________________
શેડ આ કની પેઢીના ઇતિહાસ આ સમાધાન થયા પછી રખાપાની વાર્ષિક રૂ. ૬૦,૦૦] ની રકમ, નિયમિત રીતે અને વખતસર, પાલીતાણાના દરખારશ્રીને ચૂકવી શકાય એટલા માટે અમદાવાદ તથા મુ.બઈમાંથી એટલી રકમનું ફંડ એકત્ર કરવામાં આવ્યુ` હતુ` કે જેના વ્યાજમાંથી રખેાપાની રકમની ચૂકવણી કરી શકાય અને એ માટે પેઢોને કે શ્રીસ'ધને ખીજી કશી ચિંતા કરવાની જરૂર ન રહે.
૨૪૪
રખેાપાની રકમની માફી
સને ૧૯૪૮ માં ભારતનાં દેશી રાજ્યેા સ્વતંત્ર ભારતમાં ભળી ગયાં અને એ જ અરસામાં સૌરાષ્ટ્ર સરકારની રચના થઈ, એટલે એ સરકારના પહેલા મુખ્ય પ્રધાન શ્રી ઉછરંગભાઈ ઢેબરે રખાષાની આ રકમ લેવાનું બંધ કર્યુ. એટલે પછી શત્રુ જયની યાત્રા ઉપર કાઈ પણ જાતના સરકારી લાગા, કર કે હકરૂપે પ્રતિબંધ રહેવા ન પામ્યા. અને આ મહાતીની યાત્રા સર્વથા કરમુક્ત બની ગઈ.
હવે જ્યારે રખાપા નિમિત્તે કોઈ પણ જાતની રકમ સરકારને નિયમિત રીતે ભરવાની ન રહી એટલે પછી વાર્ષિક રૂ. ૬૦,૦૦] ની વ્યાજની ઊપજ માટે જે ભડાળ એકત્ર કરવામાં આવ્યું હતું તેને, સ્વતંત્ર જુદા ફૅડરૂપે ન રાખતાં, પેઢી હસ્તકના સાધારણ ખાતાની રકમ સાથે ભેળવી દેવામાં આવ્યું,
આ રીતે શ્રી શત્રુ ંજય મહાતીર્થના રખાપા અંગે પાલીતાણા રાજ્ય સાથે કુલ જે પાંચ કરાર થયા હતા, તેની વિગતે પૂરી થઈ અને છેલ્લા રખાપાના કરારના અંત સાથે આ આખું પ્રકરણ પણ પૂરુ થાય છે. આમ છતાં, એ પૂરુ' કરતાં પહેલાં, એ મહત્ત્વની ખાખતા અહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી હેાવાથી, તેના નિર્દેશ પણ અહી' કરવા જોઈ એ, જે નીચે પ્રમાણે છે
(૧) જ્યારે અંબાજી, દ્વારકા, આબુ-દેલવાડા વગેરે તીર્થસ્થાનેામાં યાત્રિકા પાસેથી મુંડકાવેરા વસૂલ કરવામાં આવતા હતા અને પાલીતાણા રાજ્ય તરફથી પેાતાને શત્રુજયના યાત્રિકા પાસેથી મુ`ડકાવેરા ઉઘરાવવાની અનુમતિ આપવાની માગણીના સમર્થનમાં
આ દાખલાએ ભારપૂર્વક રજૂ કરવામાં પણુ આવતા હતા, ત્યારે પણ શત્રુંજયના યાત્રિકા, કેટલાંક વર્ષોનાં અપવાદને બાદ કરતાં, મોટા ભાગના સમય માટે, મુડકાવેરાની કનડગતમાંથી મુક્ત રહી શકયા હતા અને પાલીતાણા રાજ્યને રખાપાની વાર્ષિક બાંધી રકમ લેવાની ગેાઠવણથી જ સતેાષ માનવા પડ્યો હતા, તે ખીના આ ખાખતમાં પેઢી કેટલી જાગૃત અને પ્રયત્નશીલ રહેતી હતી અને એના સંચાલકે તથા અન્ય જૈન આગેવાના પણુ બ્રિટીશ હકૂમતમાં કેટલા પ્રભાવ ધરાવતા હતા, એવું સૂચન કરે છે. સાથે સાથે એટલું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org