________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરે
૩૧૩ મુંબઈ સમાચાર મુંબઈના સુપ્રસિદ્ધ “ મુંબઈ સમાચાર” દેનિકના, બહિષ્કારની શરૂઆત થઈ તેના બીજા જ દિવસને, તા. ૨-૪-૧૯૨૬, શુક્રવારના અંકમાં, ધ્યાન ખેંચે એવાં અનેક મથાળાં સાથે, લખવામાં આવ્યું હતું કે –
“જેનના પવિત્ર તીર્થ શત્રુંજય ઉપર ધાડ. “પાલીતાણું દરબારની દખલગીરીથી જૈનોની દુખાયેલી લાગણી. “ગઈ કાલે મુંબઈમાં તેઓએ પાડેલી હડતાલ અને કહાડેલું સરઘસ.
બંધ રાખવામાં આવેલાં સંખ્યાબંધ બજારે. “લાલબાગમાં જેની મોટી જાહેર સભા. “જૈન જાત્રાળુઓની ગણતરી કરવાના કાઠિયાવાડ ખાતેના એ. જી. જી.ના હુકમ સામે વિરોધ. “સંતોષકારક ફડ થાય નહીં ત્યાં સુધી પાલીતાણે જાત્રાએ ન જવાને જેનોને આગ્રહ,
“જઈનેના પવીત્ર શ્રી શેતરંજય તીરથના રક્ષણ માટે પાલીતાણ દરબારને જઈનેની પ્રતીનીધીરૂપે જાણીતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી દર વર્ષે ૨પાના રૂ. ૧૫૦૦૦ આપવાના બ્રીટીશ સરકારે ઠરાવી આપ્યા હતા અને તે માટે ૪૦ વરસને કરાર થયો હતો. આ કરારની મુદત તા. ૩૧-૩-૨૬ ના દિીને પુરી થઈ છે. પાલીતાણ દરબાર આ કરાર હવે લંબાવવા અને મંજૂર રાખવા માંગતા નથી. પણ તે તીરથયાત્રાએ આવનાર દરેક જઈન દીઠ રૂ. ૨૫ ને મુંડકાવેરો લેવા માંગે છે. તે આ રીતે પાલીતાણા દરબારના અધીકાર હેઠળ આવવા સામે જઈનોએ પ્રોટેસ્ટ ઉઠા છે. તેઓ પોતાને બાદશાહ અકબરના વખતથી મળતા આવેલા હકે તથા છેલ્લે તે દરબાર સાથે થયેલા કરારો મંજુર રખાવવા માગે છે. તેમ જ જે પાલીતાણા દરબાર છેવટ સુધી કાંઈ પણ સમજુતી પર આવવા ના પાડે તે. જઈનેએ પાલીતાણાની જાત્રાએ સુધાં ન જવું, પણ આવી રીતને મુંડકાવેરે તો ન જ ભરવો એવી ચળવળ ઉપાડી લીધી છે. આ વિષયમાં ગામેગામ પ્રોટેસ્ટ સભાઓ ભરીને તેઓ દ્વારા પશ્ચીમ હીંદના દેશી રાજ્યોના ના ગવરનર-જનરલના એજન્ટ ના, એ. જી. જી. વોટસન તથા ના વાઈસરોય ઉપર સંખ્યાબંધ અરજીઓ તથા તારે મોકલવામાં આવતા રહ્યા છે. તથા આ સંબંધમાં શેઠ આણંદજી કલ્યાણની પેઢી તરફથી જે સૂચનાઓ કરવામાં આવે તે મુજબ વરતવા સરવે જઈને કબુલ થવાનું જણાતું રહ્યું છે.
“ આ બાબતમાં જઈને ભાઈઓની ગમે તેટલી અરજીઓ અને પ્રોટેટો છતાં પણ નામદાર ગવરનર જનરલના કાઠીઆવાડ ખાતેના એજન્ટ મી. વોટસને પાલીતાણે જાત્રાએ જતા જઈન જાત્રાળુઓની ગણતરી કરવા માટે પાલીતાણા દરબારને સત્તા આપવાને વચગાળાને હુકમ કહાડ્યો છે તેની સામે વિરોધ કરવા તથા તેથી જઈન ભાઈઓની દુખાયેલી લાગણી જાહેર કરવા માટે મુંબઈના જ ઈન ભાઈઓએ ગયા ગુરૂવારના દિવસે પોતાનું કામકાજ અને ધંધાપો બંધ કરી હડતાળ પાડી શોકમાં ગાળ્યો હતો. શ્રી મુંબઈ જઈને સ્વયંસેવક મંડળ તરફથી બહાર પાડવામાં આવેલા હેડબિલમાં કરવામાં આવેલી અરજ મુજબ ગઈ કાલે સવારે ૭ ક. ૩૦ મી - પાયધુની ખાતેના ગોડીજીનાં દેરાસર પાસેથી જઈને ભાઈઓનું એક સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં ધણા જઈને ભાઈઓએ ભાગ લીધા હતા. સરઘસ ૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org