________________
શ્રાદ્ધદિનકૃત્ય
(93)
નવમું વંદન દ્વારા
(૯) વંદન દ્વારા पणिहाणं च काऊणं, करे अन्नं तओ इमं । नाणाविहाहिं भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥७१॥ दारं ९॥ वत्थेहिं देवंगदुगुल्लएहिं, पट्टेहिं खोमेहिं य उत्तमेहिं । सुवन्नरुप्पेहिं पवालएहिं, मुत्ताहलेहिं च महालएहिं ॥७२॥ सुवन्नजुत्तेहिं सुगंधएहिं, नाणापयारेहिं सुगच्छिएहिं । पुप्फाण गेहं तु करेइ रम्मं, सुभत्तिजुत्तो जिणमंदिरंमि ॥७३॥
હવે ‘વંદન’ એ નવમું દ્વાર છે. તે ભાવપૂજારૂપ ચૈત્યવંદનને અને બાકી રહેલ દ્રવ્યપૂજાને છ ગાથાઓથી કહે છે
પ્રણિધાન (=વીયરાય સૂત્ર) સુધી સંપૂર્ણ (=ઉત્કૃષ્ટ) ચૈત્યવંદન કરીને હવે જે કહેવામાં આવે છે તે કરે. તે આ પ્રમાણે –
ચંદરવો :- દેવદૂષ્ય, ફૂલ, રેશમી અને સુતરના ઉત્તમ વસ્ત્રોથી વિવિધ રચનાઓ કરીને સોનું-રૂપું, પ્રવાલ અને મોટા મોતીઓથી જડેલો ચંદરવો જિનમંદિરમાં કરે.
પુષ્પગૃહ - સુભક્તિથી યુક્ત શ્રાવક જિનમંદિરમાં સુંદર વર્ણવાળાં, સુગંધી, સારી રીતે ગુંથેલાં અને વિવિધ જાતનાં પુષ્પોનું મનોહર અને સમવસરણ આદિ આકારવાળું ગૃહ કરે.
પ્રશ્ન:- અહીં શ્રાવકના સુભક્તિથી યુક્ત’ એવા વિશેષણનો વારંવાર ઉલ્લેખ કેમ કરવામાં આવે છે?
ઉત્તર:- ભાવયુક્ત જ શ્રાવકનો સર્વક્રિયાસમૂહ મહાન નિર્જરરૂપફલવાળો થાય છે, એ જણાવવા માટે સુભક્તિયુક્ત એવા વિશેષણનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. કારણકે સુભક્તિથી રહિત અને એથી જ કીર્તિ આદિ માટે પ્રવૃત્ત થયેલાને મહાન પણ અનુષ્ઠાન નિષ્ફળ થાય એમ કહ્યું છે. કહ્યું છે કે – “ક્રિયાથી રહિતનો જે ભાવ અને ભાવથી રહિતની જે ક્રિયા એ બેનું અંતર સૂર્ય અને ખજૂઆ જેટલું જાણવું.” (૭૧-૭૨
૭૩)
,
अत्थवंतेण सुद्धेणं, गीएणं करणाइणा । जिणाणं जियमोहाणं, गायए गुणपगरिसं ॥७४॥
ગીત - કેવળ વૈરાગ્યરસથી જ યુક્ત, ત્રિસ્થાનકરણ આદિથી શુદ્ધ, નૃત્યયુક્ત અને મધુરતા આદિ ગુણોથી યુક્ત ગીતથી મોહને જીતનારા જિનોના દુષ્કર તપ રૂપ લક્ષ્મી આદિ ઉત્કૃષ્ટગુણોને ગાય.
વિસ્થાનકરણથી શુદ્ધ - છાતી વગેરે ત્રણ સ્થાનોમાં યિાથી જે શુદ્ધ હોય તે વિસ્થાનકરણશુદ્ધ. તે આ પ્રમાણે– ઉરો વિશુદ્ધ, કંઠવિશુદ્ધ અને શિરોવિશુદ્ધ. તેમાં જો છાતીમાં સ્વર પોતાની ભૂમિકા પ્રમાણે વિશાળ હોય તો તે ગીત ઉરોવિશુદ્ધ છે. તે જ સ્વર જો કંઠથી પ્રવર્તેલો હોય અને ફાટી ન ગયેલો હોય તો કંઠવિશુદ્ધ છે. મસ્તકને પ્રાપ્ત થયેલો તે સ્વર જો અનુનાસિક સહિત ન હોય તો શિરોવિશુદ્ધ છે. અથવા ગ્લેશ્યરહિત છાતી, કંઠ . અને મસ્તકથી જે ગીત ગાવામાં આવે તે વિસ્થાનકરણશુદ્ધ છે. (૭૪)