________________
૨૪
રોઝ આ૦ કની પેઢીના ઇતિહાસ
આવતી હતી. એટલે આની સામે ભાવનગર રાજ્ય પાસે દાદ માંગવામાં જૈતાને સાથ આપવાથી પાલીતાણા રાજ્ય આ જવાબદારીમાંથી બચી ગયું હતું એમ લાગે છે.
૧૬. મુંબઈ સરકારના, તા. ૧૬-૩-૧૮૭૭, ન. ૧૬૪૧ ના ઠરાવમાં, આ ગિરીખત માટે જણાવવામાં આવ્યુ` છે કે—
Jain Education International
"Wakhutchand held the lease under two subsequent renewals upto 1843, when Noghanji (ought to be Pratapsingji), the father and predecessor of the present rular, was on the Gadi."
અ—વખતચંદે, સને ૧૮૪૩ સુધી, એક પછી ખીજું, એમ બે ગિરાખતથી રાજ્યને કબજો રાખ્યા હતા; ત્યારે અત્યારના રાજવીના પિતા અને પુરાગામી રાજવી નેઘણુજી ( ખરી રીતે પ્રતાપસિંહજી જોઈએ) ગાદી ઉપર હતા.
આ ગિરાખત, પહેલ-વહેલું, સને ૧૮૨૧ના રખાપાના ખીજા કરાર પછી, સને ૧૮૨૨માં, દસ વર્ષની મુદ્દત માટે, કરવામાં આવ્યું હતું; અને તે પૂરુ થયા પછી, સને ૧૮૩૨ માં ( વિ॰ સં॰ ૧૮૮૮માં) ખીજા દસ વર્ષ માટે એ ચાલુ રાખવામાં આવ્યું હતું. એટલે સને ૧૮૪૧ માં (વિ॰ સં૰૧૮૯૭ માં) એ પૂરું થતું હતું. પણ આ ગિરાખતમાં એક એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, રાજ્ય ઉપર કાઈ વર્ષમાં દુષ્કાળ જેવી આફત આવી પડે અને તેથી એ વર્ષના વહીવટ આ ગિરીખત પ્રમાણે, સંભાળવાની શેઠશ્રીની તૈયારી ન હાય તા, એ વર્ષોંના વહીવટ રાજ્ય સભાળશે અને એના બદલામાં એવું વ`ગાખતમાં વધારી આપવામાં આવશે.
આ ગિરાખતમાંના આ બાબતને નિર્દેશ કરતા શબ્દો આ પ્રમાણે છે
“If by chance afut ( આફ્ત ), asmanee, sooltanee, ( આસમાનીસુલતાની ), feetoor (ફિતૂર)oceur and you wish not that year to keep the farm, the Darbar will, in that year, manage it, and take what produce there is with the expence, and, in exchange for that year, one year will be added to the farm and given to you.
""
વિ॰ સં॰ ૧૮૯૦ અને ૧૮૯૫ નાં બે વર્ષ દુષ્કાળનાં હતાં, તેથી ગિરાખત સને ૧૮૪૧ (વિ॰ સં૰૧૮૯૭) ના બદલે સને ૧૮૪૩ (વિ॰ સં॰ ૧૮૯૯) સુધી અમલમાં રહ્યું હતું. ( જીએ પાદનોંધ નં. ૧૮ )
આ ગિરાખત અંગે વિશેષ ધ્યાન આપવા જેવી વાત તા એ છે કે, એ કાઠિયાવાડના પેાલિટિકલ એજન્ટની સાક્ષીમાં કરવામાં આવ્યું હતું.
(દતર ન". ૧૩, ચાપડા નં. ૧૧૪, પૃ. ૫૦૯, ૫૧૩, ૫૩૪)
૧૭, આ અરજીમાંનુ મૂળ અંગ્રેજી લખાણ આ પ્રમાણે છે—
For Private & Personal Use Only
www.jainelibrary.org