Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 377
________________ રોડ આ કની પેઢીના ઇતિહાસ આબૂમાં મુલાકાત અને મિ, વેટસનના ફેસલે પેઢી તરફથી પેાતાને જવાબ મળ્યા પછી મિ. વેટસને પાલીતાણાના દરખારશ્રીના પ્રતિનિધિ તથા જૈન સંઘના પ્રતિનિધિઓને, આખૂમાં સરકીટ હાઉસમાં, તા. ૨૧-૬-૧૯૨૬ ના રાજ, મુલાકાત આપીને બંનેને પોતપોતાની અરજીઓના સમર્થનમાં જે કંઈ કહેવાનું હતું તે રજૂ કરવાની તક આપી હતી. આ પછી, તા. ૧૨-૭–૧૯૨૬ના રાજ, મિ. વેટસને આ બાબતમાં પોતાના સવિસ્તર ફેસલા આપ્યા હતા અને એ ફેંસલામાં ખાસ જોગવાઈ એ કરવામાં આવી હતી કે, જૈન સહધે, દસ વર્ષ સુધી, પાલીતાણા રાજ્યને વાર્ષિક રૂપિયા એક લાખ આપવા અને દસ વર્ષ બાદ, કેવી પરિસ્થિતિ થશે અથવા કયા પક્ષે શું કરવું અથવા તેા મહાસત્તાએ (બ્રિટીશ હકૂમતે) એમાં ફેરફાર કરવા દરમ્યાનગીરી કરવી કે કે નહીં, એ અ’ગે કોઈ પણ જાતના નિર્દેશ કર્યા સિવાય, પાલીતાણા રાજ્યને, કલ કીટીજે આપેલા ફે’સલા મુજબ, યાત્રિકા પાસેથી મુંડકાવેરા ઉધરાવવાની છૂટ આપી હતી. જૈન સઘના રાષ ૧૮ આવા ફૈસલા જૈન સંઘને માન્ય બને એ કાઈ રીતે શકય ન હતું, એટલે ફેંસલાની સામે ઉગ્ર રાષની લાગણી જૈન સંધમાં વધારે વ્યાપક બની. પરિણામે યાત્રા-બહિષ્કારની લડત પણ મક્કમતાવાળી બની, વોટસન પેાતાના શબ્દો પાછા ખેચે છે મિ. વાટસને પેાતાના આ ફે'સલાના ચોથા પેરેગ્રાફમાં, જૈન સમાજના પૈસાથી પ્રભાવિત થઈને વર્તમાનપત્રોએ જેનાની તરફેણમાં પેાતાના સાથ અને સહકાર આપ્યા હતા તે અંગે, આ પ્રમાણે આક્ષેપ કર્યો હતા—‹ subsidised presumably by the wealth which distinguishes the Jains an intensive propaganda in their interests has been carried on in several newspapers disigned to prejudice the issues and to bring press upon the British authorities who have to decide the question. અ. જૈનાને વિશિષ્ટતા અપાવતી એમની સંપત્તિથી, માના કે પૂરક સહાય મેળવીને, કેટલાંય વમાનપત્રોએ તેઓની તરફેણમાં જે ઘનિષ્ટ પ્રચારકાર્ય હાથ ધર્યું હતું, તેના હેતુ જેમને આ પ્રશ્નના નિવેડા લાવવાના છે, તે બ્રિટીશ હકૂમત ઉપર દબાણ લાવવા માટેના મુદ્દા અંગે પૂર્વ ગ્રહ ઊભા કરવાના હતા. ’ પણ પછી એમને પેાતાના આ આક્ષેપનુ ગેરવાજખીપણુ. સમજાયુ. હાય એમ, એમણે પોતાના હુકમના ચોથા પેરેગ્રાફમાંના ઉપર ટાંકેલ વિધાનમાંથી "subsidised presumably by the wealth which distinguishes the Jains ' એ શબ્દો કમી કર્યાની જાહેરાત કાઠિયાવાડના એક્ટિંગ એજન્ટ ટુ ધી ગવર્નીર જનરલ લેફ્ટનન્ટ કલ એ. ડી. મેક`નની સહીથી કરાવી હતી, એ ઉપરથી લાગે છે. મિ. સી. સી. વેટસનને પાછા ખેંચી લેવા પડેલા આ શબ્દો પણ એમને જૈના પ્રત્યે કેવા અણગમા હતા એનું સૂચન કરે છે. અને વચગાળાના હુકમમાં તથા પેાતાના ફેંસલામાં એમણે જૈન સંઘને જે આદેશ આપ્યા હતા અને પાલીતાણાના દરબારશ્રીને, એમની માગણી મુજબ વર્તવાની જે માકળાશ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405