________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર
ઓઘાને સ્પર્શ કરવો, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં મધ્યમાં (હૃદય સામે) આવે ત્યારે ‘ત્તા’ નો ‘સ્વરિત’ સ્વર વડે ઉચ્ચાર કરવો અને પોતાની દૃષ્ટિ ગુરુના મુખ સામે રાખી તે હથેલીઓથી લલાટને સ્પર્શ કરતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘મે’ અક્ષર બોલવો. અહીં ‘નત્તા’ (યાત્રા) એટલે યાત્રા, ‘મે’ (મવતાં) એટલે ભગવંત આપને, તાત્પર્ય કે– હે ભગવંત ! આપની ક્ષાયિક, ક્ષાયોપશમિક અને ઔપશમિક ભાવવાળી સંયમ, તપ અને નિયમ રૂપ યાત્રા વૃદ્ધિવાળી છે ? અર્થાત્ આપને સંયમ, તપ અને નિયમમાં વિશેષ વિશુદ્ધિ છે ? શિષ્યના પ્રશ્ન રૂપ આ ચોથું સ્થાન જાણવું. તે અવસરે ગુરુ પણ ઉત્તર આપે કે— ‘તુમઁપિ વટ્ટ ?’ (તવાવિ વર્તતે ?) એટલે તારે પણ તેમ છે ? અર્થાત્ તું પૂછે છે તેમ મારી તો સંયમયાત્રા નિર્વિઘ્ન અને વિશુદ્ધ છે, તારે પણ સંયમયાત્રા તેવી છે ? (વધતી છે?) ગુરુનો એ ચોથો ઉત્તર જાણવો.
153
તે પછી નિગ્રહ કરવા લાયક ‘મન અને ઈન્દ્રિયોને અંગે’ કુશળતા પૂછવા માટે ‘નવશિષ્ત્ર = મે ?’ એ પાઠ ખોલે. તેમાં ‘અનુદાત્ત’ સ્વરે પ્રથમ ‘ન’કારનો ઉચ્ચાર કરતાં પૂર્વની જેમ બે હથેલીઓથી ઓઘાને સ્પર્શ કરે, પછી હથેલીઓ સવળી કરી લલાટ તરફ લઈ જતાં વચ્ચે અટકીને ‘સ્વરિત’ સ્વરે ‘વ’કારનો ઉચ્ચાર કરે અને લલાટે લગાડતાં ‘ઉદાત્ત’ સ્વરથી ‘નિ’ અક્ષર બોલે. એ ત્રણ અક્ષરો બોલવા છતાં પ્રશ્ન અધૂરો હોવાથી જવાબની રાહ જોયા વિના જ પુન: ‘અનુદાત્ત’ ‘i’ અક્ષર બોલતાં બે હથેલીઓથી પહેલાંની જેમ ઓઘાને સ્પર્શ કરે, ત્યાંથી પાછી તે લલાટ તરફ લઈ જતાં મધ્યમાં અટકાવીને ‘સ્વરિત’ સ્વરે ‘7’ અક્ષરનો ઉચ્ચાર કરે અને બે . હાથ લલાટે લગાડતાં ‘ઉદાત્ત’ સ્વરે ‘મે’ અક્ષર બોલે, તે પછી ગુરુના જવાબની રાહ જોતો તે જ રીતિએ બેસી રહે. અહીં ‘નવનિષ્ન’ (યાપનીય) એટલે કાબૂમાં રાખવા લાયક આપની ઈન્દ્રિયો અને મન, ઉપશમ વિગેરે પ્રકારોના સેવનથી અબાધિત છે ? તથા ‘=’ એટલે વળી અને ‘મે’ (મવતાં) એટલે આપનું, અર્થાત્~‘વળી હે ભગવંત ! ઉપશમન કરવા લાયક જે આપની ઈન્દ્રિયો અને મન, તેના ઉપશમન વિગેરે દ્વારા આપનું શરીર અબાધિત છે ? તાત્પર્ય કે – આપના શરીરે ઈન્દ્રિયાદિકની બાધા તો નથી ને ?’ (અહીં ‘શરીર’ અધ્યાહારથી સમજવું .) એમ ભક્તિપૂર્વક પૂછતા શિષ્યે આ રીતિએ પૂછવાથી, ગુરુનો વિનય કર્યો ગણાય છે. શિષ્ય ગુરુને નિરાબાધતા પૂછવા રૂપ આ પાંચમું સ્થાન જાણવું. તેનો જવાબ ગુરુ આપે કે– ‘i’= હા ! એમ જ છે.’ અર્થાત્ ઈન્દ્રિયાદિકથી હું અબાધિત છું. ગુરુના ઉત્તર રૂપ પાંચમું વચન જાણવું.
તે પછી શિષ્ય ઓઘા ઉપર બે હાથ અને મસ્તક લગાડીને પોતાના અપરાધોને ખમાવવા માટે આ પ્રમાણે કહે– ‘વામેમિ વમાસમળો ! તેવસિઞ વામ' (ક્ષમયામિ ક્ષમાશ્રમળ ! વૈવત્તિ વ્યતિમં) એટલે ‘હે ક્ષમાશ્રમણ! હું દિવસમાં થયેલા વ્યતિક્રમો (અપરાધો)ને ખમાવું છું.’ અર્થાત્—‘હે ક્ષમાદિગુણયુક્ત શ્રમણ ! આજે આખા દિવસમાં અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનોમાં થયેલી વિરાધના રૂપ મારા અપરાધોને હું ખમાવું છું– આપની પાસે ક્ષમા માગું છું’– આ અપરાધ ખમાવવા રૂપ શિષ્યનું છઠ્ઠું સ્થાન જાણવું. અહીં ગુરુ જવાબમાં કહે કે – ‘અવિ હામેમિ’ (અત્તિ ક્ષમામિ) એટલે ‘હું પણ તમને ખમાવું છું ’ અર્થાત્ ‘પ્રમાદને વશ મારાથી આખા દિવસમાં તમારા પ્રત્યે હિતશિક્ષા વિગેરેમાં પણ અવિધિ આદિ કરવા રૂપ જે કોઈ અપરાધ થયો હોય તેને હું પણ ખમાવું છું.’ એ ગુરુનું છઠ્ઠું વચન જાણવું.
એ પ્રમાણે શિષ્ય પ્રણામ કરવાપૂર્વક ખમાવીને પણ પાછળની જમીન પ્રમાર્જવાપૂર્વક અવગ્રહમાંથી બહાર નીકળતાં ‘ઞવસ્લિમ’ બોલે તથા પછી ‘પદ્મિમામિ’ થી આરંભીને ‘નો મે અઞરો ઓ’ સુધીનો પાઠ બોલે. આ પાઠ પોતાના અપરાધોના (અતિચારોના) નિવેદન રૂપ હોવાથી ‘આલોચના’ નામના પહેલા