________________
ર
રો' આ કની પેઢીના ઇતિહાસ આવે ત્યારે, એ આરાધના માટે નક્કી કરવામાં આવેલ બધાં આચારો, વિધિવિધાનો, વ્રતા અને વિધિ-નિષેધના નિયમા આત્મલક્ષી કે મેાક્ષલક્ષી જ હાય, એ સહેજે ફલિત થાય છે.
જૈનધર્મની આવી. મેાક્ષલક્ષી સાધનામાં સમતા એટલે કે સમભાવની સાધનાનુ સ્થાન સર્વોચ્ચ અને સશ્રેષ્ઠ છે.૪ પૂર્ણ સમભાવની જીવનમાં પ્રતિષ્ઠા કર્યા વગર કર્મથી સર્વથા મુક્તિ મેળવવારૂપ મેાક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. આનેા અથ એ થયા કે, જેમ જેમ કર્મોને મળ આછે થતા જાય એટલે કે કર્મોની નિર્જરા થતી જાય, તેમ તેમ સમભાવની પ્રાપ્તિની દિશામાં આગળ વધી શકાય. તેથી જે જે ઉપાયાથી કર્મના ભાર આછે ને આછા થતા જાય, તે ઉપાયને અપનાવવાનો આદેશ ભગવાન તીર્થંકરોએ પ્રરૂપેલ જૈનધર્મે ઠેર ઠેર કરેલા છે.
કર્મીને દૂર કરવાના અને સમભાવની કેળવણી કરવાના ઉપાયામાં સૌથી મહત્ત્વનું સ્થાન પ્રાણાતિપાતવિરમણવ્રત એટલે કે અહિંસાને આપવામાં આવ્યું છે; અને અહિંસાની ખીજી બાજુ તે કરુણા. જૈનધર્મે વિશ્વના બધાય જીવા સાથે મૈત્રીભાવ કેળવવાના અને કાઈ પણ જીવ પ્રત્યે વ-વિરોધ નહી રાખવાના ’જે ઉદાત્ત આદેશ આપ્યા છે તે, અહિ'સા અને કરુણાના આચરણથી જ જીવનવ્યવહાર સાથે એકરૂપ થઈ ને સાધકને સમભાવ મેળવવાની દિશામાં આગળ લઈ જાય છે. અને અહિ'સાવ્રતનુ પરિપૂર્ણ પાલન કરવું' હોય તા મૃષાવાદવિરમણુ, અદત્તાદાનવિરમણુ, મૈથુનવિરમણુ અને પંરિગ્રહપરિમાણુ ( સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) એ ચારે તેાનુ પાલન અનિવાય અની જાય છે. અર્થાત્ અહિંસાવ્રતના સપૂર્ણ પાલનમાં આ ચારે વ્રતાના પાલનના સમાવેશ થઈ જાય છે. તેથી આ ચાર ત્રતાના પાલનમાં જે કંઈ ઊણપ રહે, તેટલી ઊણપ અહિંસાવ્રતના પાલનમાં રહેવાની,
જૈનધર્મના પ્રરૂપકાએ વિશ્વમૈત્રીની ભાવનાને અને સમભાવને કેળવવાના ઉપાય તરીકે અહિંસાનું મહત્ત્વ સમજાવીને જ સ ંતોષ ન માનતાં, અહિંસાની સાધના કેવી રીતે થઈ શકે એને વ્યવહારુ ઉપાય પણ સમજાવ્યા છે. આ ઉપાય છે સયમ અને તપના માર્ગ અપનાવવાનો. સંચમ દ્વારા ઇંદ્રિય-સુખાપભાગની વિલાસી વૃત્તિ ઉપર કાબૂ મેળવી શકાય છે; અને ખાદ્ય અને આભ્યંતર તપ દ્વારા ચિત્તની ચંચળતા અને કર્મોની સત્તા ઉપર વિજય મેળવી શકાય છે. એટલા માટે તેા અહિંસા, સયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલરૂપ ગણવામાં આવેલ છે.
સંક્ષેપમાં, જૈન સાધનાના ક્રમ આ પ્રમાણે નિરૂપી શકાય : કર્મીના સ`પૂર્ણ ક્ષયરૂપ માક્ષને માટે પૂરા સમભાવ કેળવવા જોઈએ. આ સમભાવ એટલે વિશ્વના બધા જીવા માટે મૈત્રીભાવ, સમભાવ કે મૈત્રીભાવ પૂર્ણ અહિંસા અને કરુણાથી મેળવી શકાય. અને અહિંસાની ભાવનાને જીવન સાથે વણી લેવા માટે સયમ અને તપના આશ્રય લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org