________________
ગુરુવંદન અધિકાર
( 146 )
શ્રાદ્ધદિનકૃત્ય.
કરવું, અથવા તો હાથ-પગ વિગેરે બરાબર નહિ રાખતાં પગ ભેગાં કરી ઊભા રહેવું, બેહાથ પેટ ઉપર ભેગાં રાખી વન્દન કરવું કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરોનો, પદોનો અને સંપદાઓનો યથાસ્થાને અટક્યા વિના
અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરવો વગેરે. ૫. ટોલગતિદોષ- તીડની જેમ આગળ-પાછળ કૂદતાં કૂદતાંઠેકડા મારતાં વન્દન કરવું તે. ૬. અંકુશદોષ- ઊભા રહેલા, સુતેલા કે અન્ય કાર્યો કરતાં ગુરુનો ઓઘો વગેરે ઉપકરણો, ચોલપટ્ટો, વસ્ત્ર કે
હાથ પકડીને હાથીને જેમ ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વન્દન કરવા માટે આસન ઉપર બેસાડીને વન્દન કરવું તે. પૂજ્ય ગુરુઓને આ રીતિએ ખેંચવા તે અવિનય રૂપ હોવાથી અયોગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ-પોતાના ઓઘા કે ચરવળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વન્દન કરવું તે અને ત્રીજો અર્થઅંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વન્દન કરતાં પોતાનું મસ્તક ઊંચ-નીચું કરવું તે; એ રીતિએ ત્રણ
પ્રકારે અંકુશદોષ જાણવો. ૭. કચ્છપરિંગિતદોષ ઊભા ઊભા તિત્તીસગ્નયર માયા ' વગેરે પાઠ બોલતાં કે બેઠા બેઠા મહો
વાય વગેરે બોલતાં વિના કારણે કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું તે. અર્થાત્ વિના કારણ
વન્દન કરતાં આગળ-પાછળ ખસવું તે. ૮. મત્સ્યોદ્વર્તનદોષ- જેમ માછલું પાણીમાં એકદમ નીચે જાય, એકદમ ઉપર આવે અને એકદમ પાસું
ફેરવીને બાજુમાં ફરી જાય, તેમ વન્દન કરતાં ઉછળીને ઊભો થાય, પડતાની જેમ બેસી જાય અને એને વંદન કરી બાજુમાં બીજા સાધુને વન્દન કરવા માટે ખસ્યા વિના જ માછલાની જેમ પાસું ફેરવીને વન્દન
કરે વગેરે. ૯. મન પ્રદુષ્ટદોષ- ગુરુએવન્દન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપ્યો હોય કે કઠોર શબ્દો કહ્યા
હોય તેથી તેઓ પ્રત્યે મનમાં પ્રદ્વેષ રાખીને વન્દન કરવું, અથવા વંદનીય સાધુ પોતાનાથી ગુણમાંહીન હોય તેથી હું એવા ગુણહીનને કેમ વાંદું ? અથવા આવા ગુણહીનને પણ વંદન દેવરાવે છે? વિગેરે અસૂયાપૂર્વક
વન્દન કરવું તે. ૧૦. વેદિકાબદ્ધદોષ- વન્દનનાં આવર્ત દેતાં બે હાથને બેઢીંચણની વચ્ચે રાખવા જોઈએ, તેને બદલે ૧-બે
હાથ બેઢીંચણ ઉપર રાખે, ૨-બેઢીંચણની નીચે હાથ રાખે, ૩-બે હાથ ખોળામાં રાખે, ૪-બેઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે, કે પ-બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વન્દન કરે.-એમ પાંચ પ્રકારે
વેદિકાબદ્ધદોષ લાગે છે. ૧૧. ભયદોષ'વન્દન નહિ કરું તો સંઘમાંથી સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે–બહાર
કરશે” વગેરે ભયથી વજન કરવું તે. ૧૨. ભજંતદોષ- હું વન્દનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી,
મારી સેવાથી દબાયેલા ગુરુ પણ આગળ ઉપર મારી સેવા કરશે' –એમ સમજી થાપણ મૂક્વાની જેમ
વન્દન કરવું તે. ૧૩. મૈત્રીદોષ- “આ આચાર્યાદિની સાથે મારે મૈત્રી છે માટે વન્દન કરવું જોઈએ, અગર વંદન કરું તો મૈત્રી
થાય’–એમ સમજી વન્દન કરવું તે.