________________
અગિયારમું શ્રવણ દ્વાર
196)
શ્રાદ્ધદિનકૃત્ય તસ્વીરમાં દાડમના દાણા જેવા સફેદ ચમક્તા દાંત જુએ છે. રોજ કોલગેટ' એવા શબ્દો વાંચવાથી અને સાંભળવાથી મનમાં તેની ઊંડી અસર થાય છે. એટલે એને કોલગેટ ટુથપેસ્ટ વાપરવાનું મન થાય છે. જો આ રીતે વારંવાર સાંભળવામાં કે વાંચવામાં આવવાથી શબ્દોનો પ્રભાવ પડે છે તો ધર્મશ્રવણ' વારંવાર નિયમિત થાય તો તેનો પ્રભાવ કેમ ન પડે? જરૂર પડે.
ધર્મનો ઉપદેશ સાંભળવાથી થતા લાભને જણાવતાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે सद्धर्मश्रवणादेवं, नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः, परं संवेगमागतः ।। धर्मोपादेयतां ज्ञात्वा, संजातेच्छोऽत्र भावतः । दृढं स्वशक्तिमालोच्य, ग्रहणे संप्रवर्तते ॥
શુદ્ધ ધર્મના શ્રવણથી મનુષ્ય મિથ્યાત્વાદિ પાપોથી રહિત, તત્ત્વોનો જ્ઞાતા, મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત બને છે. આથી તે ધર્મ જ એક ઉપાદેય છે એમ જાણીને ભાવથી ધર્મમાં ઈચ્છાવાળો બને છે. અને સૂક્ષ્મ દૃષ્ટિથી પોતાની શક્તિ વિચારીને ધર્મનો સ્વીકાર કરે છે.”
- મિથ્યાત્વ વગેરે પાપોથી રહિત બન્યા વિના તત્ત્વજ્ઞાતા ન બની શકાય. માટે અહીં પ્રથમ મિથ્યાત્વાદિ પાપોથી રહિત' એમ કહ્યું. મિથ્યાત્વ એટલે ખોટી માન્યતા. માનવના મનમાં લાંબા કાળથી ઘર કરી ગયેલી અમુક ખોટી માન્યતાઓ નીકળે નહિ ત્યાં સુધી તે તત્ત્વજ્ઞાતા બની શકે નહીં. તત્ત્વનો જ્ઞાતા પરમાર્થથી મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત બને છે. આથી તત્ત્વનો જ્ઞાતા” એમ કહ્યા પછી મહાપરાક્રમી અને ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત એમ કહ્યું. તત્ત્વના જ્ઞાનથી રહિત માનવ મહાપરાકમવાળો હોય તો તે મહાપરાક્રમનો ઉપયોગ ભૌતિક સાધનામાં કરશે. આથી તેનું મહાપરાક્રમ પરિણામે સ્વ-પરના દુ:ખનું કારણ બને. જ્યારે તત્ત્વજ્ઞાતાનું મહાપરાક્રમસ્વપરના સુખનું કારણ બને. રોહિણીયો ચોર મહાપરાક્રમી હતો. ભલભલા વીરપુરુષો અને બુદ્ધિશાળીઓ પણ તેને પકડી શક્તા ન હતા. પણ એ મહાપરાક્રમ શા કામનું? પછી જ્યારે ભગવાન મહાવીરની વાણી સાંભળીને તત્ત્વજ્ઞાતા બન્યો તો તેણે સંયમનો સ્વીકાર ર્યો. હવે એ સાચા અર્થમાં મહાપરાક્રમી બન્યો. આમ તત્ત્વજ્ઞાતા બન્યા વિના મહાપરાક્રમી બની શકાતું નથી. માટે અહીં ‘તત્ત્વજ્ઞાતા' એમ કહ્યા પછી મહાપરાક્રમી એમ કહ્યું. તથા સંવેગ એટલે મોક્ષની અભિલાષા. અહીં સંવેગથી યુક્ત’ એમ ન કહેતાં ઉત્કૃષ્ટ સંવેગથી યુક્ત એમ કહ્યું છે. કારણ કે વિશેષ તત્ત્વજ્ઞાન વિના પણ સવેગ હોઈ શકે. પણ તીવ્ર સંવેગ ન હોય. તત્ત્વજ્ઞાનથી તીવ્ર સંવેગ આવે છે.
ધર્મશ્રવણ નકરવાનું કારણ ધર્મશ્રવણ નહિ કરનારાઓને ધર્મગુરુઓ તમે ધર્મશ્રવણ કેમ કરતા નથી એમ પૂછે છે ત્યારે મોટા ભાગના લોકોનો સમય નથી મળતો એ જવાબ હોય છે. કેટલાક માટે આ જવાબ સાચો હોઇ શકે. પણ મોટા ભાગના લોકોનો આ જવાબ ખોટો હોય છે. ધર્મશ્રવણ માટે સમય નથી મળતો, એવું કહેનારાઓને છાપું વાંચવાનો, રેડિયો સાંભળવાનો, ટી.વી. જોવાનો, સિનેમામાં જવાનો, મિત્રો સાથે ફરવા જવાનો, કોઇક મળી જાય તો તેની સાથે ગપ્પાં મારવાનો સમય મળે છે. માત્ર ધર્મશ્રવણ માટે જ સમય મળતો નથી. ધર્મશ્રવણ માટે સમય નથી મળતો એવું કહેનારા સમય પસાર કરવા માટે પાનાથી રમે છે, રેડિયો સાંભળે છે, મિત્રોની પાસે જઇને દુનિયાની ચર્ચા કરે છે, રાજકારણની વાત કરે છે. ધર્મશ્રવણ માટે સમય મળતો નથી એનું ખરું કારણ એ છે કે ધર્મની જિજ્ઞાસા નથી. ધર્મની જિજ્ઞાસા નથી, એનું કારણ ધર્મની જરૂરિયાત લાગી નથી. જેને ધર્મની જરૂરિયાત લાગે તે માણસ કોઇપણ રીતે ધર્મને મેળવવાનો અને જાણવાનો પ્રયત્ન કરે. આ એક સર્વ સામાન્ય નિયમ છે કે માણસને જે વસ્તુની જરૂરિયાત લાગે છે તે વસ્તુને શક્તિ અને સંયોગો પ્રમાણે મેળવવાનો પ્રયત્ન કર્યા વિના રહેતો નથી. આપણે ધનનો