________________
આઠમું સત્કાર દ્વાર
( 84 )
84.
શ્રાદ્ધદિનકૃત્ય
ખમાસમણું કેમદેવુંતે. પંચાંગપ્રણિપાતરૂપ ખમાસમણ મુદ્રા
પ્રથમ સ્થિતિ (પ્રારંભ)
દ્વિતીય સ્થિતિ (અન્ત)
પંચાંગ - બે હાથ બે પગ અને મસ્તક તે વડે પ્રણિપાત = નમસ્કાર
૪. પૂજાત્રિક ૧. અંગપૂજા:- ભગવાનના અંગને સ્પર્શને જે પૂજા થાય તે અંગપૂજા છે. ૨. અગ્રપૂજા - ભગવાન સમક્ષ થોડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે અગ્રપૂજા છે. ૩. ભાવપૂજા:- સ્તુતિ અને ચૈત્યવંદન એ ભાવ પૂજા છે.
પૂજાના અનેક પ્રકારો છે. તેમાં આઠ પ્રકારો અસ્ત્રકારી પૂજા તરીકે પ્રસિદ્ધ છે. અપ્રકારી પૂજાનો અંગપૂજા અને અગ્રપૂજામાં સમાવેશ થાય છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એ આઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ, ચંદન, અને પુષ્પ એ ત્રણનો અંગ પૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અંગને સ્પર્શીને થાય છે. બાકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે. કારણ કે ભગવાનના સ્પર્શ વિના ભગવાન સમક્ષ થાય છે.
પૂજાના દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારો પણ છે. દ્રવ્યથી ( બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રવ્યપૂજા છે. દ્રવ્ય વિના કેવળ ભાવથી થતી પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તો અષ્ટપ્રકારી પૂજા દ્રવ્યપૂજા છે. સ્તુતિ-ચૈત્યવંદન ભાવપૂજા છે.
૫. અવસ્થાત્રિક ભગવાનની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવું તે અવસ્થાત્રિક.