________________
શ્રાદ્ધદિનકૃત્ય
155)
ગુરુવંદન અધિકાર (૧૭) પોતે ભિક્ષા લાવીને આચાર્ય (ગુરુ) ને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણ—ગંધ-રસ–સ્પર્શવાળી સ્નિગ્ધ (ઘણી વિગઈવાળી) તથા મધુર-મનને ગમેતેવી વસ્તુઓ-આહારકેશાક વગેરે પોતે જવાપરી જવાથી આશાતના, (૧૮) રાત્રિએ ગુરુ મહારાજ પૂછે કે – હે સાધુઓ! કોણ કોઈ જાગો છો કે ઊંઘો છો? ત્યારે પોતે જાગતો છતાં જવાબ નહિ આપવાથી આશાતના, (૧૯) એપ્રમાણે દિવસે કે અન્ય સમયે પણ ગુરુએ પૂછવાછતાં જવાબ નહિ આપવાથી આશાતના, (૨૦) ગુરુ બોલાવે ત્યારે જ્યાં બેઠા કે સુતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ શિષ્યને ગુરુ બોલાવે ત્યારે આસન કે શયન ઉપરથી ઉઠીને પાસે જઈને ત્થા વંમિ’ કહીને તેઓ કહે તે સાંભળવું જોઈએ-તે પ્રમાણે વિનયપૂર્વક નહિ કરવાથી આશાતના, (૨૧) ગુરુ બોલાવે ત્યારે શિષ્ય ‘મસ્થા, વંમ કહી પાસે જવું જોઈએ, તેને બદલે ‘શું છે? શું કહો છો ?’ વગેરે પ્રકારનો ઉત્તર આપવાથી આશાતના, (૨૨) શિષ્ય ગુરુની સામે તું-તારું' વગેરે અપમાનજનક તુંકાર બોલવાથી આશાતના, (૨૩) જ્યારે કોઈ પ્લાન (માંદા–બાલ-વૃદ્ધ) વગેરેનીયાવચ્ચ માટે અમુક કામ કરો –એમગુરુ શિષ્યને કહે, ત્યારે તેના જવાબમાં ‘તમે કેમ કરતા નથી? મને કહો છો ?'–એમ શિષ્ય બોલે; જ્યારે ગુરુ કહે કે તું આળસુ છે, ત્યારે શિષ્ય કહે કે- તમો આળસુ છો; એમ ગુરુજે વચન કહે તે જ વચન શિષ્ય ગુરુને સામે સંભળાવે તે ‘તજાતવચન' કહેવારૂપ આશાતના, (૨૪) ગુરુની આગળ ઘણું બોલવાથી, કઠોર (કરડાં) વચન બોલવાથી કે મોટા અવાજે બોલવાથી આશાતના, (૨૫) જ્યારે ગુરુવ્યાખ્યાન કરતા હોય ત્યારે ‘આહકીક્ત આમછે' –એમ વચ્ચે બોલવાથી આશાતના, (૨૬) ગુરુજે ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં આ અર્થતમોને સ્મરણમાં નથી, તમોતે ભૂલી ગયા છો, તમે કહો છો તે અર્થ સંભવતો નથી'– એમ શિષ્ય બોલવાથી આશાતના, (૨૭) જ્યારે ગુરુ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે મનમાં પૂજ્યભાવ નહિ હોવાથી શિષ્ય ચિત્તમાં પ્રસન્નનહિથવું, ગુરુના વચનની અનુમોદના નહિ કરવી અને ‘આપે સુંદર સમજાવ્યું–એમ પ્રશંસા નહિ કરવી તે ઉપહતમનસ્વ' નામની આશાતના, (૨૮)
જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે અત્યારે તો ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભોજન કરવાનો સમય થઈ ગયો છે વગેરે કહીને સભાને તોડવાથી આશાતના, (૨૯) જ્યારે ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય “એ વાત હું તમોને કહીશ'-એમ શ્રોતાઓને કહી ગુરુની કથાને તોડી નાખવી, તે ક્યાછેદન' નામની આશાતના, (૩૦) ગુરુએ વ્યાખ્યાન આપ્યા પછી-સભા ઉક્યા પહેલાં જ ત્યાં શિષ્ય પોતાની ચતુરાઈ વગેરે જણાવવા માટે ગુરુ કરતાં પણ જાણે વિશેષ જાણતો હોય તેમ ધર્મકથા કરવાથી આશાતના, (૩૧) ગુરુની આગળ શિષ્ય ગુરુથી ઊંચા આસને કે તેમની બરાબર આસને બેસવાથી આશાતના, (૩૨) ગુરુનાં શય્યાસંથારો-કપડાં વગેરેને પગલગાડવાથી કે તેમની રજા વિના હાથ લગાડવાથી અને એ પ્રમાણે કરવા છતાં ક્ષમાનહિ . માગવાથી આશાતના. કહ્યું છે કે
संघट्टइत्ता काएणं, तहा उवहिणामवि । खमेह अवराहं मे, वइज न पुणत्ति अ ॥१॥ (श्री दशवै० अ० ९-उ० २-१८)
ભાવાર્થ-“ગુરુને તથા તેઓનાંપડાં વગેરે વસ્તુઓને જો શરીરથી સ્પર્શથઈ જાયકે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો ‘મારા અપરાધને ક્ષમા કરો –એમ કહીને શિષ્ય ક્ષમા માગે અને ફરીથી આવી ભૂલ નહિ કરું – એમ કહે.”
તથા (૩૩) ગુરુની શય્યા-સંથારા-આસન વગેરે ઉપર ઊભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અથપત્તિએ તેઓનાં વસ્ત્ર–પાત્રાદિ કોઈ પણ વસ્તુને પોતે વાપરવાથી) આશાતના થાય છે. ગુરુની આ તેત્રીશ