________________
નવમું વંદન દ્વાર
( 94)
શ્રાદ્ધદિનકૃત્ય ततं च विततं चेव, घणं सुसिरसुतालयं । आउज्जं एवमाईयं, वाए वायावए तओ ॥७५॥
વાજિંત્રઃ- શ્રાવક તત, વિતત, ઘન અને સુષિર ઈત્યાદિ વાજિંત્રને સંગીતશાસ્ત્રમાં કહેલાતાલના પાઠથી શુદ્ધ પોતે વગાડે અને બીજાઓ પાસે વગડાવે.
તારથી યુક્ત વીણા વગેરે તત વાજિંત્ર છે. કરતાલ વગેરે વિતત વાજિંત્ર છે. ઝાંઝવગેરે ઘન વાજિંત્ર છે. વાંસળી વગેરે સુષિર વાજિંત્ર છે. (૭૫)
ठाणे ठाणे तओ तत्थ, सयं देइ दवावए । रासे य चच्चरीओ य, हिययाणंददायए ॥७६॥
રાસડા -ચૈત્યપરિપાટી આદિના સમયે જિનમંદિરના આગળના આંગણા વગેરે સ્થાને હૃદયને આનંદ આપનારા રાસડા, દાંડિયારાસ અને ચર્ચરી પોતે કરે અને બીજા પાસે પણ કરાવે.
મંડળરૂપે મંડળીરૂપે ભેગા થઇને ગીત-નૃત્ય કરે તેને ચર્ચરી કહેવામાં આવે છે. (૭૬) एवं विही इमो सव्वो, रिद्धिमंतस्स देसिओ । इयरो नियगेहंमि, काउं सामाइयं वयं ॥७७॥ जइ न कस्सइ धारेइ, न विवाओ य विज्जए । उवउत्तो सुसाहुव्व, गच्छए जिणमंदिरं ॥७८॥
અદ્ધિમાન શ્રાવકની પૂજાવિધિનો ઉપસંહાર કરતા સૂત્રકાર સામાન્ય શ્રાવક સંબંધી જિનમંદિરમાં જવાની વિધિને બે ગાથાઓથી કહે છે –
૩૭મી ગાથાથી પ્રારંભીને ૭૬મી ગાથા સુધી કહેલી જિનમંદિરમાં જવાની આ સઘળી વિધિઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહી છે. સામાન્ય શ્રાવક જો પોતાના ઉપર કોઇનું દેવું ન હોય, અથવા કોઇની સાથે તકરાર ન હોય, તો પોતાના ઘરે સામાયિક ઉચ્ચરીને સુસાધુની જેમ ઈસમિતિ આદિમાં ઉપયોગવાળો થઇને જિનમંદિરે જાય.
ભાવપૂજાને અનુસરનારી ત્રણ નિશીહિવગેરે જે જે વિધિ કહી છે તેને વિધિ સામાન્ય શ્રાવક માટે પણ તે પ્રમાણે જ જાણવી. (૭૭-૭૮)
काएण अत्थि जइ, किंचि कायव्वं जिणमंदिरे । तओ सामाइयं मुत्तुं, करेज करणिजयं ॥७९॥
સામાન્ય શ્રાવક પાસે પુષ્પ વગેરે સામગ્રીન હોવાથી સામાન્ય શ્રાવકને આશ્રયીને સંભવિત વિધિને કહે છે –
જિનમંદિરમાં શરીરથી થઇ શકે તેવું પુષ્પોને ગુંથવા વગેરે કોઇ કાર્ય હોય તો સામાયિક પારને તે કાર્યકરે.
કરતાલ એટલે હાથથી ઠોકીને વગાડવામાં આવતું કોઇ વાજિંત્ર.