________________
શ્રાદ્ધદિનકૃત્ય
(101)
નવમું વંદન દ્વારા મધુર રસથી ભરપૂર એક સાંઠો ખરીદ્યો. ઘેર આવી જાતે છોલીને ગંડેરી બનાવી. તેમાંથી નાના નાના પાસા બનાવી ચાંદીની મોટી ડીશમાં મૂક્યા. તેના ઉપર એલચી વગેરે સુગંધી પદાર્થો ભભરાવીને ગુલાબજળ છાંટ્યું. ડીસ ઉપર રેશમનું કપડું ઢાંકી જાતે સંતને આપવા માટે ગયો. સેવકની આ સામાન્ય વસ્તુ સ્વીકારી અને કૃતાર્થ કરો એમ કહ્યું. સંતે તે પ્રેમથી આરોગી. સંતો વસ્તુ નથી જોતાં, કિંતુ હૃદયના ભાવને જુએ છે. ભાવ વિનાના મિષ્ટાન્ન કરતાં, ભાવયુક્ત છાશમાં વધારે મીઠાશ હોય છે. એટલે સંત આદિને ભાવથી છાશની ઘેંસ આપનારને ભાવ વિના દૂધપાક આપનારથી અધિક લાભ થાય. સાંજનાબંને ભક્તો આવ્યા. ત્યાં તે પૂછ્યું: આજે તમને રોજના કરતાં જીવનમાં કોઇ વિશેષતાનું દર્શન થયું? શેરડીના સાઠા મોકલનારે ના કહી. બીજાએ કહ્યું આજે મને જીવનમાં વિશેષતાનો અનુભવ થયો છે. કોઈ દિવસ ન થયો હોય તેવો આનંદ આજે થયો છે. કદાચ મારી જિંદગીમાં આવો આનંદ પહેલ વહેલો જ હશે. એ આનંદને હું વાણીમાં ઉતારી શકું તેમ નથી. મારા બહારના જીવનમાં કોઇ વિશેષતા નથી, પણ અંદરના જીવનમાં જાણે આનંદ થયા કરે છે, જાણે કે આજે શેર લોહી ચઢયું હોય તેવું લાગે છે.
આ દષ્ટાંત આપણને એ બોધપાઠ આપે છે કે અંતરમાં ભક્તિનો ભાવ આવે છે, ત્યારે એ ભાવ સ્વશક્તિ મુજબ બાહ્યભક્તિ પણ કરાવ્યા વિના ન રહે. બાહ્ય ભક્તિ પણ જાતે કરવાનું દિલ થાય છે. અંતરમાં ભાવ આવે એટલે સ્વશક્તિ મુજબ ઉત્તમ દ્રવ્યોથી જાતે સુંદર ભક્તિ કરવાનું દિલ થાય છે. એટલે કોઇ એમ કહે કે અંતરમાં ઉમંગ રાખી સામાન્યદ્રવ્યથી ભગવાનની ભક્તિ કરીશું તો સમજવું કે ભાવમાં ખામી છે. ભાવ ઉત્તમ છે, તોદ્રવ્યો સામાન્ય શા માટે? માટે અરિહંત પ્રત્યે ઉત્તમભાવ આવે એવું કરવું જોઇએ. અરિહંત પ્રત્યે ઉત્તમભાવ આવે એ માટે એમના ઉપકારનું અને ગુણોનું સ્મરણ કરવું જોઇએ.
પૂજા સ્વદ્રવ્યોથી કરવી જોઈએ પૂજા સંઘનાં દ્રવ્યોથીનકરતાં સ્વદ્રવ્યોથી કરવી જોઇએ. સ્વદ્રવ્યોથી પૂજા કરવાથી વિશેષ ઉલ્લાસ-ભાવ આવે છે. એથી લાભ પણ વિશેષ થાય છે. આ વિષે બે નોકરનું દષ્ટાંત છે.
બે નોકરનું દષ્ટાંત અત્યંકર નામે એક શેઠ હતા. તે ધર્મનિષ્ઠ હતા. તેમણે ઘરના કાર્ય માટે એક અને ગાયોને ચરાવવા માટે એક, એમ બે નોકરો રાખેલા. શેઠની ધર્મકરણીની અસર તે બંને ઉપર થઇ. (બીજાના સારા કાર્યની અસર યોગ્ય ઉપર જ પડે, અયોગ્ય ઉપર વિપરીત અસર થાય. જેમકે આજે ભગવાનની ભક્તિ જોઇને કેટલાકો પૈસાનો ધૂમાડો કર્યો એમ કહે છે.) આ બંને નોકરો યોગ્ય હતા. એકવાર તે બંનેએ વાતો કરતાં કરતાં શેઠની વાત કરી. આપણા શેઠના ત્રણેય કાળ સારા છે. પૂર્વભવમાં ધર્મ કાર્યો કરીને આવ્યા છે, માટે વર્તમાનમાં સુખી છે. વર્તમાનમાં ધર્મ કાર્યો કરે છે, માટે આવતા ભવમાં પણ સુખી થવાના. આપણા ત્રણે કાળ ખરાબ છે. પૂર્વભવમાં ધર્મ કરીને નથી આવ્યા, તેથી દુ:ખી છીએ, વર્તમાનમાં ધર્મ કરતા નથી, એટલે આગામી ભવ પણ ખરાબ થશે. શેઠે આ વાત સાંભળી. શેઠને થયું કે આ બંને જીવોલાયક છે. માટે આમને ધર્મ સામગ્રીનો યોગ કરી આપ્યો હોય તો ધર્મ પામી જાય.
ચોમાસીના દિવસે જિનમંદિરે પૂજા કરવા જતાં બંનેને સાથે લીધા. શુદ્ધ વસ્ત્ર આદિ પહેરાવ્યા. પછી પુષ્પો આપતાં કહ્યું. આ પુષ્પોથી પૂજા કરો. બંને જણા વિચારે છે કે જેનાં પુષ્પો હોય તેને ફળ મળે, અમારે તો માત્ર મજૂરી કહેવાય. તેમણે પુષ્પોનલીધાં. શેઠે તેમને સમજાવ્યા છતાં, એકનાં બેનથયા. શેઠ તેમને ગુરુમહારાજ પાસે લઇ ગયા. શેઠે ગુરુને વિગત કહી. ગુરુને લાગ્યું કે તેઓ બંને જીવ લાયક છે. તેથી પૂછ્યું કે - તમારી પાસે થોડું