Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 396
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર ૩૩૭ અથ–“પ્રતિ, નેક નામદાર ઠાકોર સાહેબ, પાલીતાણા, આપણી વચ્ચે લાંબા વખત સુધી ચાલેલ ઝઘડાઓનું આપણને બંનેને સંતોષ થાય એવું સુલેહભર્યું સમાધાન કરાવવામાં આપશ્રીએ જે ઉદારતાની ભાવના દર્શાવી છે, તે માટે અમે આપના ખૂબ આભારી છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે એવી જ ઉદારતાની ભાવના આપણા ભવિષ્યના સંબંધોમાં પણ ચાલુ રહેશે. શ્રીસંઘ, 2) યાત્રાનો મંગળ પ્રારંભ ઓચ્છવ રંગ વધામણું ગિરિરાજને નામે આ યાત્રાને મંગળ પ્રારંભ પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબના હાથે થવાને હવા અંગેની જાહેરાત, પેઢી તરફથી, તા. ૨૮-૫-૧૯૨૮ ના રોજ, નીચે મુજબ કરીને સર્વત્ર એની જાણ કરવામાં આવી હતી અમદાવાદ તા. ૨૮-૫-૧૯૨૮ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જણાવવાનું કે શ્રી શત્રુંજયની બાબતમાં સંતોષકારક સમાધાની થઈ ગઈ છે તે જાણી આપ સર્વે ભાઈઓને હર્ષ થશે. આ સમાધાની પ્રમાણે શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧ જન સને ૧૯૨૮ ના દીવસે ખેલવાની છે. આપણી વિનંતિથી પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ એ શુભ કિયા તે દીવસે કરશે તેથી હવે સર્વ ભાઈએ પાલીતાણે જાત્રા કરવા સારૂ પધારશો. “ઉપરની ખબર આપના ગામમાં તથા આજુબાજુના ગામમાં આપશે. (સહી) ભગુભાઈ ચુનીલાલ “વહીવટદાર પ્રતિનિધિ” - આ જાહેરાતને સમસ્ત શ્રીસંઘે ખૂબ આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધી હતી; અને, દૂરથી તેમ જ નજીકથી, યાત્રા શરૂ થવાના મંગળ પ્રસંગે હાજર રહેવા માટે, સંખ્યાબંધ ભાવિકો સજજ થઈ ગયા હતા. અને તેઓ પાલીતાણું સમયસર અને સુખરૂપ પહોંચી શકે એ માટે, મુંબઈ, અમદાવાદ તથા અન્ય સ્થાનેથી રેવેની જરૂરી સગવડ સહેલાઈથી મળી જાય એવી ગોઠવણ તત્કાલ કરવામાં આવી હતી. આથી, તા. ૩૧-૫-૧૯૨૮ ના રોજ, પાલીતાણુ શહેરમાં જાણે માનવ-મહેરામણું હિલોળા લેવા હતો. આ પ્રસંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ પણ સમયસર પાલીતાણું પહેાંચી ગયા હતા. પરંતુ પેઢીના તે વખતના પ્રમુખ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણીભાઈ એ પ્રસંગે હાજર રહી શક્યા ન હતા. એટલે એમણે પાલીતાણાના નામદાર ઠાકોર સાહેબ ઉપર એક તાર કરીને પિતે આ પ્રસંગે હાજર રહી શકે એમ નથી એ માટે ક્ષમા માગી હતી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના તેમ જ જૈન સંઘના અન્ય આગેવાને મળીને આશરે પંદરેક વ્યક્તિઓના ઉતારાની વ્યવસ્થા કરવા દરબારશ્રીને વિનતિ કરી હતી. અગાઉ જાહેર થયા મુજબ, તા. ૧-૬–૧૯૨૮, વિ. સં. ૧૯૮૪, જેઠ સુદ તેરસ ને શુક્રવારના ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405