________________
શ્રાદ્ધદિનકૃત્ય
(103)
નવમું વંદન દ્વાર ઠાઠથી પૂજા કરવા તે મંદિરમાં આવ્યા. વિધિપૂર્વક વિસ્તારથી પૂજા કર્યા પછી શેઠે નોકરને કહ્યું: આ પુષ્પો અને પ્રભુની પૂજા કર. નોકરે વિચાર કર્યો કે પારકાનાં પુષ્પોથી પૂજા કરવાથી મને શો લાભ! એ તો પારકાને લાભ થાય. મને તો મારાં પુષ્પોથી પૂજા કરું તો લાભ થાય. આવા વીતરાગ દેવની પૂજા મારે મારા પોતાનાં પુષ્પોથી કરવી જોઈએ. આમ વિચારી પોતાની પાસે જે માત્ર પાંચ કોડિ હતી તેનાં પુષ્પો લીધાં. પાંચ કોડિથી અઢાર પુષ્પો મળ્યાં. (કોડી = તે વખતનું ચલણી નાણું) અઢાર પુષ્પોથી એણે ભગવાનની પૂજા કરી. પોતાના દ્રવ્યથી ભગવાનની પૂજા કરી હતી. એટલે પૂજા કરતાં ઉત્કૃષ્ટ શુભભાવ થવાથી અશુભ કર્મોની નિર્જરા થવા સાથે ઉત્કૃષ્ટ પુષ્યનો બંધ થયો. એ પુણ્યના પ્રતાપે બીજા ભવમાં કુમારપાળ બનીને અઢાર દેશ પામ્યા. એટલે કુમારપાળ મહારાજાને અઢાર દેશ મળ્યા. તેનું મુખ્ય કારણ પૂજા કરતાં થયેલો ઉત્કૃષ્ટ શુભભાવ છે. એ ઉત્કૃષ્ટ શુભભાવમાં પોતાના દ્રવ્યથી લીધેલાં પુષ્પો નિમિત્ત બન્યાં. આથી પૂજામાં શુભ ભાવ વધે એ માટે દરેકે પોતાના દ્રવ્યથી પૂજા કરવી જોઈએ.
અલબત્ત, કોઇને સ્વદ્રવ્યથી પૂજા કરવા છતાં ઉચ્ચભાવોન થાય એવું બને. કોઇને પરદ્રવ્યથી પૂજા કરવા છતાં ઉચ્ચભાવો આવે એવું બને. આમ છતાં સામાન્યથી એમ અવશ્ય કહી શકાય કે સ્વદ્રવ્યથી થતી પૂજા ઉચ્ચભાવનું કારણ છે.
પૂજા ઊંચાંદ્રવ્યોથી કરવી જોઈએ પૂજા શક્તિ મુજબ ઊંચાંદ્રવ્યોથી કરવી જોઇએ. જેમ જેમ દ્રવ્યો ઊંચાં તેમ તેમ ભાવ અધિક સારો આવે. કારણકે સારાંદ્રવ્યો સારા ભાવનું કારણ છે. પુણ્યબંધકે પાપબંધનું મુખ્ય કારણ ભાવ છે. એ ભાવનું કારણ બાહ્ય નિમિત્તો છે. ખરાબ નિમિત્તથી ખરાબ ભાવ આવે, અને સારા નિમિત્તથી સારો ભાવ આવે. સારાં નિમિત્તોમાં પણ તરતમતા હોય છે. જેમ જેમ નિમિત્ત વધારે સારું તેમ તેમ ભાવ વધારે સારો. જે શક્તિ હોવા છતાં સામાન્ય દ્રવ્યથી ભગવાનની પૂજા કરે છે, તેના મનમાં ધનના લોભની મલિનતા રહેલી છે. આથી પૂજામાં જે ભાવ આવવો જોઇએ તે ભાવ આવતો નથી. જેના પ્રત્યે પ્રેમ છે, તેને સારી વસ્તુ આપવાનું મન થયા વિના રહેતું નથી. જેમ જેમ પ્રેમ વધારે તેમ તેમ અધિક સારી વસ્તુ આપવાનું દિલ થાય. જેને સ્ત્રી પ્રત્યે જોરદાર પ્રેમ છે તે સ્ત્રીને સારામાં સારી વસ્તુઓ આપે છે. તેમ ભગવાન ઉપર જોરદાર પ્રેમ થાય તો સારામાં સારી વસ્તુથી ભગવાનની ભક્તિ કરવાનું દિલ થયા વિના ન રહે.
કુમારપાળ મહારાજાનું દષ્ટાંત ભગવાનના ભક્તને ઊંચાંદ્રવ્યોથી ભગવાનની ભક્તિકરવાનું દિલ હોય. આ વિષે કુમારપાળ મહારાજાનો એક પ્રસંગ છે. કુમારપાળ મહારાજા આરતી હાથમાં લઈને પ્રભુ સમક્ષ ઊભા રહ્યા. આંગીનાં દર્શન કરતાં વિચાર આવ્યો કે મેં મંદિર સુંદર બનાવ્યું. પણ હુંરાજા હોવા છતાં છ ઋતુનાં પુષ્પોથી ભગવાનની પૂજા કરી શકતો નથી. છઋતુનાં પુષ્પોથી જિનપ્રતિમાની અંગ રચના કરી હોય તો કેવી સુંદર દેખાય? દેવોને ધન્ય છે કે તેઓ નંદનવનનાં છઋતુનાં પુષ્પોથી જિનેશ્વરની પૂજા કરે છે. કુમારપાળ મહારાજાનાં આ ઉગ્ર ભાવનાનો શાસનદેવીને કરંટ લાગ્યો. આથી તે તુરત ત્યાં આવી. આકાશમાં રહીને શાસનદેવીએ કહ્યું: રાજ! તું જરા પણ અફસોસ ન કર. તારી ભાવનાને સફળ બનાવવા હું નંદનવન સમાન બગીચો બનાવી દઉં છું. આમ કહીને શાસનદેવી અદશ્ય થઈ ગઈ. કુમારપાળ મહારાજે મંદિરની બહાર આવીને જોયું તો મંદિરની બાજુમાં નંદનવન જેવો સુંદર બગીચો જોયો. તેમાં છએ ઋતુનાં મનોહર પુષ્પો હતાં. આથી કુમારપાળ મહારાજા હર્ષમાં આવી ગયા. આથી જ મંગલદીવાના ગીતમાં “આરતી ઉતારી રાજા કુમારપાળે” એમ કુમારપાળ મહારાજાનું નામ આપ્યું. શ્રેણિક મહારાજા દરરોજ સુર્વણના