Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 380
________________ પલીયાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાશે આપવામાં આવી હતી. અને તેને જવાબ એક માસમાં એટલે તા. ૨૫ મી માર્ચે આપવા કબૂલેલું. આ રીતે કબૂલાત આપતી વખતે એવો બિલકુલ ખ્યાલ ન હતો કે પાલીતાણું દરબાર પિતાની અરજીમાં ખેપા સિવાયના બીજા સવાલ વિસ્તારપૂર્વક ચર્ચશે. અરજીમાં તેમ કરવામાં આવેલું હેઈ જવાબ આપવા માટે વધુ વખતની માંગણી કરવામાં આવેલી હતી, પણ તેના પ્રત્યુત્તરમાં એજન્ટ સાહેબે એવું જણાવેલું કે, ચાલીસ વરસને ઠરાવ તા. ૧ લી એપ્રીલે પૂરો થતે હેઈ, ત્યાર બાદ પોતે એક જ શરતે સુત લંબાવી આપવાને કબૂલ છે અને તે એ જ કે, આપણે આપણે જવાબ વાલીએ અને તેનું નિરાકરણ તેઓ સાહેબ આપે ત્યાં સુધી હરકેઈ યાત્રી રૂ. ૨ને માથાવેરે ભરી યાત્રા કરી શકે. આ બાબતમાં ઘણી જાતની જનાઓ તેમના આગળ રજૂ કરવામાં આવી હતી, પણ તેમાંની એકે કબૂલ ન રાખતાં છેવટે તેમણે એવું જાહેર કર્યું કે યાત્રીની ગણતરી તે કરવામાં આવશે જ અને બન્ને પક્ષની આ બાબતની સુણાવણું થયા પછી પોતે જે નિર્ણય આપશે તદનુસાર અમલ કરવામાં આવશે. તેમના આ નિર્ણયને વિચાર કરવા તા. ૩૦ મી માર્ચ લગભગમાં પ્રતિનિધિ સાહેબની એક સભા બોલાવવામાં આવેલી અને તેમની આગળ આ વાત રજૂ કરવામાં આવેલી તે આપ સૌકોઈને વિદિત છે. આ નિર્ણય આપતાં પહેલાં જેનેની ધાર્મિક લાગણીને કેટલું દુઃખ થશે તેને એજન્ટ સાહેબે જરા પણ વિચાર કર્યો હોય તેમ લાગતું નથી. આપણું કાઉન્સેલે ટૂંક મુદતને માટે પણ તેમના આગળ જે જુદી જુદી યોજનાઓ રજૂ કરેલી તે કેવળ એ જ દયેયથી કે જેનેની યાત્રામાં ખલેલ ન પડે અને બન્ને પક્ષને સાંભળી આ બાબતમાં જ્યાં સુધી એજન્ટ સાહેબે પૂરો વિચાર કર્યો નથી ત્યાં સુધી બંને પક્ષની સમાનતા સચવાઈ રહે. જ્યારે તેમને આ નિર્ણય જેન કામની જાહેરાતમાં મૂકવામાં આવ્યો ત્યારે જેન કામના ગૌરવ અને માનને તે છે કે પેહચાડતે હોઈ હિંદુસ્તાનના જુદા જુદા ભાગે માં વસતા જૈનેએ એકીઅવાજે, કેઈના કહ્યા કહેવરાવ્યા વિના, યાત્રા-ત્યાગ કરવાનું વિષમ પગલું ગ્રહણ કીધું. અને તે આજ સુધી એવી અકયતાથી જાળવી રાખ્યું છે કે એક જૈન બચાએ પણ પાલીતાણું કયાં છે તેની તરફ નજર કીધી નથી. આ કઠિન પગલું જેને માટે કેટલું દુઃખદાયી છે, તે તે ધાર્મિક માણસ જ સમજી શકે. આ સ્થિતિને જેમ બને તેમ જલદી અંત લાવવાની ખાતર આપણું કાઉન્સેલે આપણે જવાબ તૈયાર કરી એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ સાહેબ તરફ મોકલી આપ્યો. તે જવાબ એટલે તે સચોટ રીતે વાળવામાં આવેલો હતો કે ફક્ત જૈન બંધુઓને આપણી લડત શા માટે છે તેની જેટલી ખાતરી હતી, તેથી વધુ ખાત્રી અન્ય કામના કેટલાક, જેમનું એમ માનવું હતું કે આપણે ખેટે ઝઘડો લેઈ બેઠા છીએ, તેમને અને હિંદુસ્તાનની દરેક કામને થઈ. જે કોઈ વર્તમાનપત્ર આપણી લડત સમજવા તેના મુદ્દા તપાસવા પ્રયત્ન કર્યો છે, તેની ખાત્રી થઈ છે કે આપણી લડત તદ્દન સાચી અને કેવળ ન્યાયન રસ્તે જ છે, અને તેથી જ કરીને તેમણે આપણને સબળ ટેકે આપેલ છે. મારી જાણમાં કે વાંચવામાં એક પણ પત્ર આવ્યું નથી કે જેમાં પાલીતાણું દરબારે અખત્યાર કરેલી નીતિ સામે સખ્ત વિરોધ * દર્શાવવામાં આવ્યો હોય નહીં. ત્યાર બાદ તા. ૨૧ મી જૂને બન્ને પક્ષના કેસની સુણાવણી કરવામાં આવી. ઘડી ઘડી એમ કહેવામાં આવે છે કે, પાલીતાણુ દરબાર પાલીતાણાના પરગણા માટે સર્વોપરી સત્તા ધરાવનાર છે. જો તેમ જ હોય તો આવી જાતની સર્વોપરી સત્તાને એક કેમના પ્રતિનિધિઓની સામે પિતાના મુદ્દાઓ પુરવાર કરવાને પક્ષ તરીકે બોલાવી શકાય જ નહિ. પણ આપ સૌ જાણે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405