________________
નવમું વંદન દ્વાર
૩. જિનમંદિરમાં ને ગભારામાં જમણો પગ મૂકીને પ્રવેશ કરવો.
૪. દેરાસરમાં હંમેશા જયણાપૂર્વક નીચે જોઈને (ઇર્યાસમિતિનું પાલન કરવા પૂર્વક) કીડી વગેરે જીવજંતુ મરી ન જાય તે રીતે ચાલવું જોઈએ.
110
શ્રાદ્ધદિનકૃત્ય
૫. પાછળનાઓને પ્રભુના દર્શનમાં અંતરાય ન થાય તે રીતે દર્શન-પૂજનાદિ કરવા જોઈએ.
૬. પ્રક્ષાલ માટેના દૂધ, જળ વગેરે દ્રવ્યોમાં આપણા હાથના આંગળા નખાય નહિ, પૂજાનાં દ્રવ્યોને વિના કારણ અડાય નહિ. દૂધ, જળ વગેરે ઉઘાડા મૂકી રાખવાથી તેમાં ત્રસ જીવો અને કચરો પડે છે. તેથી તે દ્રવ્યો અપવિત્ર બને છે અને વિરાધના થાય છે. જયણા પળાતી નથી, માટે દૂધ અને પ્રક્ષાલ જળનાં વાસણોને ઢાંકીને જ મૂકવા જોઈએ.
૭. પ્રભુની અંગપૂજા કરતાં પહેલા હાથ અવશ્ય સારી રીતે ધોવા જોઇએ અને હાથ ધોયા પછી (ધોયેલા હાથ અપવિત્ર ન બને તે માટે) આપણા શરીરના કોઈપણ અંગનો અને ભૂમિનો હાથ વડે સ્પર્શ કરાય નહિ અને પછી હાથ ધૂપી લેવા જોઇએ, તેમજ અંગપૂજાનાં દ્રવ્યોને પણ ધૂપી લેવા જોઈએ.
૮. પ્રક્ષાલ માટેના પાણીથી હાથ ધોવાય નહિ, પબાસણ ઉપર તેમજ ન્હવણની કુંડીમાં હાથ ધોવાય નહીં. ૯. મુખકોશ બાંધ્યા વિના ગભારામાં ન જવાય અને મુખકોશ વિના પ્રભુજીની નજીક પણ ન જવાય.
૧૦. મુખ અને નાક બરોબર ઢંકાય તે રીતે વ્યવસ્થિત મુખકોશ બાંધવો જોઇએ. નહીંતર આપણા શ્વાસોશ્વાસની દુર્ગંધથી પરમાત્માની આશાતના થાય. પ્રભુ પ્રતિમા એ સાક્ષાત્ અરિહંત પરમાત્મા સમાન છે.
૧૧. પ્રતિમાજી ઉપર સૌ પ્રથમ મોરપીછીંનો ઉપયોગ કરવો. પ્રતિમાજી ઉપર ફેરવવાની મોરપીંછીને પ્રતિમાજી
સિવાયની બીજી કોઇ જગ્યાએ ફેરવવાય નહીં. મોરપીંછી થાળમાં જ રખાય, તેને જમીન ઉપર મુકાય નહીં. તેમજ પબાસણ ઉપર ફેરવવાની પૂંજણી અને બીજી અપવિત્ર વસ્તુઓ સાથે પણ તેને રખાય નહિ. પબાસણ ઉપર પૂંજણી ફેરવવી અને તે પ્રભુજીને અડી ન જાય તેની કાળજી રાખવી. પ્રતિમાજી ઉપર મોરપીંછી ફેરવ્યા બાદ આંગી ઉતારવી પછી ભીના વસ્ત્રથી કેસર ઉતારવું.
૧૨. ભગવાનને આંગી માટેનું ચાંદીનું ડગલું, મુગટ, કુંડળ આદિ નીચે જમીન ઉપર ન રાખી શકાય, આશાતના થાય. થાળમાં અથવા પાટલા ઉપર રાખવું.
૧૩. પ્રતિમાજીના કોઇ ભાગમાં ભરાઇ ગયેલું વાસી ચંદન ભીના અંગલૂછણાથી ન નીકળતું હોય ત્યારે જ વાળાકુંચીનો ઉપયોગ કરવો અને તે પણ વિવેક પૂર્વક એટલે કે જ્યાં કેસર ભરાયું હોય તેટલા જ ભાગ પૂરતો ખૂબ જ પોચા હાથે કરવાનો છે, વાળાકુંચી કાંઇક પોચી અને સુંવાળી બને તે માટે, તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને થોડો સમય પાણીમાં પલાળી રાખવી.
આપણા દાંતમાં ભરાયેલા ખોરાકના કણિયાને સળી વડે હળવા હાથે જેટલી સાવધાની પૂર્વક કાઢીએ છીએ, તેના કરતાં પણ ઘણા વધારે હળવા હાથે વધારે સાવધાની પૂર્વક પ્રતિમાજીના અંગમાં ભરાઇ ગયેલા વાસી ચંદનને કાઢવાનો પ્રયત્ન કરવાનો છે. આમ, વિવેકપૂર્વક પ્રયત્ન કરવા છતાં વાસી ચંદન રહી જાય તો ઘણી ઓછી આશાતના લાગે છે, પણ વિના કારણ મુખ સહિત આખીય પ્રતિમાજી ઉપર ભાર દઈને વાળાકુંચી ઘસીને વિવેકરહિત પણે વાસી ચંદન કાઢવાથી પ્રભુજીની ઘણી મોટી આશાતના થાય છે. ૧૪. પાટલૂછણું કરતી વખતે પ્રભુજીને તેનો જરાપણ સ્પર્શ ન થઇ જાય તેની ખુબ કાળજી રાખવી જોઈએ.