Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 382
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાર ૩૨૩ નથી, છતાં આપણા પુરાવાની, બાદશાહી સણની તેમ જ સિદ્ધ પુરાવાની મિ. વોટસને અવગણના કરી છે, જેની સામે વિરોધનો ઠરાવ આપની આગલ આજરોજ રજૂ થનાર છે. વધુમાં મિ. વોટસન જણાવે છે કે, જ્યાં સુધી એક દેશી રાજા પ્રજા ઉપર જીલ્મ ગુજરે નહિ ત્યાં સુધી બ્રિટીશ સરકારને તે રાજ્યના અંદરના કારભારમાં વચમાં પડવાની જરૂર નથી. સદરહુ ચુકાદે કેવળ એકતરફી છે, તેમ સૌ કોઈને લાગ્યા વિના રહેશે નહીં. આ સિવાય પ્રથમ જ્યારે પાલીતાણાની આસપાસ જંગલ હતાં ત્યારે રખાપાની રકમ આપવાની જરૂર હતી અને તેથી જ રૂ. ૧૫૦૦૦ આપવા આપણે કબૂલ કરેલું', પણ હવે તે વસ્તુસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે અને ઠેઠ સુધી રહ9 થયેલી હોવાથી રાજ્યને, મિ. વોટસન જણાવે છે તેમ, રખેપાનું કાંઈ ખર્ચ વધ્યું નથી, બલકે કાંઈક ધટેલું છે. આજ સુધી જનોએ જે અકય બતાવ્યું છે તેને માટે સૌકોઈને ધન્યવાદ ઘટે છે. અને મને ખાત્રી છે કે આ લડતના વિજ્યકંકા અર્થતાને લીધે જ લાગનાર છે. એજન્ટ સાહેબના આપણું વિરૂદ્ધના ફેંસલાથી : આપણે હિંમત હારી જવાની નથી. સત્ય, પ્રેમ અને લાગણીથી આપણે આપણું પુણ્યતીર્થભૂમિકાઓના પવિત્ર હકકના સંરક્ષણનું કામ સુગમ અને સરળ રતે કરે જવાનું છે. સત્યવચનીને પણ પ્રભુ સખ્ત કસોટીએ ચઢાવવામાં બાકી રાખતા નથી, એ તે હરિશ્ચંદ્ર જેવા મહાન સમર્થ નૃપના સંબંધે પણું બનેલું સાંભલ્યું છે. આપણું પ્રાચીન પવિત્ર તીર્થના રક્ષણની જવાબદારી સમસ્ત કેમને માથે છે. ધાર્મિક જૈન કેમને માટે આ કટોકટીને પ્રસંગ હાઈ આપણે એકત્ર થઈ સૌરાષ્ટ્રને પાવન કરનાર તીર્થની અને આપણું સલામતી માટે પગલાં લેવા જોઈએ, જેથી જૈન કેમની દરેકેદરેક વ્યક્તિ પિતાને ધર્મ બજાવવા, પ્રતિષ્ઠા અને ગૌરવ સાચવવા સજજ થાય. આવા ધર્મયુદ્ધમાં દરેક જેને પોતાને ફાળો આપ્યા વિના ચાલી શકે તેમ નથી. આપણી કોમમાં ઘણાએ સ્વાર્થ ત્યાગી માણસો છે, પણ તેમની મદદે સમસ્ત કેમ ન હોય તે તેમનું કામ સહેલાઈથી અને સરળતાથી થવું - અસંભવિત છે, જેથી આવા કસોટીના પ્રસંગે દરેક જૈન બંધુ એક બળથી સજજ થઈ દઢ આત્મનિશ્ચયથી આપણને રખોપા સંબંધી અને બીજી હકકની તકરાર સંબંધી સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી યાત્રાત્યાગ કરી પોતાને ફાળો આપે તેમાં જ આપણું શ્રેય છે. આ જ લડતમાં આપણાં ધર્મ, અર્થ, મોક્ષ, કામનો સમાવેશ થાય છે. જૈન સમાજ આપણી અક્ષતાની અપેક્ષા રાખે છે. આ જગતમાં માનવ જાતિના ઉદ્ધારની ખાતર-ધર્મની ખાતર–મારે એ જ ખરે ચિરંજીવી. આપણા હકનું સંરક્ષણ કરવામાં જ આપણું સ્વર્ગ સમાયેલું છે. હું વિરમું તે પહેલાં આપ દરેક જૈન બંધુને વીનવી એટલું માગી લઉં છું કે આજના પસાર થયેલા ઠરાવોને તમે સર્વાને અનુસરજે. આ સિવાય, હાલમાં, આપણા હકક-સંરક્ષણને પ્રશ્ન અતિ ગંભીર અને અગત્યને થઈ પડેલ હેઈ આપણા ભાઈઓ આપના કીમતી વિચારે દર્શાવી આપણું કાર્ય સંગમ અને સરળ બને તેવા હેતુથી આજની સંધની સભામાં ઘણે દૂરથી પધાર્યા છે, તેને માટે શેઠ આણંદજી કયાણુજની પેઢી તરફથી આપને સત્કાર કરતાં મને ઘણે જ આનંદ થાય છે, અને આપની સેવાબરદાસમાં કાંઈ પણ ત્રુટી હોય, તેને માટે હું અંતઃકરણથી આપ ભાઈઓની માફી ચાહું છું. ઠરાવો આ સભામાં આ પ્રકરણ અંગે વિસ્તારથી તેમ જ ઊંડાણથી ચર્ચા-વિચારણાને અંતે નીચે મુજબ સાત ઠરાવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405