Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 394
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ઉ૫ Approach to agency against Thakore Sahebs executive orders secured. Sum fixed sixty thousand for thirthy five years. Yatra ofens first June. Inform all." અથ–“આજે, નામદાર ઈસરોયની હાજરીમાં, સમાધાન પર સહી-સિક્કા થઈ ગયા છે, મિલકતના હકકો મેળવી લેવામાં આવ્યા છે. ઠાકોર સાહેબના અમલ કરવાના આદેશાની સામે એજન્સી પાસે પહોંચવાનો અધિકાર મેળવ્યો છે. રકમ ૩૫ વર્ષ માટે વાર્ષિક રૂપિયા સાઈઠ હજાર નકકી કરવામાં આવેલ છે. યાત્રા ૧ લી જૂને ખૂલે છે. બધાને ખબર આપશે.” આ જ રીતે સિમલાથી શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈએ પણ પેઢીની પાલીતાણું શાખાને નીચે મુજબ તાર કરીને સમાધાનના સમાચાર આપ્યા હતા "All our matters settled amicably. Yatra will probably open first June. Perticulars posted.” અથ–બધાં મુદ્દાઓ અંગે સુલેહભર્યું સમાધાન કરવામાં આવ્યું છે અને યાત્રા, ઘણે ભાગે, પહેલી જૂને ઉઘડશે. વિગતે ટપાલમાં રવાના કરી છે.” આ તાર મળ્યા પછી પાલીતાણામાં હર્ષ અને ઉલ્લાસનું કેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું, તે પાલીતાણ પેઢીના મુનીમ શ્રી હરિલાલ કી. મહેતાને તા. ર૬-પ-૨૮ ના અમદાવાદની પેઢી ઉપરના કાગળમાંના નીચે મુજબના ઉદ્દગારોથી જાણી શકાય છે... . આ પ્રમાણે તાર અમને મળે છે જે વાંચી અનહદ ખુશી થઈ છે. જેવો તારવાળે તાર આપવા આભે તેવી જ વાત બધે પ્રસરવા માંડી અને ટોળેટોળા આપણી પેઢી ઉપર ખબર કાઢવા આવ્યા. વાત જાહેર થઈ અને અહીંના મહાજનના આગેવાનો. બારોટો થા બીજા ઘણા માણસો પેઢી આવ્યા અને ખુશાલીમાં સાકર વહેચી ગળ્યાં મેં કરાવ્યા તથા ગામને દેરે આંગી રચાવી છે.” આ સમાધાનની છેટલી વાટાઘાટે વખતે સમાધાન સમિતિના એક સભ્ય અને પેઢીના વહીવટદાર પ્રતિનિધિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પરદેશ ગયેલા હતા. એમને જ્યારે આ સમાધાનના સમાચાર મળ્યા ત્યારે એમણે, પેરીસથી, તા. ૨૯-૫-૧૯૨૮ ના રોજ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ ઉપર નીચે મુજબ તાર કર્યો હત– “Please tender my congratulations to Shrisangh for their firm stand which mainly contributed to satisfactory settlement.” અથS--“મહેરબાની કરીને સમસ્ત શ્રીસંઘને મારાં અભિનંદન આપશે, કે જેમના મક્કમ વલણે સંતોષકારક સમાધાન સાધવામાં મુખ્યત્વે ફાળો આપે છે.” આમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ યાત્રા-બહિષ્કારની લડતની સફળતાને યશ સમસ્ત શ્રીસંઘને આપે છે તે તેમની વિવેકદષ્ટિનું સૂચન કરે છે, એ કહેવાની જરૂર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405