________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા પાના કરાર
૨૬ હલ કરીને કેટલીક મિલકત લૂંટી લીધી હતી. આથી પાલીતાણું રાજ્ય અને શ્રાવક કામે અંગ્રેજ સરકારની એજન્સીમાં ફરિયાદ કરીને આ બહારવટિયા ભાવનગરની એટલે કે વજે. સિંહજીની હૈયત છે, માટે વજેસિંહજીને આ નુકસાન ભરપાઈ કરી આપવાની અથવા ગુનેગારને પિતાને સુપ્રત કરવાની ફરજ પાડવાની માગણી કરી. પોલિટિકલ એજન્ટને આ માગણી વાજબી લાગી, એટલે એમણે પિતાને ઠીક લાગે તે માગણી માન્ય રાખવાની ભાવનગર રાજ્યને વિનતિ કરી. અને, આવી માગણી ભાવનગર રાજ્ય માન્ય રાખે એવું એના ઉપર દબાણ લાવવા માટે એમણે એના ઉપર મોહસલ એટલે દંડ પણ લાદ્યો હતો. આથી ભાવનગર રાજયે સાદુલ ખસિયાને દંડ કર્યો.
આ વખતે ગાયકવાડના અમરેલી મહાલ સામે બહારવટે ચડેલ ચરખાને ચાંપરાજ વાળા સાદુલ ખસિયા સાથે હતા. એણે આવા દબાણને વશ થવાને બદલે પોતાનું અનુસરણ કરવા એને ઉશ્કેર્યો. જે એ એમ કરે, અને પિતાની યુક્તિ-પ્રયુક્તિ સફળ થાય, તે મહુવા એને પાછું મળી જાય, એવી લાલચ બતાવી. સાદુલ ખસિયે આ લાલચમાં ઝડપથી ફસાઈ ગયો અને, પિતાના સાથીઓ સાથે, પિતાના આ મિત્ર (ચાંપરાજ વાળા)ની ટોળીમાં જોડાઈ ગયે.
પછી તે સાદુલ ખસિયાએ ઘણું લૂંટ કરી. એણે ગીરના ઘેરા જંગલેને પિતાનું છુપાવાનું આશ્રયસ્થાન બનાવ્યું હતું, તેથી એને ગિરફતાર કરવાનું મુશ્કેલ બની જતું હતું. પણ છેવટે. જણે એનાં પાપકર્મોને છેડો આવી ગયો હોય એમ, એ જૂનાગઢ રાજ્યના ઉના જિલ્લાના માથા ગામના એક કાળીના મકાનમાંથી પકડાઈ ગયે ! એજન્સીએ એની સામે કેસ ચલાવીને એને દસ વર્ષની સખ્ત કેદની સજા ફરમાવી. આ સજા અમદાવાદની જેલમાં ભેગવીને એ છૂટે થયો અને પિતાની શેષ જિંદગી એણે પિતાના ગામ મેણુપુરમાં શાંતિથી પૂરી કરી.
આ ઘટના એક લેકકથારૂપે સચવાઈ રહી છે, અને તે માનવ-મનમાં, આસુરી વૃત્તિઓની જેમ. દેવી ગુણસંપત્તિ પણ છુપાયેલી હોય છે અને કેઈક અવસરે એ પ્રગટ પણ થઈ જાય છે. એ વાતની સાક્ષી પૂરે છે. એની વિગત જાણવા જેવી હોવાથી અહીં નીચે આપવામાં આવે છે–
સાદુલ ખસિયાએ, પિતાના બહારવટિયા સાથીઓ સાથે, શ્રી શત્રુંજય તીર્થના પહાડ ઉપરનાં જૈનધર્મનાં દેરાસર ઉપર પિતાને ગોઝારો પંજો ઉપાડ્યો અને દેવમૂર્તિઓનાં આભૂષણે લૂંટી લીધાં; અને, જાણે આટલું ઓછું હોય એમ, એણે ભગવાન ઋષભદેવની પ્રતિમાના ભાલ–કપાળમાં ચડવામાં આવેલ રત્નજડિત ટીકે-તિલકમણિ પણ, ધગધગતી સાણસીને ઉપયોગ કરીને, ઉખાડી લીધે! પછી એ લૂંટારાઓએ આ લૂંટને ભાગ વહેચી લીધે; એમાં આ તિલકમણિ સાદુલ ખસિયાના ભાગમાં આવ્યો. એને વેચીને કે વટાવીને નાણાં ઊભાં કરી શકાય એમ તે હતું નહીં અને એને સાથે રાખીને વન-વગડામાં રઝળતા-ભાગતા ફરવામાં તે એ ગૂમ થઈ જવાનું જોખમ હતું એટલે ખસિયાએ એ અમૂલ્ય તિલકમણિને નાંદીવેલાના ડુંગરની કેઈક ગુફામાં છુપાવી દીધા !
Jain Education International
For Private & Personal Use Only
!
www.jainelibrary.org