________________
96
નવમું વંદન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય પ્રાય: દરેક જીવ પોતાના જ કે જેનાથી પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય તેના જ હિતની ચિંતા કરે છે. જ્યારે અરિહંતના જીવોએ જગતના સઘળા જીવોના હિતની ચિંતા કરી. તે પણ કોઇપણ જાતના સ્વાર્થ વિના! કેવા અજોડ હિતચિંતક! કેવા અનુપમ ઉપકારી ! કેવા પરમ દયાળુ! આવી હિતચિંતા જ્યારે ઉત્કૃષ્ટ બને છે ત્યારે તીર્થકર નામકર્મનો બંધ થાય છે.
જેવી ભાવના તેવી સામગ્રી જેવી ભાવના થાય તેવી સામગ્રી પ્રાય: મળે એવો કુદરતી સામાન્ય નિયમ છે. પાપની ભાવનાવાળાને પાપની સામગ્રી મળે. જેમકે રાત્રિ ભોજનનો જેને રસ હોય તેને ઘુવડ, બિલાડી, ઉંદર વગેરે ભવો મળે, જેથી ત્યાં રાત્રિભોજનનું પાપ ઘણું થાય. ધર્મની ભાવનાવાળાને ધર્મસામગ્રી મળે. અનાથી મુનિના જીવે ભાવના ભાવીકે જો રોગ જાય તો દીક્ષા લેવી. આથી થોડીવારમાં રોગ મટી ગયો અને તેણે ચારિત્રનો સ્વીકાર કર્યો.
જો મુજ વેદના ઉપશમે, તો લેઉ સંયમભારા ઈમ ચિંતવતાં વેદના ગઇ, વ્રત લીધું મેં હર્ષ અપાર છે વીતરાગસ્તોત્રમાં જણાવેલ ભગવાનનો ઉપકાર
अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः ।
अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥ વીતરાગ સ્તોત્રમાં ભગવાનનો ઉપકાર જણાવતા કહ્યું છે – “ભગવાન બોલાવ્યા વિના સહાય . આપનારા છે, નિષ્કારણ વત્સલ છે, પ્રાર્થના વિના હિતકર છે, સંબંધ વિના બંધુ છે.'
(૧) જગતમાં આપણે જોઈએ છીએ કે લગભગ સહુ પોતપોતાના સ્વાર્થમાં પડ્યા છે. બીજાની કોઇને પડી નથી. સ્વાર્થી બીજાને સહાય કરે નહિ. આ જગતમાં બીજાને સહાય કરનારા વિરલા છે. સહાય કરનારાઓમાં પણ કહ્યા વિના એની મેળે સહાય કરનારા તો અત્યંત વિરલા હોય છે. જ્યાં સહાયની માંગણી કરવા છતાં જાકારો ભણી દેનારા હોય ત્યાં કહ્યા વિના સહાયકરનારા અત્યંત વિરલા જ હોય તેમાં કંઇ નવાઇ નથી. સહાયની જરૂર પડે ત્યારે સંબંધી પણ અસંબંધી બની જાય છે. પરિચિત પણ અપરિચિત બની જાય છે. મિત્ર મિત્ર રહેતો નથી. પાડોશી પાડોશી રહેતો નથી. માણસ સુખી હોય ત્યારે બધા તેને બોલાવે છે, તેનો આદર સત્કાર પણ કરે, પણ તે દુ:ખી બને ત્યારે તેને બોલાવનારા કેટલાનીકળે?“તમે કોઇ જાતની ચિંતા કરશો નહિ, અમે બેઠા છીએ.” આવું કહેનારા કેટલા નીકળે? સંબંધીઓ અમુક સંબંધીને અમુક સહાયની જરૂર છે એમ જાણવા છતાં સહાય કરતા નથી. સહાયની માગણી કર્યા પછી પણ કો’ક જ સહાય કરે છે. જ્યારે ભગવાન તો સહાયની માગણી કર્યા વગર જ સહાય કરે છે. કારણ કે ભગવાન સદા પરાર્થવ્યસની હોય છે. ધના સાર્થવાહ, સંભવનાથ ભગવાન (દુષ્કાળનો પ્રસંગ) વગેરેનાં દષ્ટાંતો આ વિષયને સમજાવે છે.
(૨) જગતમાં બીજા ઉપર વાત્સલ્યભાવ રાખનારાદુર્લભ છે. વાત્સલ્યભાવ રાખનારાઓમાં પણ સ્વાર્થ વિના વાત્સલ્ય ભાવ રાખનારા અતિ અલ્પ છે. માતા વગેરે પુત્ર ઉપર વાત્સલ્યભાવ રાખે છે. પણ તેમાં સ્વાર્થ હોય છે. સ્વાર્થ દૂર થાય એટલે વાત્સલ્ય ભાવ જતો રહે છે. પુત્ર ઉપર વાત્સલ્યભાવ રાખનારી માતાને પોતાના સ્વાર્થ માટે પુત્રને મારી નાખતાં પણ વાર લાગતી નથી. આજે ગર્ભપાત કાયદેસર બન્યો છે. ગર્ભપાત કોણ કરાવી શકે? જેનું હૃદય નિપુર, કઠોર બન્યું હોય તે જ ગર્ભપાત કરાવી શકે. આ રીતે માતા પણ પુત્ર ઉપર વાત્સલ્ય ત્યાં