Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 369
________________ ૩૧છે. શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ એ ઠરાવો પૈકી નંબર પાંચને ઠરાવ આપ સાહેબના લક્ષ ઉપર ખાસ પ્રકારે લાવવાની અગત્ય હેવાથી સદરહુ સભાના ઠરાવ અનુસાર આપને તરફ તે ઠરાવની નકલ મોકલી છે. તેમજ તે સભામાં થયેલા બીજા ઠરાવની નકલ પણ આપ સાહેબની જાણ સારૂ આ સાથે મોકલી છે. “ચાલુ સમય જેન કેમના તીર્થ રક્ષણના સંબંધમાં કટોકટીને છે એ બાબત હવે વધુ પિષ્ટપેષણ કરવાની અમને જરૂર લાગતી નથી. મુખ્ય મુદ્દાની વાત તે એ છે કે આ સમુદાય એકમત અને એકપગ થઈ આ કામમાં લક્ષ આપે એ ઘણું જરૂરનું છે. માટે સર્વ વસ્તુસ્થિતિ ધ્યાનમાં લઈ સમસ્ત જૈન સમુદાયને યોગ્ય બોધ આ સંબંધમાં આપ સાહેબ આપતા આવ્યા છે તેમ આપશે. એજ વિનંતિ. કસ્તુરભાઈ લાલભાઈ “ના વંદણ ૧૦૦૮ વાર અવધારશે.” - આ રીતે ધીરેધીરે આ પ્રશ્ન અંગે શ્રીસંધમાં વધુ ને વધુ જાગૃતિ આવવા લાગી હતી; અને તેથી જે અંતે. કમનસીબે, સંતોષકારક સમાધાન ન થાય તે, યાત્રાને બહિષ્કાર કરવાની લડત શરૂ કરવાની હવા પણ શ્રીસંઘમાં પ્રસરતી જતી હતી. વચગાળાને હુકમ જ્યારે દરબારશ્રીએ પિતાની તા. ૧૪-૯-૧૯૨૫ની અરજીમાં પિતાને મુંડકાવેરા વસૂલ કરવા દેવાની માગણી કરી હોવાની જાણ જૈન સંઘને થઈ ત્યારે શ્રોસંધ ખૂબ વિમાસણમાં મુકાઈ ગયો હતો અને આવી માગણીને સામને કરવા કેવાં પગલાં ભરવાં એની ગંભીરપણે વિચારણું થવા લાગી હતી. દરબારની આવી માગણીવાળી અરજીને જવાબ આપવા માટે પેઢીએ એક મહિનાની વધુ મુદતની માગણી કરી અને એ માગણી મુજબ, તા. ૨૫-૪-૧૯૨૬ પહેલાં, પેઢી પિતાને જવાબ એજન્ટ ટુ ધી ગવર્નરને મોકલી આપે એ પહેલાં જ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટે પાલીતાણું રાજ્યનું હિત સચવાય એ દષ્ટિએ વચગાળાને હુકમ એ આવે છે, જેથી દરબારને મુંડકાવેરાની રકમ ઉઘરાવવાને તે નહીં પણ યાત્રાએ જનાર વ્યક્તિઓની ગણતરી કરવાનો અધિકાર મળતું જ હતું. આ યાત્રાના બહિષ્કારને નિર્ણય મિ. સી. સી. વોટસનને આ નિર્ણય જૈન સંઘને કેાઈ પણ રીતે માન્ય થઈ શકે તેમ હતું જ નહીં, એટલે છેવટે એને યાત્રાના બહિષ્કારને, સ્વયંભૂ કહી શકાય એ, દુઃખદ છતાં દઢ નિર્ણય કરવો પડ્યો. અને એ માટે એવું આવકારદાયક વાતાવરણ સર્જાયું કે તા. ૧-૪-૧૯૨૬થી એક પણ યાત્રિક શત્રુંજ્યની યાત્રા માટે પાલીતાણા ન ગયે! બીજી બાજુ પાલીતાણું રાજ્ય મુંડકાવેરે લેવાની બાબતમાં કેટલું કૃતનિશ્ચય હતું, તે એના તરફથી છપાવવામાં આવેલ નીચે મુજબની જાહેરાત ઉપરથી પણ જાણી શકાય છેશ્રા, જા, ન. ૭ જાહેરખબર તા. ૧ માહે એપ્રીલ સને ૧૯૬ થી જે શ્રાવકે શત્રુંજય ડુંગરની યાત્રા અર્થે આવે તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405