________________
પાલીતાણા ૨ાજ્ય સાથે થયેલા રખેપાના કરારે
૩૧૯ આપી હતી, તે ઉપરથી એ સ્પષ્ટ જોઈ શકાતું હતું કે, તેઓ જૈન સંઘ પ્રત્યે કેવી કઠોરતાની અને પાલીતાણાના દરબારશ્રી પ્રત્યે કેવી કુણશની લાગણી ધરાવતા હતા. આ બીના એમના તટસ્થ નહીં પણ એકતરફી વલણની જ સાક્ષી પૂરતી હતી. પણ એમનું આવું જૈન સંઘ વિરોધી વલણ અને વર્તન જૈન સંધને માટે. આડકતરી રીતે, એવું લાભકારક પુરવાર થયું હતું કે, એથી જૈન સંઘના યાત્રા-બહિષ્કારના પગલાને અને એ માટેની એકતા તથા દૃઢતાને ઘણું જ બળ મળ્યું હતું.
જન સંઘે આપમેળે સ્વીકારેલ યાત્રા-ત્યાગ કે અસરકારક હતું, એ જાણવાનું એક સબળ સાધન તળાટીમાં યાત્રિકોને આપવામાં આવતા ભાતા સંબંધી તથા બીજી માહિતી મેળવવાનું હતું. એટલે પેઢીએ અમદાવાદથી આ અંગે જે પૂછપરછ કરી હતી, તેને જે જવાબ ભાતા ખાતાના ગુમાસ્તા તથા પેઢીના મુનીમ તરફથી મળ્યો હતો, તે નીચે મુજબ હતો
“શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી “પાલીતાણું તા. ૧૭–૩–૧૯૨૬
“શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણુજી
પાલીતાણા આ “વિ. વિ. તલાટીએ ભાતું વેશનાર ગું. છગનલાલ આણંદજીની નમ્રતાપુર્વક અરજ છે કે આજ રોજ તલાટીએ ભાતું લઈ જતા જાત્રાળું નહીં હોવાથી ભાતું વપરાણું નથી એ જ વીનંતી. તા. ૧૫-૭–૨૬, અશોડ સુદ ૫ ગરૂવાર.
“દ. ગુ. છગનલાલ આણંદજી” “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી “પાલીતાણું તા. ૧૭–-૧૮૨૬
“શેઠ આણંદજી કલ્યાણજી
અમદાવાદ
વી. વી. કે શ્રી. ૫. શેત્રુંજય ડુંગર ઉપર રામપોળની બારીએ ત્થા બાવળવાળા કુડે દરબાર તરફથી જે રાવટીઓ ઉભી કરી હતી તે આજ રોજ નીચે ઉતારી લઈ ગયેલા છે. રામપોળની બારીએ ત્થા ઈંગારશા પીરની બારીએ પાસ જેનાર દરબારી માણસ બેઠા નથી. રામપોળની બારી બહાર હનુમાન ધારાથી ઉગમણી બાજુએ છે. દરબારી છાપરૂ છે. તે ઠેકાણે દરબારી કારકુન જીલુભા નામે છે તેમના સિવાય બીજે કાઈ નથી.
-
“આજે સાંજના છ વાગ્યા સુધીની ઉપર પ્રમાણે હકીક્ત છે. એજ વિનંતી. તે. સદર
હરિલાલ કી. મહેતા મુનીમ પાલીતાણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org