Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 391
________________ ફિકર શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ બહેનોને જણાવવામાં આવે છે કે તે અફવા તદ્દન બીનપાયાદાર અને ખોટી છે. હજી તેવું કશું સમધાન થયું નથી અને તેથી જ્યાં સુધી સંતોષકારક સમાધાન ન થાય ત્યાં સુધી યાત્રાત્યાગમાં મક્કમ રહેવું ખાસ જરૂરનું છે. “શેઠ આણંદજી કલ્યાણજીની ઓફીસ. “પ્રતાપસિંહ મેહલાલભાઈ “અમદાવાદ, તા. ૨૩-૩-૨૮ વળી આ અરસામાં જ અમદાવાદના શ્રી જૈન રવયંસેવક મંડળ તરફથી પણ, તા. ૨૨-૩-૧૯૨૮ ના રેજ, નીચે મુજબ એક પત્રિકા પ્રગટ કરીને, જૈન સંઘને, આવી બિનપાયાદાર વાતને સાચી નહીં માનવાની ચેતવણી આપવામાં આવી હતી– સાવચેત રહેજે “સાવચેત રહેજે “ જાહેર સુચના બીનપાયાદાર અફવા “સ જૈન ભાઈઓને સુચના આપવામાં આવે છે કે આજ રાત્રે શ્રી શત્રુંજયની યાત્રા ઉઘડયાની અફવા સારા શહેરમાં ચાલી રહી છે પણ તે બીનપાયાદાર છે. તેવા કેઈ પણ જાતના સત્તાવાર સમાચાર શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અત્યાર સુધી મલ્યા નથી. માટે જ્યાં સુધી શ્રીમાન શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી સત્તાવાર યાત્રા ખુલી થવાના સમાચાર લેખીત પ્રસિદ્ધ ના થાય ત્યાં સુધી કેઈએ યાત્રાએ જવું નહિ. અને યાત્રાત્યાગના ઠરાવનું મક્કમતાથી રક્ષણ કરવું.” - આ વખતમાં સમાધાન અંગેની અફવા કેટલી વ્યાપક બની હતી, તે મુંબઈના શ્રી કેશરીમલજી કિશનલાલજી બાગડિયાના, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ ઉપરના, તા. ૨૮-૩-૧૯૨૮ ના પત્રમાંના નીચેના લખાણ ઉપરથી પણ જાણી શકાય છે. “ગઈ કાલે સવારમાં જવેરી બજારના દહેરે પુજા કરવા ગયો ત્યાં ... .. જે એક સારા વગદાર માણસ છે, તેઓ કેટલાક બીજા માણસો આગળ ઉપરની બાબતમાં નીચેની મતલબને સ્ટેટમેન્ટ કરતા. હતા: શત્રુંજયને વાંધાને નીકાલ, પાલીતાણું ઠાકર સાવ સાથે, ખાનગી મેલે થઈ ચુકયું છે અને તહનામા ને કાચ ખરડો પક્ષકારોની સમ્મતિથી તૈયાર કરી તેના ઉપર બન્ને તરફના પ્રતિનિધિઓએ સહી મુકી છે, તેમાં હવે પછીના ૪૦ વરસ માટેના જુના ધોરણ મુજબના કેલ કરાર કરવામાં આવ્યા છે અને વાર્ષિક રૂ. ૫૦૦૦૦૧ ની ૨કમ કર રૂપે ઠાકોરને આપવાની નકી થઈ છે. પણ જત્રા ચાલુ કરવા પુર્વે કેટલીક કારવાઈ થવાની છે તેમાં હજી ૧૫ દિવસ લાગશે. પાકે દસ્તાવેજ થયા પછી જાત્રા ચાલુ કરવા ઠરાવ બહાર પાડવામાં આવશે.' “આ પ્રમાણેની હકીકત સાંભલતાં જ મારા મનને આંચકે લાગે કે, જે થવું સ્વાભાવિક છે, કેમ કે આ પ્રમાણે ગોઠવણ તદન ગેરવાજબી અને અન્યાયી છે.” આ પત્રમાંની વાત એ હકીકત નહીં પણ કેવળ અફવારૂપ જ હતી, એટલે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી, તા. ૨૫-૪-૧૯૨૬ ના રોજ, જા. નં. ૮૦૪ ના પત્રથી, નીચે મુજબ રદિયે. આપવામાં આવ્યો હતા— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405