________________
૩૩૦
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ બધુઓને સમજાવવું અને યાત્રાત્યાગમાં મક્કમ રહેવા ઠરાવ કરવા તેમ જ તે દિવસે અાજે (પાખી ) પાળી સર્વ ભાઈઓ અને બહેનોએ પિતાથી બનતા તપ સંયમ આદરવાને પ્રબન્ધ કરો.
આપના તરફથી જે ઠરાવો કરવામાં આવે તે અત્રે જણાવતાં તેને યોગ્ય જાહેરાત આપી લાગતાવળગતા સ્થળે મોકલવા ગોઠવણ કરશે. તા. સદર
કસ્તુરભાઈ લાલભાઈ
ટીપ ૧. યાત્રાત્યાગમાં મમ રહેવા બાબતને કરાવ નીચેના સ્થળેએ એકલશે:૧. મે. વેસ્ટર્ન ઈન્ડીઆ ટસના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબ, મુ. માઉન્ટ આબુ. ૨. નામદાર વાઈસરોય સાહેબના પ્રાઈવેટ સેક્રેટરી સાહેબ, મુ. દીલ્હી. “૩. નામદાર વાઈસરોય સાહેબના પિલીટીકલ સેક્રેટરી સાહેબ, મુ-દીલ્હી
“૪. પિતાના પ્રાંતના એડમીનીસ્ટ્રેટીવ હેડ એટલે કે ગવર્નર સાહેબ, લેફ્ટનન્ટ ગવર્નર સાહેબ અને દેશી સ્વસ્થાનમાં મે. પોલીટીકલ એજન્ટ સાહેબ અગર રેસીડન્ટ સાહેબ.
૨. મુનિ મહારાજે સાહેબ ઉપરને આ સાથે પત્ર આપને ત્યાં બીરાજતા મુનિ મહારાજના નામ તેમાં લખી તેઓ સાહેબને આપશે,
૩. જે જે કરા થાય તે તમામની નક્કે જાહેર છાપામાં મોકલતાં એકેક પ્રત અમારા તરફ મોકલશે.”
યાત્રાત્યાગના ત્રીજા વર્ષના પ્રવેશના પ્રસંગની ઉજવણી આ બાબતમાં જૈન સંઘને વિશેષ જાગૃત કરવાની દૃષ્ટિએ કરવામાં આવેલી. શેઠ આણંદજી કલ્યાણજની પેઢીની આ જાહેરાતને મુંબઈની શ્રી જેને શ્વેતાંબર કોન્ફરન્સ પણ, તા. ૨૧-૩-૧૯૨૮ ના રોજ, એક ખાસ પત્રિકા પ્રગટ કરીને વધાવી લીધી હતી. આ પત્રિકા કોન્ફરન્સના બે એકટીંગ રેસીડેન્ટ જનરલ સેક્રેટરીઓ (૧) શેઠ શ્રી નગીનદાસ કરમચંદ અને (૨) શ્રી ચીનુભાઈ લાલભાઈ શેઠની તેમ જ શ્રી શત્રુંજય પ્રચાર કાર્ય સમિતિના છ સભ્ય (૧) શ્રી બાબુ કીર્તિપ્રસાદજી જૈન, (૨) શ્રી મણીલાલ વલભજી ઠારી, (૩) શ્રી મણીલાલ ખુશાલચંદ પરી, (૪) શ્રી દયાલચંદજી જોહરી, (૫) શ્રી હીરાલાલજી સુરાણું અને (૬) શ્રી પોપટલાલ રામચંદ્ર શાહ એમ આઠ અગ્રણીઓની સહીથી પ્રગટ કરવામાં આવી હતી, અને જૈન સંઘને ઉદ્દેશીને એમાં મુખ્યત્વે હાકલ કરવામાં આવી હતી કે--
“મહાન પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય સંબંધમાં જૈન કેમને થએલ મહા અન્યાય. શ્રી શત્રુંજયની યાત્રાત્યાગના ત્રીજા વર્ષને આરંભ. સકલ જૈન કેમનું મહાન કર્તવ્ય : યાત્રાત્યાગમાં મક્કમ દૃઢતા રાખે. અખિલ ભારતની જૈન કેમને નમ્ર વિજ્ઞપ્તિ ... ... જ્યાં સુધી આ મહાતીર્થને અંગે ન્યાયી અને સંતોષકારક પરિણામ મેળવી શકીએ નહીં ત્યાં સુધી મકકમતાથી યાત્રાત્યાગ ચાલુ રાખવો જોઈએ. તેમાં જ આપણો જય છે, અને આપણે પરમ તીર્થને ઉદ્ધાર છે. ... ... ... ... ...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org