Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મનહ જિણાણે સઝાય૦ ૧૫
પુસ્થય તિહi-(પુસ્તક તેરવનમ્)-પુસ્તકો લખાવો.
શ્રાવકે ન્યાયોપાર્જિત ધન વડે ધર્મ-સંબંધી “પુસ્તકો લખાવવાં. ઉપલક્ષણથી તે સંઘરવાં અને સુરક્ષિત રાખવાં. તેનાં ફળ સંબંધી કહ્યું છે કે :
"न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडस्वभावम् ।। न चान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्तीह जिनस्य वाक्यम् ॥"
જે મનુષ્યો શ્રીજિનેશ્વર દેવનાં વચનો(આગમો)ને લખાવે છે, તેઓ દુર્ગતિને પામતા નથી, તેમ જ જન્માંતરમાં મૂંગાપણું, જડસ્વભાવ, અંધત્વ કે બુદ્ધિ-હીનતાને પામતા નથી.”
સુશ્રાવકોએ આજ સુધીમાં અઢળક નાણાનું ખર્ચ કરીને ધાર્મિક ગ્રંથો' લખાવ્યા છે તથા તેનો સંગ્રહ કરીને તેને સુરક્ષિત રાખવા માટે ખાસ ભંડારો બનાવેલા છે. આવા ભંડારો પાટણ, અમદાવાદ, ખંભાત, વડોદરા, સુરત, મુંબઈ, લિંબડી, જામનગર (સૌરાષ્ટ્ર), તથા જેસલમેર (મારવાડ) વગેરે સ્થળોએ આજે પણ જોવામાં આવે છે.
આ ભંડારોમાં સંઘરાયેલાં પુસ્તકોને લીધે પ્રાચીન સાહિત્ય આપણા સુધી પહોંચી શક્યું છે અને તે જ પરંપરા ચાલુ રહેતાં ભવિષ્યમાં અનેક પેઢીઓ તેનો લાભ લઈ શકશે. એટલે પુસ્તકો લખાવવાની તથા સુરક્ષિત રાખવાની પ્રવૃત્તિ જ્ઞાન-પૂજાનું એક અનિવાર્ય અંગ હોઈ સુશ્રાવકે તેમાં યથાશક્તિ પ્રવૃત્ત થવાનું છે.
માવUT તિલ્થ (પ્રભાવના તીર્થે)-તીર્થની પ્રભાવના કરવી, ધર્મની જાહોજલાલી વધે તેમ કરવું.
“પ્રભાવના' શબ્દની વિગત માટે જુઓ સૂત્ર ૨૮-૪. અઠ્ઠાપI-(શ્રાદ્ધના)-શ્રાવકોનું. વિશ્વમં-(ઋત્યમ્ પત)-એ કૃત્ય છે, એ કર્તવ્ય છે. વિશ્વ-(નિત્યમ્)-નિત્ય, પ્રતિદિન. સુગુરૂવાલે-(સુગુરૂપવેશન)-સગુરુના ઉપદેશથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org