________________
નવમું વંદન દ્વારા
(120)
શ્રાદ્ધદિનકૃત્ય એક જ પ્રતિમાજી હોય તો તે પ્રતિમાજી સમક્ષ સ્નાવપૂજા કે મોટી પૂજા ભણાવી શકાય.
પ્રશ્ન:- જે કેશરથી શ્રી સિદ્ધચક્રજીની પૂજા કરી હોય તે કેશરથી બીજા ભગવાનની પૂજા થઇ શકે?
ઉત્તર:- થઈ શકે. કારણકે ભગવાનની પૂજા એટલે ભગવાનના ગુણોની પૂજા. શ્રી સિદ્ધચક્રજી ગુણસ્વરૂપ હોવાથી શ્રી સિદ્ધચક્રજીની પૂજા એ ગુણોની પૂજા છે. એથી સિદ્ધચક્રજીની પૂજા કર્યા પછી ભગવાનની પૂજા થઈ શકે.
પ્રશ્નઃ- દેવ-દેવીની પૂજા કેટલાં અંગે કરવાની હોય?
ઉત્તર :- દેવ-દેવીની પૂજા ભગવાનની જેમ નવ અંગે ન કરાય, કિંતુ જમણા હાથના અંગુઠાથી માત્ર કપાળે તિલક કરવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવી શ્રાવકના સાધર્મિક ગણાય. એથી જેમ એક સાધર્મિક બીજા સાધર્મિની ભક્તિ કરવા જમણા હાથના અંગુઠાથી કપાળે તિલક કરે છે તેમ તિલક કરાય, નવ અંગે પૂજાનકરાય.
પ્રશ્નઃ- દેવ-દેવીને ખમાસમણ અપાય ? ઉત્તરઃ- દેવ-દેવીને ખમાસમણ ન અપાય, દ્ધિ બે હાથ જોડી મસ્તક નમાવી પ્રણામ કરાય. '' પ્રશ્ન:- રાતે જિનમંદિર માંગલિક થયા પછી ખોલી શકાય ?
ઉત્તર :- ના. દિવસે પણ માંગલિક થયા પછી અનિવાર્ય કારણ સિવાય ખોલાય નહિ, તો રાતે કેમ ખોલાય? રાતે જિનમંદિર માંગલિક થયા પછી ન ખોલવાનો રિવાજ છે અને તે વ્યાજબી છે. કારણ કે રાતે વારંવાર મંદિર ખોલવામાં ચોર-ગુંડા વગેરેનો ભય રહે...
પ્રશ્ન:- ગૌતમસ્વામી વગેરે ગુરમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંત પ્રતિમાની પૂજા એ જ કેશરથી થઇ શકે?
ઉત્તર:-ગુરુની મૂર્તિ ગુરુની મુદ્રાવાળી અને સિદ્ધની મુદ્રાવાળી એમ બે પ્રકારની હોય છે. તેમાં ગુરુની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી એ જ કેશરથી અરિહંતમૂર્તિની પૂજા ન થાય. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિની પૂજા કર્યા પછી અરિહંતમૂર્તિની પૂજા થઈ શકે. ભગવાનની મૂર્તિ જેવી ગુરુમૂર્તિ હોય તે સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિ સમજવી. હાથમાં મુહપત્તિ અને ઓઘો વગેરે હોય તે ગુરુમૂર્તિ ગુરુની મુદ્રાવાળી સમજવી. સિદ્ધની મુદ્રાવાળી ગુરુમૂર્તિમાં મુહપત્તિ-ઓઘો વગેરે ન હોય.
વરખપૂજા નિર્દોષ છે. પ્રશ્નઃ- સોના-ચાંદીના વરખ બનાવવા માટે બળદના આંતરચર્મનો ઉપયોગ થાય છે. બળદના આંતરચર્મ ઉપર સોના-ચાંદીને કુટીને પાતળું-પહોળું બનાવવામાં આવે છે. આથી વરખપૂજા કરવામાં પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન ન મળે? આ રીતે આંતરચર્મને સ્પર્શતા વરખ અપવિત્ર ન બને?
ઉત્તર - બળદોની હિંસા વરખ બનાવવા માટે તેનું આંતરચર્મ મેળવવા માટે થતી નથી, તુિ માંસ આદિ મેળવવા માટે થાય છે. એથી વરખના ઉપયોગથી પંચેન્દ્રિયની હિંસાને ઉત્તેજન મળે એ વાત તદ્દન ખોટી છે. બીજું – આંતરચર્મના સ્પર્શથી સોના-ચાંદીના વરખ અપવિત્ર બનતા નથી. કેમકે સોનું-ચાંદી અપવિત્રને પવિત્ર કરે છે. એથી જ પૂર્વે આભડછેડ ટાળવા સોનાના સ્પર્શવાળું પાણી (=સોનાપાણી) છાંટવામાં આવતું હતું.
પ્રશ્ન :- જિનાલયમાં ગુરુમૂર્તિઓ પધરાવવામાં આવે છે. ત્યાં ગુરુમૂર્તિઓને વંદન થઇ શકે? કેમકે