________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખાષાના કરારો
૩૦૭
તથા જૈન સંધના કેટલાક પ્રતિષ્ઠિત સગૃહસ્થાની સભા, અમદાવાદમાં, તા. ૧૬-૧૨-૧૯૨૫ ના જાવક નં. ૧૯૯ ના પત્ર લખીને, ખેાલાવવામાં આવી હતી. આ પત્ર આ પ્રમાણે લખવામાં આવ્યા હતા— “ અમદાવાદથી લી. શેઠ આણુજી કલ્યાણુજી વિશેશ લખવાનુ કે શ્રી શત્રુ...જય મહાતીર્થના ચાલતા કેસા તેમજ રખાપા સંબધી તેમજ ગીરનારના સે। સબધી તેમજ પાવાપુરી પાસે આવેલા રાજગ્રહી તીમાં દીગંબરા સાથે ચાલતી તકરારા સબધી ખાસ વિચાર કરવા સારૂ સ્થાનીક પ્રતિનિધિઆ તેમજ કેટલાક પ્રતીષ્ઠીત ગૃહસ્થાની મીટીંગ તા. ૨. માહે જાનેવારી સને ૧૯૨૬, સંવત ૧૯૮૨ ના પાષ વદી ૩, શનિવાર તથા તા. ૩, માહે નેવારી સને ૧૯૨૬, સ ́વત ૧૯૮૨ ના પાષ વદી ૪, રવીવારના રાજ બપારના ખાર ઉપર એક વાગે નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈના વડે ભરવાનું નક્કી કર્યું' છે માટે આપ જરૂર પધારશેા. તા. સદર.
“ ( સહી) કસ્તુરભાઈ લાલભાઈ “ ( સહી) સારાભાઈ ડાહ્યાભાઈ “ વહીવટદાર પ્રતિનિધિ. ’
આ વખતે પેઢીના પ્રમુખ નગરશેઠે શ્રી કસ્તુરભાઈ મણુિભાઈ પારબંદરમાં હતા અને પોતાની નાદુરસ્ત તબિયતના કારણે સભામાં હાજર રહી શકે એમ ન હતા, એટલે એમણે પેારબંદરથી તાર કર્યો હતા. એમાંના નીચેના શબ્દો ખાસ ધ્યાન ખેંચે એવા હતા——
"Extremely sorry could not attend meeting on account my weak health. Wish meeting unanimous and show united front to defend the cause of holy Tirth and not talk of compromise by which we lose our vested rights for which our ancestors devotedly fought and protected.
""
અર્થ : ~ નબળી તબિયતને કારણે હું સભામાં હાજર રહી શકતા નથી તે માટે અત્યંત બ્લિગીર છું ઇચ્છું છું કે, મિટીંગમાં એકમતિ અને સૌંયુક્ત મરચા સાધવામાં આવે, જેથી આપણા પવિત્ર તીની રક્ષાનું કામ થઈ શકે અને આપણા પૂર્વજોએ, ભક્તિપૂર્વક લડત ચલાવીને, આપણાં સ્થાપિત હિતેાનુ` સંરક્ષણુ કર્યુ છે, તે અંગે કોઈ પણ જાતનું સમાધાન કરવાની વાત કરવામાં ન આવે.''
બે દિવસ ચાલેલી આ સભામાં જે કંઈ ચર્ચા-વિચારણા થઈ, તેને અંતે નીચે મુજબ આઠ ઠરાવે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા—
સભાએ પસાર કરેલા ઠરાવે
ઠરાવ પહેલા-જૈનકામના સકળ હીંદુસ્તાનના રીતસર નીમાયલા પ્રતિનિધિઓની તથા અન્ય આગેવાનાની આ સભા શ્રી શત્રુંજય પવિત્ર પહાડ ઊપરના તથા તેના ઉપર આવેલાં પેાતાના મંદીરાના સબંધમાં પેાતાના જાહેર થએલા તેમજ સ્થાપિત થએલા હ્રાની હાલની દશા પ્રત્યે ઘણા ભયની નજરથી જુએ છે. ’
ઠરાવ બીજો—જૈન સમુદાય તરફ તથા તેમની શ્રી શત્રુ ંજય પહાડ ઉપર આવેલી મીલક્ત તરફ પાલીતાણા દરબારનું વલણ દીવસે દીવસે સહાનુભૂતિ વિનાનું થતુ જાય છે અને સૈકાઓ થયાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org