Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 346
________________ પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેપાના કરાશે ૨૮૭ કેમ કે રખપાના ત્રીજા કરાર મુજબ વાર્ષિક દસ હજાર રૂપિયા પાલીતાણું રાજ્યને એજન્સીની ઓફિસ મારફત જ પહોંચતા કરવામાં આવતા હતા, એમ વિચારીને, આ રકમની ચુકવણું માટે પણ આવી જ ગોઠવણ કરવા માટે કાઠિયાવાડના આસિસ્ટન્ટ પેલિટિકલ એજન્ટને, તા. ૭–૪–૧૮૮૭ને રાજ, પેઢી તરફથી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ, શેઠ જેશિંગભાઈ હઠીસિંગ વગેરેની સહીથી, એક યાદી મોકલવામાં આવી હતી. પણ, પેઢીની આ યાદીને નામંજૂર કરતાં, ગોહિલવાડના એકટીગ આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ શ્રી જે. પી. બી. ફેરીક્ષની સહીથી, તા. ૧૨-૪-૧૮૮૭ ના રેજ, પેઢીને જણાવવામાં આવ્યું હતું કે “રૂપીઆ પંદર હજારની વારસીક રકમ આ ઓફીસની મારફત અથવા કોઈ પણ પોલીટીકલ અમલદારની રૂબરૂ ભરવા બાબત તા. ૧૩ મી એપ્રિલના કરારમાં કાંઈ જ ઠરાવ નથી એટલા માટે આ બાબતમાં ઠાકોર સાહેબને હું સલાહ આપવા અશક્ત છું. - “ રૂપીઆ ભરવાની મુદત ઉપરાંત બાર દીવસ થઈ ગયા છે તેથી મારા અભીપ્રાય પ્રમાણે શ્રાવક સમુદાયે એ રૂપીઆ ભરવાની સાથે તેની પહોંચ લઈને એકદમ દરબારમાં ભરી દેવા જોઈએ. જે તેમની મરજી હોય તે રૂપીઆ ભરી દીધા વિશે આ એફીસને જાહેર કરે. “જે શ્રાવક સમુદાયની નજરમાં એમ આવતું હોય કે મી. પીલ સાહેબની વખતમાં આગલા કરારની રૂએ જે પ્રમાણે એજન્સી મારફત રૂપીઆ ભરાતા હતા તે પ્રમાણે ભરવા તે તેમણે સરકારમાં લખી તા. ૧૩ મી અપ્રેલ ૧૮૮૬ ના કરારમાં એ મતલબને સુધારો કરાવવા પરવાનગી મેળવવી પણ આ વરસે જે રકમ ચઢી છે તે આપવામાં જદે ઢીલ બીલકુલ નહીં કરવી જોઈએ. ” (અંગ્રેજી જવાબના દફતરમાંથી મળેલ અનુવાદ). ગોહિલવાડના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ તરફથી આ પ્રમાણે સ્પષ્ટ અને તાકિદથી અમલ કરવો પડે એવો જવાબ મળ્યા પછી, તરત જ, તા. ૧૬-૪-૧૮૮૭ ના રોજ, પંદર હજાર રૂપિયા પાલીતાણ રાજ્યમાં ભરી દેવામાં આવ્યા હતા. અને પાલીતાણું રાજ્ય તરફથી એની નીચે મુજબ પાંચ આપવામાં આવી હતી “ પાલીતાણાએ સને ૧૮૮૭ સુધી વર્ષ એકના રૂા. ૧૫,૦૦૦ લીધાની આપેલી પહોંચ પ્રા. જ. નંબર પ૧૯ • “શ્રી દરબારે સ્વસ્થાને શ્રી પાલીતાણા. જત તા. ૮ માટે માર્ચ સને ૧૮૮૬ ને રોજ સમસ્ત જૈન સમાજ અને શ્રી દરબાર વચ્ચે થએલ કરારની રૂઈએ તા. ૧ માહે અપ્રેલ સને ૧૮૮૭ સુધીના એક સાલન રૂપીઆ ૧૫૦૦૦ અ કે પંદર હજાર આજ રોજ શેઠ આણંદજી કલ્યાણજીના સેક્રેટરી રા. વ્રજવલભદાસ જેઠાભાઈ મારફત દરબારી જામદારખાને ભર્યા તેની આ પિચ આપવામાં આવી છે. તા. ૧૬ અપ્રેલ સને ૧૮૮૭. (સહી) – – “દીવાન સ્વ. પાલીતાણું” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405