Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 383
________________ ફરકે શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ “૧. શ્રી શત્રુંજયના સંબંધમાં વેસ્ટર્ન ઈન્ડીઆ સ્ટેટસ એજન્સીના નામદાર ગવર્નર જનરલના એજન્ટ સાહેબે તા. ૧૨-૯-૧૯૨૬ ના રોજ આપેલ ચુકાદાથી જેના કામમાં ભારે દુઃખ અને અસંતેશ ફેલાયા છે કારણ કે તે ચુકાદો જૈન કેમના પરાપૂર્વથી સ્થાપિત અને માન્ય થયેલા હકેને તદ્દન ડુબાવનાર છે. અને તેથી સમગ્ર હીંદના જેન કેમના પ્રતિનિધિઓની આ સભા તે સામે પોતાને સખ્ત વિરોધ જાહેર કરે છે. અને તે ચુકાદે જૈન કેમને માન્ય નથી એમ જણાવે છે. ૨. આ સભા શેઠ આણંદજી કલ્યાણજીને આગ્રહ કરે છે કે તેમણે દરેક જૈનને ફરમાવવું કે જ્યાં સુધી આપણને આ રખેપાના સવાલ તેમજ પવિત્ર શત્રુંજયની બીજી ચાલતી તકરારના સબંધમાં પુરતે અને સંતોષકારક ન્યાય ન મળે ત્યાં સુધી કોઈ પણ જૈને પાલીતાણે યાત્રાએ જવું નહિ અને વધુમાં દરેક સંધને સુચવવું કે શ્રીસંઘની આ આજ્ઞાને ચુસ્ત રીતે અમલ કરાવવો. ૩, આ સભા સંવત ૧૯૮૨ ના શ્રાવણ સુદ ૭ ને રવિવાર તા. ૧૫-૮-૨૬ ને દીવસ આખા હિંદુસ્તાનમાં જેનોને માટે શાકને દીવસ જાહેર કરે છે. અને જેને તે દિવસે તપશ્ચર્યા કરવી, સભાઓ બેલાવવી અને શત્રુંજય સબંધી હાલની પરિસ્થીતિ સમજાવવી એમ ભલામણ કરે છે. ૪. આખા ભારતવર્ષમાં જેનોએ જે ઐક્ય અને આત્મસંયમ બતાવ્યા છે તે પ્રશંસાપાત્ર છે. અને આ સભા આશા રાખે છે કે આપણામાં ધર્મસંકટ અને મહાન કસોટીના સમયમાં તેવી જ રીતે ઐકય અને આત્મસંયમ છેવટ સુધી જાળવશે. પ. સર્વ પુજ્ય મુનિ મહારાજે તથા સાથીજી મહારાજને આ સભા વિનતિ કરે છે કે તેમણે પાલીતાણે યાત્રાએ ન જવા સર્વ જૈનને ઉપદેશ આપવો. . આ સભામાં થયેલ ઠરાવો પૈકી સંબંધ કરતા ઠરાવ મુંબાઈના નામદાર ગવર્નર સાહેબને ત્યા નામદાર વાયસરોય સાહેબ અને નામદાર સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇડીયાને મોકલાવવાની આ સભા શ્રીમાન પ્રમુખ સાહેબને સત્તા આપે છે. ૭. શ્રીમાન પ્રમુખ સાહેબે શાંતી અને કાર્યકુશળતાથી આજની સભાનું કાર્ય સંતોષકારક રીતે બજાવ્યું છે તે માટે આ સભા તેમને ઉપકાર માને છે.” ઉપરના તમામ ઠરાવે સર્વાનુમતે પસાર થયા હતા. શ્રીમાન પ્રમુખ સાહેબે જણાવ્યું કે દેશાવરથી પધારેલા સદ્ગુહાએ જે શ્રમ લીધો છે અને વખતનો ભોગ આપે છે તેમને માટે શેઠ આણંદજી કલ્યાણજીની કમીટી અને શ્રી અમદાવાદના સંધ તરથી અને મારી પોતાની તરફથી તેમનો આભાર માનવામાં આવે છે તેમ જ અહીંના સ્વયંસેવકે તરફથી શ્રીસંઘની વખતોવખત સારી સેવા બજાવાય છે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. લડતમાં વેગ આ સભા પછી યાત્રા-ત્યાગની લડત વધારે મજબૂત બની હતી અને શ્રીસંઘમાં આ લડતને સફળ બનાવવાનું એક પ્રકારનું પ્રેરક વાતાવરણ ઊભું થયું હતું. આ સભા સંબંધી કાર્યવાહીના અનુસંધાનમાં એ જાણવું ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405