________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા એપાના કરાશે
૨૬૩
કઠોર હદયના મંત્રીના ચિત્તનેય પશી ગઈ. અને એણે તરત જ એક સિપાહીને મોકલીને, જેલના ઉપરી અધિકારી કેપ્ટન મિલને ત્યાં બેલાવી મંગાવ્યા.
પડછંદ કાયા ધરાવતા મિ. મિલ, પળવાર માટે, આ સિંહ સમા નરશાલ સાદુલા ખસિયાને નીરખી રહ્યા. પછી એમણે લાગણીપૂર્વક પૂછયું : “બોલે સાદુલજી ! મને અત્યારે આવી મધરાતે—શા માટે યાદ કર્યો ?”
અને પિતાના કેાઈ સ્વજનને જોઈને દુઃખી માનવીન દુઃખિયારા અંતરને બંધ છૂટી જાય, એવી અદમ્ય લાગણીઓ, લોહપુરુષ જેવા ખસિયાને પણ જાણે પરવશ બનાવી દીધા ! અને એણે. એક પાપને એકરાર કરવા તૈયાર થયેલ સામાન્ય માનવીની જેમ, પિતાનાં જ જતન વીતકેની કથા માંડીને કહેવા માંડી. અંગ્રેજ અમલદાર પણ આવા પરાક્રમી પુરુષની આપવીતી અને દુઃખકથા ખૂબ સહાનુભૂતિથી સાંભળી રહ્યો છેવટે એય એક માનવી જ હો ને
પિતાની આ આપવીતીને અંતે, જાણે પેાતાના મનમાં લાંબા વખતથી ઘેળાયા કરતી ઇચ્છાને પ્રગટ કરતા હોય એમ, સાદુલ ખસિયાએ કેપ્ટન મિલને વિનતિ કરી: “કપ્તાન સાહેબ ! મેં કરેલું મોટું પાપ થોડુંક પણ દૂર થાય અને મારા જીવને શાંતિ થાય એટલા માટે મેં નાંદીવેલાના ડુંગરની ગુફામાં સંતાડેલા પેલા તિલકમણિની ત્યાં શોધ કરીને, અને એને મેળવીને શત્રુંજયના ડુંગર ઉપરના એ દેવસ્થાનમાં પાછા મોકલાવી આપવાની આપ મહેરબાની કરશે. તે મારા જીવને ખૂબ સંતોષ થશે અને હું હમેશને માટે આપને અહેસાન માનીશ.”
આ ઘટના અહીં જ પૂરી થાય છે, એટલે પછી એ તિલકમણિનું શું થયું તે તે જાણી શકાયું નથી. છતાં જેલમાંથી છૂટયા પછી, સાદુલ, પિતાના વતન મોણપુરમાં, પિતાની શેષ જિંદગી, શાંતિ અને સંતોષ સાથે, ધર્મનાં અને બીજાં સારાં સારાં કામોમાં વિતાવી શક્યો તે પિતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની આવી ઉત્કટ ભાવનાનું જ જાણે ફળ હેય એમ જ માનવું પડે !
સાદુલ ખસિયાએ શત્રુંજય ઉપર પાડેલી આ ધાડ માટે ભાવનગર રાજ્ય સામે ધા નાખવામાં પાલીતાણું રાજ્ય શ્રાવકને પૂરત સાથ આપ્યો હતો તે, સને ૧૮૨૧ના, વાર્ષિક રૂ.૪૫૦૦ના રખેપાના બીજા કરારમાં પાલીતાણા રાજયે આપેલી બાંઘધરીના કારણે જ આ હતે એમ લાગે છે. આ બાંહ્યધરીવાળું લખાણ આ પ્રમાણે છે
સંધ અગર પરચુરણ લેક જાત્રાએ આવશે તેની કી રાની ખબરદારી અમે સારી પેઠે રાખીસુ. ને જાત્રાળુ લોકને કશી વાતે જ પચવા દે નહી. અગર કોઈ લકનું નુકસાન ચોરીથી થાસે તે તેનું વલતર કરી આપીશું. આફત કૂતુર આસમાની સુલતાની મેજરે આપીશું.”
આ લખાણના છેલ્લા વાક્યમાં સૂચવ્યા પ્રમાણે, સાદુલ ખસિયાની લૂંટથી શ્રી શત્રુંજય તીર્થને જે નુકસાન થયું હતું, તે ભરપાઈ કરી આપવાની જવાબદારી પાલીતાણું રાજ્ય ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org