Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 390
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર આ સહીઓમાં શ્રી મણિલાલ કોઠારીની પણ સહી છે. તેઓ તે વખતે ગાંધીજીની અહિંસક લડતના સૌરાષ્ટ્રના એક અગ્રણી હતા. આ બંને પરિપત્રોની અસર ખૂબ આવકારદાયક અને પ્રેરણાદાયક થઈ હતી. દેશમાં સર્વત્ર સમસ્ત શ્રીસંઘે યાત્રા-બહિષ્ક રને ત્રીજા વર્ષના પ્રવેશદિનને (તા. ૧-૪-૧૯૨૮ ના દિનને) ખૂબ ભાવનાપૂર્વક ઊજવ્યો હતો અને જાતજાતના ઠરાવ કરીને સ્થળે મોકલી આપ્યા હતા, તેમ જ તપસ્યાઓ પણ કરી હતી. બહિષ્કાર ચાલુ હોવાની જાહેરાત યાત્રા બહિષ્કારની લડત એ જેનેએ શરૂ કરેલ એક ધર્મયુદ્ધ જ હતું, એટલે ગેરસમજ, અફવાઓ કે બેટા પ્રચારને કારણે એમાં લેશ પણ શિથિલતા આવવા ન પામે એ માટે શ્રી સંધને સતત જાગ્રત રાખવાની તાતી જરૂર હતી. એટલે જ્યારે પણ આવું કંઈ ધ્યાનમાં આવે ત્યારે એનું સત્વર પરિમાર્જન કરવું અનિવાર્ય બની જતું હતું. આ લડત દરમ્યાન પાલીતાણું રાજ્યને, પાલીતાણું રાજ્યની પ્રજાને તેમ જ ખાસ કરીને પાલીતાણા શહેરના વતનીઓને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડયું હતું. એટલે પ્રજા તે એમ જ ઈચ્છતી હતી કે આ ઝઘડાને સત્વર અંત આવે. આવી જ કઈ વૃત્તિથી પ્રેરાઈને વગરની જાહેરાત કરવામાં આવી હતી કે હવે યાત્રા છૂટી થાય છે. આવી કઈ યાત્રા-બંધી ઊઠી જવાની અને યાત્રા શરૂ થવાની અફવા એટલા મોટા પ્રમાણમાં પ્રચલિત થઈ ગઈ હતી કે, શેઠ આણંદજી કલ્યાણજીની પાલીતાણા શાખાને પેઢીના મુખ્ય કાર્યાલયને, તા. ૨૨-૩-૧૯૨૮ ના રોજ, આ પ્રમાણે પત્ર લખીને, આને ખુલાસે પુછાવવાની ત્યાંના મુનીમ શ્રી હરિલાલ કી. મહેતાને ફરજ પડી હતી– “વિ. વિ. કે અહીં એવી અફવા ચાલી છે કે રોપાની રકમ નક્કી થઈ ગઈ છે અને તે ત્રીસ હજારથી પચીસ હજારની વચમાં છે અને નામદાર ઠાકોર સાહેબની સાલગીરા તા. ૨૬-૩-૨૮ એટલે ચૈત્ર સુદ ૫ ના રોજ આવે છે, તે પ્રસંગે, દર સાલના રિવાજ મુજબ, દરબાર ભરાશે તે વખતે તે વાત જાહેર થશે અને યાત્રા ખુલશે. “આ અફવામાં અમને કોઈ વજુદ જણાતું નથી. વળી આમાં કાંઈ સત્ય હેય તે કાંઈ પણ જાતને ઈશારે અમને આપની તરફથી પણ મળે જ, હું ધારું છું કે પ્રથમ જેમ દરબારે યાત્રાળુઓને અહીં આવવા લલચાવવા જેમ જાહેરાત - માફીની આપી હતી, એવા રૂપમાં આ સાલગીરાના દરબાર વખતે કદાપી એવી કાંઈ જાહેરાત આપે. પરંતુ આજ સુધી એ સંબંધિ અમારા જાણવામાં કાંઈ આવ્યું નથી.” એટલે આ અફવાને ઊગતી જ દાબી દેવા માટે પેઢી તરફથી તરત જ નીચે મુજબ જાહેરાત જન - સંઘમાં પ્રસારિત કરવામાં આવી હતી જાહેર ખબર શ્રી પવિત્ર શત્રુંજયની તકરારોનું સ્વ. પાલીતાણા સાથે સમાધાન થયું છે અને યાત્રા ખુલ્લી છે એમ કેઈના તરફથી અફવા ફેલાવવામાં આવ્યાનું જાણવામાં આવતાં આથી સર્વ જૈન ભાઈઓ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405