________________
ગુરુવંદન અધિકાર
(162)
શ્રાદ્ધદિનકૃત્યા મૂશળધાર વરસાદ પડવા લાગ્યો. મુનિના આખા શરીર ઉપર ઘાસ અને વેલડીઓ એટલી બધી વીંટળાઈ ગઈ હતી કે, જેથી મુનિનું શરીર દેખી પણ ન શકાય તે રીતે ઢંકાઈ ગયું હતું. સર્પવગેરે પ્રાણીઓ તેના શરીર પર ફરતાં હતાં. ઘણાં પક્ષીઓએ તેમની દાઢી વગેરેમાં માળા બનાવ્યા. આ રીતે તે મહાત્માએ ઘોર ક્યો સહન ક્ય. શા માટે આ બધાં કષ્ટો સહન ક્ય? કેવલજ્ઞાન મેળવવા આવાં કષ્ટો સહન ક્ય. છતાં કેવળજ્ઞાન ન થયું. કારણ કે માનકષાય નડતો હતો. બધું છોડ્યું પણ માનકષાય ન છોડ્યો. માન છોડ્યું એટલે તુરત કેવલજ્ઞાન આવીને ઊભું રહ્યું.
અભિમાનથી ધર્મનો નાશ થાય અભિમાનથી ધર્મની પ્રામિન થાય, ધર્મની પ્રાપ્તિ થયા પછી તેમાં પ્રગતિ ન થાય, અને પ્રાસ પણ ધર્મનો નાશ થાય. ધર્મ પામ્યા પછી પણ સાવધાન રહે અને એથી માનને આધીન બને તો મળેલો ધર્મ પણ ગુમાવી દે એવું બને. આ વિષે ગોષ્ઠામાહિલ વગેરે નિહ્નવોદષ્ટાંતરૂપ છે. જે જે નિદ્ભવો થઈ ગયા તે બધા જ સભ્યત્વધર્મથી પણ ભ્રષ્ટ બન્યા. જ્યાં સમત્વન હોય ત્યાં ચારિત્રધર્મ પણ નહોય. નિહ્નવો ધર્મથી ભ્રષ્ટ બન્યા એનું મૂળ અહંકાર છે. ભૂલ થતાં થઈ ગઈ. પણ પછી બીજાઓના સમજાવવા છતાં અહંકારના કારણે ભૂલનો સ્વીકાર નર્યો.
અભિમાની પોતાને જ મહાપુરુષ માને મહાનુભાવો! તમારે ધર્મ પામવો છે? ધર્મમાં આગળ વધવું છે? જો જવાબ હકારમાં હોય તો હું કંઈક છું એના બદલે હું કંઈ નથી' એમ માનો. હું લક્ષ્મીવાળો છું, હું સત્તાવાળો છું, હું બહોળા પરિવારવાળો છું, મારામાં આવડત-હોંશિયારી છે, લોકો મારો ભાવ પૂછે છે, આવા કોઈ વિચારથી “હું કંઈક છું” એમ થતું હોય તો એનો ત્યાગ કરો. અને હું કંઈ નથી' એમ માનો. લક્ષ્મી આદિના અભિમાનથી હું કંઈક છું એમ માનનાર બીજા ગુણી જીવોને મહાપુરુષ તરીકે માને નહિ. એવો જીવ પોતાને જ મહાપુરુષ માને. કારણ કે મહાપુરુષ એટલે મોટો પુરુષ. એ પોતાના છોકરાઓથી મોટો હોય, પોતાની પત્નીનો માલિક હોય, સ્વજન-પરિવારમાં મોટો હોય, બે માણસો તેને પૂછતા હોય, આથી તેને પોતાની જાતે જ મહાપુરુષ તરીકે જણાય. આવાઓને સાધુઓ મહાપુરુષ જણાય નહિ. એથી તે સાધુ પાસે આવે નહિ. એથી જ ધર્મ પામી શકે નહિ. નમ્ર જીવ મોટો શ્રીમંત હોય તો પણ એક નાના પણ સાધુ પાસે પોતાને ગરીબ સમજે. કારણ કે એ સમજતો હોય છે કે નાના પણ સાધુ પાસે જે રત્નત્રયી રૂપી લક્ષ્મી છે તેની અપેક્ષાએ મારી લક્ષ્મી કોઈ વિસાતમાં નથી.
આમ માનકષાય અત્યંત ભયંકર છે. વંદનથી માનકષાય નાશ પામે છે. આથી સાધકે ગુરુ વિદ્યમાન હોય ત્યારે દરરોજ ગુરુવંદન કરવું જોઈએ. ગુરુવંદનથી આત્માને ઘણો લાભ થાય છે. આ વિષેકૃષ્ણ મહારાજાનો પ્રસંગ જાણવા જેવો છે.
ગુરુ વંદનના ફળ વિષે શ્રીકૃષ્ણનું દષ્ટાંત. એકવાર નેમનાથ ભગવાનની દેશના પૂર્ણ થયા પછી કૃષ્ણ મહારાજાએ એમનાથ ભગવાનને વિનંતી કરી કે, હે સ્વામી! હું બીજાઓને દીક્ષા અપાવું છું, તેમના કુટુંબીઓને પાળું છું, પરંતુ હું જાતે દીક્ષા લઈ શક્તો નથી. વિરતિ વિના અત્યંત દુ:ખમય આ સંસારરૂપસમુદ્રમાંથી મારા આત્માનો ઉદ્ધાર કેવી રીતે કરવો ? કૃષ્ણ મહારાજની આ વિનંતિથી સમજી શકાય છે કે અરિહંતનો સેવક સંસારને દુ:ખરૂપ જ માને, અને વિરતિ વિના સંસારમાંથી આત્માનો ઉદ્ધાર ન થાય એમ પણ માને. એથી પોતે વિરતિ ન સ્વીકારી શકે એ બદલ એને ભારે દુઃખ હોય.
કૃષ્ણ મહારાજાની આ વિનંતિ સાંભળીને ભગવાને કહ્યું: જેઓ ચારિત્રધર્મ સ્વીકારવા અસમર્થ હોય તેમણે ચારિત્રધર્મ સ્વીકારવાનું સામર્થ્ય આવે એ માટે દરરોજ દેવની ભક્તિ, સાધુની સેવા, સાધર્મિકનું વાત્સલ્ય,