Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 364
________________ પુરવણી યાત્રા-બહિષ્કારનું શકવતી અને અપૂર્વ ધ યુદ્ધ છવ્વીસ મહિના જેટલા લાંબા વખત સુધી ચાલુ રહેલ યાત્રા-બધી શ્રી શત્રુંજય તી અંગેના, પાલીતાણા રાજ્ય સાથે થયેલા, રખાપાના છેલ્લા એટલે ચેાથા કરાર સંબ ંધી સવિસ્તર માહિતી આ ગ્રંથના દસમા પ્રકરણમાં આપવામાં આવી છે. તેમાં જણાવ્યા મુજબ, આ કરાર ચાલીસ વર્ષની મુદ્દતના અને વાર્ષિક રૂપિયા પંદર હજારની ચુકવણીનેા હતા, તે તા. ૩૧-૩-૧૯૨૬ ના રાજ પૂરા થતા હતા; એટલે પાલીતાણા રાજ્ય આ કરાર પૂરા થયા પછી કેવું વલણ અખત્યાર કરશે, એ અંગે કંઈક ચિંતાની લાગણી જૈન સંધમાં, અને ખાસ કરીને શેઠ આણુંજી કલ્યાણુજીની પેઢીમાં, પ્રવર્તતી હતી. આમ છતાં શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીને એટલી નિશ્ચિંતતા હતી કે, આ કરાર પૂરા થયા પછી પાલીતાણા રાજ્ય, બહુ બહુ તા, રખેાપાની વાર્ષિક રકમમાં વધારા કરવાની માગણી કરશે, પણ કાઈ પણ સ’જોગામાં મુંડકાવેરી કરી ચાલુ કરવાની માગણી તા હરિગજ નહીં કરે, કારણ કે આ કરારનો ત્રીજી કલમમાં એમ સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, કરારની મુદત પૂરી થયા પછી, બંને પક્ષકારાને ચૂકવણીની વાર્ષિક રકમમાં ફેરફાર કરાવવાની માગણી કરવાની છૂટ આપવામાં આવી હતી અને આવી માગણી આવેથી તેના નિકાલ કરવાની સત્તા બ્રિટિશ હકૂમતની હસ્તક રાખવામાં આવી હતી. અભિપ્રાય માગતા પત્ર વસ્તુસ્થિતિ આવી વિશેષ ચિંતાજનક ન હેાવા છતાં, પેઢીના વહીવટદાર પ્રતિનિધિએ આ બાબતમાં જરાય ઢીલાશ કે ઉપેક્ષા સેવવા માગતા ન હતા, એટલે એમણે પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯૧૯૨૫ના રાજ, રખેાપાના આ કરાર પૂરો થયા પછી, પોતે આ બાબતમાં કેવું વલણ અપનાવવા ધારે છે તેની જાણ કરતી અરજી, કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટ મિ. સી. સી. વેાટસનને કરી, તે પહેલાં જ, ત્રણેક અઠવાડિયાં અગાઉ, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ આ બાબતમાં સાગ અને સક્રિય બની ગયા હતા. એટલે એમણે, તા. ૨૫-૮-૧૯૨૫ ના રાજ, જાવક નં. ૮૮૮ ના એક પત્ર છપાવીને તેમ જ રખાપાના જરૂરી કાગળા ' નામની ચેાપડી એની સાથે જોડીને, જૈન સ`ધના શ્રમણુ સમુદાયના અગ્રણીએ તથા જૈન સંધના અગ્રણી ગૃહસ્થા ઉપર મેાકલી આપીને એમને પોતાની સૂચનાઓ લખી જણાવવા જણાવ્યું હતું. આ પત્ર નીચે મુજબ હતેા~~~ “ વી. વી. સાથે લખવાનું કે આ સાથે શ્રી પવિત્ર શત્રુ ંજયતીર્થના રખાપા સંબધીના જરૂરીયાતના કાગળા આપને વાંચવા સારૂ મેાકલ્યા છે. વાંચવાથી આપને ખબર પડશે કે આપણા પાલીતાણાના ઠાકારસાહેબ સાથેના છેવટના કરાર મા માસમાં ખલાસ થાય છે ! તે સંબંધમાં આપની જે કાંઈ સુચના હેાય તે લખી જણાવશેા. તા. સદર “ B. G. K. Jain Education International k. “ ( સહી ) નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ “ વહીવટદાર–પ્રતિનિધિ. ’ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405