Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

Previous | Next

Page 363
________________ ૩૪ શેઠ આ૦ ક૦ની પેઢીના ઇતિહાસ અ. છેલ્લાં વર્ષો દરમ્યાન, જૈન કામ અને પાલીતાણાના દરબારશ્રી વચ્ચે એટલું બધુ" ઘણું પ્રવતું હતું કે, જો આ સમાધાન કરવામાં ન આવ્યું હાત તા, એ બાબતમાં સીધે। હસ્તક્ષેપ કરવાનુ સરકારને માટે જરૂરી થઈ પડત. ” ( ૩ ) પોલિટિકલ એજન્ટના આ કાગળના જવાબમાં આ સમાધાનને માન્ય કર્યાની જાણુ કરતા જે કાગળ મુંબઈ સરકારે, તા. ૮-૪-૧૮૮૬ ના રાજ, પોલિટિકલ એજન્ટને લખ્યા હતા, તેમાંના નીચેના શબ્દો પણ જાણવા જેવા છે— પેરા ૨૦: “ But the Political Agent should obtain the undertaking of the Thakore Saheb to adhere to the terms reported in the Political Agent's paragraphs 8 and 9.'' અ. ________"6 પણ પોલિટિકલ એજન્ટે ડાર્કાર સાહેબ પાસેથી એવી બાંયધરી લેવી જોઈએ કે તે પોલિટિકલ એજન્ટના કાગળના આઠમા અને નવમા પેરેગ્રાફમાં સૂચવેલ શરતાને વળગી રહેશે. "" (૪) મુંબઈ સરકારે પાતાના ઉપરના પત્રમાં પાલીતાણાના ઠાકાર સાહેબ પાસે જે આઠમા અને નવમા પેરેગ્રાફની વાતના અમલ કરાવવાનુ` સૂચન પોલિટિકલ એજન્ટને કર્યું હતુ, તે એ શરતા નીચે મુજબ છે. * 8. The Thakore Saheb has also promised to levy Jakat or Customs dues from the Jains at the same rate as from other subjects and the late Thakore Saheb's oppressive rates have been withdrawn. '’ 9. The Thakore Saheb has further agreed to grant the Jain Community land for building sites in and near the city of Palitana at moderate rates. ” અ. ૮. ઠાકાર સાહેબે એવું પણ વચન આપ્યું છે કે, તેઓ ખીજા પ્રજાજના પાસેથી જે હિસાબે જકાત વસૂલ કરતા હશે, એ હિસાબે જૈના પાસેથી પણ વસૂલ કરશે અને સ્વસ્થ ઠાકાર સાહેબે જકાતના જે બહુ ઊંચા દર રાખ્યા હતા, તે એમણે પાછા ખેચી લીધા છે. ' “ ૯. વધારામાં, ઠાકાર સાહેબ એ વાતમાં પણ સંમત થયા છે કે, જૈન કામને મકાન બાંધવા માટે પાલીતાણા શહેરમાં અને એની નજીકમાં જમીન જોઈતી હશે તા તે મધ્યમસરના દરે આપવામાં આવશે. ' અહી આવા કિસ્સાઓ વધારે નોંધવાની જરૂર એટલા માટે નથી કે એની સવિસ્તર રજૂઆત, આ ગ્રંથના બીજા ભાગમાં, “ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા ” નામે ૧૧ મા પ્રકરણમાં કરવામાં આવેલ છે, "3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405