________________
દરી
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ
એ સમય નગરશેઠ હેમાભાઈને સમય હતે. અંગ્રેજ રાજશાસનમાં તેઓ માટે મોભે અને ઘણી લાગવગ ધરાવતા હતા. એમણે પિતાના પ્રાણપ્રીય તીર્થ ઉપર ધાડ પડ્યાની અને પિતાના દેવાધિદેવનાં આભૂષણે લૂંટાઈ ગયાની દાદ માગી. એટલે ભાવનગર રાજ્યના અને અંગ્રેજોના લશ્કરે સાદુલ ખસિયા, એના સાથી ચાંપરાજ વાળા અને એમના સાથીઓને હિરાસતમાં લેવા કમર કસી અને એ માટે એવી નાકાબંધી કરી કે એમની નજરમાંથી એક ચકલુંય છટકી ન શકે.
- આવા બધા રઝળપાટથી થાકી-કંટાળીને, એક દિવસ, સાદુલ જૂનાગઢની હદમાંના એક ગામમાં એક કેળીના ઘરમાં બેઠા હતા; એવામાં ત્યાં એક બાવાજી આવી ચડ્યા. એમને સાલે પિતાને આવી યાતનાઓ કયા કર્મને લીધે વેઠવી પડે છે, એ પૂછયું. બાવાજીએ એને વાતને મર્મ સમજાવતાં કહ્યું : “ સાદુલજી! તમારાથી કોઈ દેવસ્થાનની, કેઈ બ્રાહ્મણની, કોઈ ગાયની અથવા કોઈ સંત-સતીની કનડગત થઈ ગઈ હશે કે એમની આમન્યા લેપાઈ ગઈ હશે. તેને જ આવું આકર કળ ભોગવવાનો વખત આવ્યો હશે ! વિચારશે અને આવું જે કંઈ પાપ કર્યાનું સાંભરી આવે એનું પ્રાયશ્ચિત્ત કરશે. આ રીતે જ તમારા ઉપર વરસી રહેલા દુઃખને દાવાનળ શાંત થઈ શકશે.”
બાવાજીની વાત સાંભળીને, અંધકારઘેર્યા અંતરમાં જાણે વીજળીના ઝબકારાને પ્રકાશ રેલાઈ જાય એમ, ખસિયાને પિતે શ્રી શત્રુંજયનાં દેવસ્થાનની કરેલી લૂંટને અર્થાત દેવ અને દેવસ્થાનની આમન્યાને લેપ કર્યાને પ્રસંગ યાદ આવી ગયો, અને એનું મન, ગમે તેમ કરીને અને વહેલામાં વહેલી ઘડીએ, આ પાપને ધોઈ નાખવા ખૂબ ઉત્સુક બની ગયું –સને ૧૮૪૦ ની એ વાત.
પણ આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની સાદૂલને તક મળે તે પહેલાં જ એ અને ચાંપરાજ વાળા ગિરફતાર થઈ ગયા. એમના ઉપર કેસ ચાલ્યો અને સાદુલને દસ વર્ષની અને ચાંપરાજ વાળાને જન્મકેદની, મજૂરી સાથેની, સખ્ત સજા થઈ. અને આ કેદની સજા ભેગવવા એમને અમદાવાદની જેલમાં લઈ જવામાં આવ્યા.
જેલમાં પણ, કયારેક શાંતિ અને નિરાંતની પળમાં, સાદુલને પિત દેવ અને દેવસ્થાનની આમન્યાને ભંગ કર્યાનું પાપ સાંભરી આવે છે; અને હવે, અહીં જેલમાં રહ્યા. રહ્યા, એ પાપને ધોઈ નાખવાનું કામ કેવી રીતે થઈ શકે એના ઊંડા વિચારમાં એ ઊતરી જાય છે; અને આ પાપને ભાર વેઠતાં રહીને જ પોતાને આ જિંદગી પૂરી કરવી પડશે અને આવતી જિંદગી પણ બરબાદ થઈ જશેઃ આવા આવા વિચારોથી એ ખૂબ બેચેન અને અધીરા બની જાય છે. અને છતાં આ માટે શું કરવું એને માર્ગ અને સાંપડત. નથી. એમ ને એમ સમય વહેતો રહે છે.
પણ, એક અંધારી રાતે, સાદુલની આ બેચેની અસહ્ય બની ગઈ; અને એણે જેલના આરબ સંત્રીને બોલાવીને, જેલના કપ્તાનને અત્યારે જ પિતાની પાસે બોલાવી મંગાવવાની આજીજીભરી વિનતિ કરી. સાદૂલના અંતરમાં ઘળાઈ ળાઈને બહાર આવેલી આ વિનતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org