________________
શ્રાદ્ધદિનકૃત્ય
નવમું વંદન દ્વાર
ગભરાઈ ગયા. શહેરમાંથી તે જ ડોક્ટરને બોલાવી લાવ્યા. ડોક્ટરને યુવાને કહ્યું : તમ ા કેવી દવા આપી ? રોગ મટવાની વાત તો દૂર રહી, આ નવી તકલીફ ઊભી થઈ. ડોક્ટરે પૂછ્યું : દવા બરોબર લીધી હતી ? દર્દીએ કહ્યું : હા, દવા તો તમે કહ્યું એનાથી પણ વધારે સારી રીતે લીધી હતી. તમે તો થોડી થોડી લેવાની કહી હતી. પણ હું તો બધી એકી સાથે જ ગટગટાવી ગયો. તમારી દવા પાણી જેવી હતી. હું આનાથી ડબલ પાણી એક સાથે પી જાઉં છું. આથી મેં તમારી બધી દવા એકી સાથે લઈ લીધી. મને એમ કે મારાથી એકી સાથે દવા ન લઈ શકાય, માટે તમે સાત દહાડા થોડી થોડી લેવાની કહી છે. પણ હું તો એકી સાથે આનાથી ડબલ દવા પણ પી જઉં એમ છું. એકી સાથે દવા લેવાથી રોગ એકી સાથે ભાગી જાય, એમ સમજી હું બધી દવા એકી સાથે ગટગટાવી ગયો.
105
આ સાંભળીને ડોક્ટરને હસવું આવ્યું. પણ તેણે હાસ્યને રોકી લીધું. દર્દીને કહ્યું : એકી સાથે ન લેવાય. દવા તો જેટલું માપ કહ્યું હોય તેટલી જ લેવાય. એકી સાથે દવા લીધી એથી જ આ તકલીફ થઈ છે. આમાં દવાનો દોષ નથી, પણ તમારો છે. પછી ડોક્ટરે દવા એકી સાથે લેવાથી થયેલ રીએક્શનના ઉપચારો કરીને દર્દીને સ્વસ્થ બનાવ્યો. પછી મૂળ રોગનો ઉપચાર કર્યો.
જો આ રીતે દવા જેવી વસ્તુમાં અવિધિ થવાથી નુક્શાન થયું તો ધર્મ ક્રિયાઓમાં અવિધિ કરે અને વિધિ પ્રત્યે બહુમાન ન હોય તો નુકશાન થાય એમાં શી નવાઈ ?
વિધિ પ્રત્યે બહુમાનવાળાને અવિધિ ખટકે
ધાર્મિક અનુષ્ઠાનો વિધિપૂર્વક કરવાથી જ સફળ બને છે. માટે દરેક ધર્મીએ ધાર્મિક અનુષ્ઠાનોની વિધિ ગુરુ પાસેથી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. વિધિને જાણવા છતાં તેવા સંયોગ આદિથી અવિધિ થઇ જાય એ સંભવિત છે. છતાં જેને વિધિ પ્રત્યે બહુમાન હોય તેને તેવા સંયોગ આદિથી થતી અવિધિ ખટકે. એને એમ થાય કે ભગવાને દરેક અનુષ્ઠાન વિધિપૂર્વક કરવાનું કહ્યું છે. પણ હું કમનસીબ છું કે જેથી બરોબર વિધિપૂર્વક કરી શકતો નથી. આવો આત્મા વિધિ–વિધિ શું કરો છો ? આ કાળે વિધિ સાચવવી કઠિન છે, માટે એમ જ ચાલે. આવું ન કહે. એને જેમ પોતાનાથી થતી અવિધિ બદલ દુ:ખ હોય તેમ જે આત્માઓ વિધિનું બરોબર પાલન કરતા હોય તેમના પ્રત્યે બહુમાન હોય. વિધિ પ્રત્યે બહુમાન આવે એટલે વિધિનું પાલન કરનારાઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ.
બહુમાનનાં પાંચ લક્ષણો
૧. વિધિની જિજ્ઞાસા, ૨. વિધિ સાંભળીને આનંદ, ૩. વિધિના પાલન માટે શક્ય પ્રયત્ન, ૪. થઈ જતી અવિધિ ખટકે, પ. વિધિપૂર્વક કરનારાઓ પ્રત્યે બહુમાન. આ પાંચ વિધિબહુમાનનાં લક્ષણો છે. વિધિપ્રત્યે બહુમાનવાળો પણ ધન્ય છે
શાસ્ત્રમાં વિધિ પ્રત્યે બહુમાન રાખનારને ધન્ય કહ્યો છે. ૧. જે આત્મા વિધિપૂર્વક કરે છે તે આત્મા ધન્ય છે. ૨. જે આત્મા વિધિપૂર્વક કરી શકતો નથી, પણ વિધિ ઉપર બહુમાન હોવાના કારણે વિધિપૂર્વક કરવાની ભાવનાવાળો છે, તે પણ ધન્ય છે. ૩. છેવટે વિધિની નિંદા ન કરે તે પણ ધન્ય છે. કારણ કે ભારે કર્મી આત્માઓને અવિધિ ઉપર જ પ્રેમ હોય છે. જે આત્માને વિધિ ઉપર પ્રેમ છે તે આત્મા નિટમાં મોક્ષે જનાર છે. માટે ધાર્મિક અનુષ્ઠાનોની સંપૂર્ણ સફળતા ઇચ્છનારાઓએ વિધિ પ્રત્યે બહુમાનવાળા બનીને વિધિનું પાલન કરવાની કાળજી રાખવી જોઈએ. ‘“આમ જ ચાલે’’ એવી વૃત્તિ ન રાખવી જોઈએ.