________________
81
)
શ્રાદ્ધદિનકૃત્ય
આઠમું સત્કાર દ્વાર હા, અહીં એ સમજવું ખાસ જરૂરી છે કે પોતાની શોભા માટે કે શોખ માટે રાખેલ સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાનો છે, પણ પરમાત્માની ભક્તિ માટેની સચિત્ત વસ્તુનો ત્યાગ કરવાનો નથી. આથી જ પૂજા માટે પુષ્પો અને ફળો વગેરે મંદિરમાં લઈ જવામાં આવે છે. આથી જ શ્રાવક પર્વતિથિઓમાં પોતે ફળો નવાપરે, પણ ફળપૂજામાં પ્રભુસમક્ષ ફળ મૂકે.
ખાવાની વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ અહીં એ પણ સમજવાની જરૂર છે કે પોતાની ખાવાની કોઇ પણ વસ્તુ કે દવા મંદિરમાં ન લઈ જવી જોઈએ, એટલું જ નહિ, પરમાત્માની એ વસ્તુ ઉપર નજર પણ ન પડવી જોઇએ. એટલે ખાવાની કોઈ વસ્તુ સાથે લઇને જિનદર્શન આદિ માટે જવાનું બને ત્યારે ભગવાનની દષ્ટિ પણ ન પડે એ રીતે ખાવાની વસ્તુ મંદિરના બહારના ભાગમાં મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ. આમ છતાં જો ભૂલથી તે વસ્તુ મંદિરમાં લઈ જવાય કે ભગવાનની દષ્ટિ તેના ઉપર પડી જાય તો તે વસ્તુ ખાવી ન જોઈએ.
પ્રશ્ન:-ખીસામાં કે થેલી વગેરેમાં રહેલી વસ્તુ દહેરાસરમાં લઈ જવામાં આવે ત્યારે તે વસ્તુ ઉપર પ્રભુની દૃષ્ટિ પડતી ન હોવાથી પોતાના ઉપયોગમાં લેવામાં શો વાંધો?
ઉત્તર:- પ્રભુની દૃષ્ટિ પડે કે ન પડે, પણ દહેરાસરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુનો કે દવાનો ઉપયોગ નકરી શકાય. કેમકે – વિનયના અનેક પ્રકાર છે. તેમાં આ (=મંદિરમાં લઈ જવાયેલી ખાવાની વસ્તુનખાવીતે) પણ એક પ્રકારનો વિનય છે.
જમણવાર વગેરે પ્રસંગે પીરસવાની વસ્તુ કમંડલ વગેરેમાં ભરીને મંદિરના દ્વાર પાસેથી લઇ જવાની હોય ત્યારે એ વસ્તુ ભગવાનની દૃષ્ટિમાં ન આવે તેની પણ કાળજી રાખવી જોઇએ. એ માટે પડદા વગેરેની પાકી વ્યવસ્થા કરવી જોઇએ.
પ્રશ્ન:- આ નિયમ પ્રમાણે તો વરઘોડામાં રસ્તામાં આવતી દુકાનોમાં રહેલી ખાવાની વસ્તુ ભગવાનની દષ્ટિમાં આવે તો તે દુકાનની વસ્તુ ન ખવાય?
ઉત્તર - એ અશક્ય પરિહાર છે. એથી ચલાવી લેવું પડે છે. પણ મંદિરમાં તો આપણે તેનું પાલન કરી શકીએ એમ છીએ. માટે આરાધક જીવોએ આ વિષે કાળજી રાખવી જોઇએ.
(૨) અચિત્ત અત્યાગ:- શરીરે પહેરેલાં મુગુટ સિવાયનાં અલંકારો વગેરેનો ત્યાગ ન કરે. કારણ કે ભગવાનની પાસે સ્વશક્તિ પ્રમાણે સારાં વસ્ત્રો અને અલંકારોથી અલંકૃત બનીને જવાનું શાસ્ત્રવિધાન છે.
(૩) ખેસ:- પરમાત્મા પાસે ખભે ખેસ પહેરીને જવું જોઈએ. પૂર્વે વ્યવહારમાં પણ ખેસનું ઘણું મહત્ત્વ હતું. શેઠ વગેરે રાજા વગેરેની પાસે જતા ત્યારે ખેસ પહેરીને જતા. જો કે આજે પણ ચોપડાપૂજન વગેરે સમયે ખેસ રાખવામાં આવે છે. પણ નવી પ્રજામાં હવે આ પ્રથા બંધ થવા લાગી છે. દુનિયાના વ્યવહારમાં ખેસ રખાય કે ન રખાય તો પણ પરમાત્મા પાસે તો અવશ્ય ખેસ પહેરીને જવું જોઈએ. એ ખેસ સંપૂર્ણ એક વસ્ત્રનું બનેલું હોવું જોઈએ, સાંધેલું કે જોડેલું હોવું જોઈએ. તથા છેડે મુલાયમ દશીઓવાળું હોવું જોઈએ. જેથી મંદિરમાં બેસવાના સ્થાને તેનાથી જમીન પુંજીને બેસી શકાય.
(૪) અંજલિ - બે હાથ જોડીને લલાટે લગાડવાને અંજલિ. પ્રભુનું દર્શન થતાં જ અંજલિકરીને મસ્તક જરા નમાવીને “નમો જિણાણ” એમ બોલવું જોઈએ. અહીં સ્ત્રીઓએ મર્યાદા સાચવવા બે હાથ ઊંચા કરીને