં બધા કહેશે કે શરીર રોજ મેલું થાય છે, માટે સ્વચ્છ કરવા રોજ સ્નાન કરવું જોઈએ. શરીરને રોજ ભોજન ન મળે તો શરીર નિર્બળ બની જાય, માટે રોજ ભોજન કરવું જોઈએ. શરીર માટે જે નિયમ છે એજ નિયમ મન માટે છે. મન રોજ મેલું થાય છે. માટે એને સ્વચ્છ કરવા રોજ ધર્મશ્રવણ કરવું જોઈએ. મલિન વિચારોથી મન મલિન થાય છે. ધર્મશ્રવણથી મલિન વિચાર દૂર થાય છે. એટલે ધર્મશ્રવણ મનનું સ્નાન છે. મનને મજબૂત બનાવવા માટે શુદ્ધવિચારોની જરૂર છે. મન અશુદ્ધ વિચારોથી નબળું બને છે, અને શુદ્ધ વિચારોથી મજબૂત બને છે. ધર્મશ્રવણથી શુદ્ધ વિચારો આવે છે. માટે ધર્મશ્રવણ મનનું ભોજન છે. દરરોજ ધર્મશ્રવણથી મન તાજું અને શુદ્ધ રહે છે.
કેટલાક જીવોને ધર્મશ્રવણથી તાત્કાલિક લાભ થઈ જાય. મેઘકુમારને પહેલી જ વાર ભગવાનની વાણી સાંભળતાં વૈરાગ્ય થઈ ગયો. બધાને આટલો જલદી લાભ ન થાય તો પણ દરરોજ સાંભળતાં રહે તો ધીમે ધીમે અસર થતાં સમય જતાં લાભ થાય. જેમ રોગ દૂર કરવા દરરોજ એકનું એક ઔષધ લેવામાં આવે છે, ધન મેળવવા રોજ એની એ જ નોકરી કે વેપાર કરવામાં આવે છે, એમ આત્મશુદ્ધિ માટે રોજ એકનો એક ધર્મોપદેશ સાંભળવો જોઈએ. દરરોજ ધોમધખતા તાપથી ગરમ બનેલી જમીન ઘણા દિવસો સુધી વરસાદ પડે તો ઠંડી થાય.
વૃદ્ધનું દષ્ટાંત એક વૃદ્ધ દરરોજ સંત પાસે જાય ખરા, દર્શન વંદન કરે, પણ ધર્મશ્રવણ નકરે. એકવાર તેણે સંતને કહ્યુંમારા અંતરને ટાઢ કરો. સંતે કહ્યું – અંતરને ટાઢું કરવું હોય તો દરરોજ ધર્મશ્રવણ કરવું જોઈએ. ધર્મશ્રવણથી ધર્મનો બોધ થાય છે. ધર્મબોધથી અંતર ટાટું થઈ જાય. પણ વૃદ્ધ સંતને ધર્મશ્રવણના વાયદા ઉપર વાયદા કરતા જાય. પછી સંતે જવાની વાત કરી એટલે વૃદ્ધે કહ્યું- સ્વામી! આ બેઠો, કરો ટાટું. સંતે વૃદ્ધને પૂછ્યું- તમને કેટલાં વર્ષો થયાં? પોણોસો. અત્યારે કયો મહિનો ચાલે છે? જેઠ મહિનો. તાપકેવો પડે છે? બહુ આકરો તાપ પડે છે. હવે અત્યારે પૃથ્વી ઉપર વર્ષાના બે ઝાપટાં પડે તો પૃથ્વી ઠંડી થાય? ન થાય. પોણોસો વરસથી તમારું અંતર તપેલું છે. તેને એકાદ કલાકના ધર્મશ્રવણથી ટાઢું કેવી રીતે કરી શકાય? લગાતાર બે ચાર દિવસ વરસાદ પડે તો પૃથ્વી કંઈક ઠંડી થાય, તેમ તમે લગાતાર અનેક દિવસો સુધી સંત પાસે ધર્મવાણી સાંભળો તો તમારું અંતર ટાટું થાય. દરરોજ અને નિયમિતપણે અનેક દિવસો સુધી ધર્મશ્રવણ થાય તો તેનાથી ધર્મબોધ થાય. એ ધર્મબોધરૂપી જલથી અંતર ટાઢું બની જાય. લોકોનું અંતર આધિ, વ્યાધિ અને ઉપાધિથી અત્યંત સંતપ્ત બનેલું છે. ધર્મબોધરૂપી જલ એમાં રેડાય તો એ ટાટું થઈ જાય. એ માટે દરરોજ નિયમિતપણે ધર્મશ્રવણ કરવું જોઈએ.
શબ્દો માટે સામાન્યથી નિયમ છે કે જે શબ્દો નિયમિત કાને અથડાય, વારંવાર સંભળાય, એ શબ્દોની ઊંડી અસર થાય છે. આથી જ વેપારીઓ વગેરે પોતાના માલની વારંવાર જાહેરાતો આપતા રહે છે. જાહેરખબરની કળામાં કુશળ માણસો સમજે છે કે, વારંવાર સંભળાતા શબ્દોનોમન ઉપર ઘણો પ્રભાવ પડે છે. આને આપણે એક વ્યાવહારિક દષ્ટાંતથી જોઈએ. કોઈ વ્યક્તિ ટુથપેસ્ટ લેવા દુકાનમાં જાય છે. દુકાનદાર તેને પૂછે છે કે કયું ટુથપેસ્ટ જોઈએ છે? ઘરાક તરત કહે છે કે કોલગેટ. કોલગેટ ટુથપેસ્ટ એને કેમ જોઈએ છે? શું એ કોલગેટ ટુથપેસ્ટ વાપરવાથી આટલો–આટલો આવી–આવી રીતે લાભ થાય છે એવી ખાતરી કરીને માગે છે? નહિ. તો શા માટે માગે છે એટલા માટે કેન્દૈનિકપત્રોમાં, દિવાલોમાં, રેડિયોમાં, સિનેમામાં, ટેલિવિઝનમાં વારંવાર તેની જાહેરાત વાંચે છે. કોલગેટથી દાંત કેવા સ્વચ્છ થાય છે એ બતાવવા છપાવાતી સુંદર દાંતવાળી સ્ત્રીની તસવીરો જુએ છે,