________________
પાલીતાણું રાજ્ય સાથે થયેલા રખેપાના કરાર
૨૪૭ મુંબઈના ગવર્નરશ્રી સાથેની આ મુલાકાત પછી આ બાબતની નામદાર વાઈસરોય લોર્ડ રીડિંગને જાણ કરવા માટે અને એમ કરીને જેન સંઘની લાગણીથી એમને પરિચિત કરવા માટે, તા. ૨૨-૨-૧૯૨૬ ના રોજ સાંજના, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ, શેઠશ્રી અંબાલાલ સારાભાઈ અને શેઠશ્રી શાંતિદાસ આસકરણે એમની, નવી દિલ્હીમાં, મુલાકાત લીધી હતી. આ મુલાકાત વખતે નામદાર વાઈસરોય સાહેબે પોતે આ બાબતમાં શું કરી શકે એમ છે તે જાણવા માગ્યું હતું. અને ત્યારે એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, અત્યારે આ બાબત કાઠ્યિાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ (પોલિટિકલ એજન્ટ) સમક્ષ રજૂ થયેલી હોવાથી, પેઢીના પ્રતિનિધિઓએ પહેલાં એમની મુલાકાત લઈને પિતાની વાત એમની સમક્ષ રજૂ કરવી. (આ નિર્ણય મુજબ પેઢીના પ્રતિનિધિઓએ, અગાઉ ોંધ્યા પ્રમાણે, તા. ૯-૩-૧૯૨૬ ના રેજ, રાજકેટ મુકામે, કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટની મુલાકાત લીધી હતી.)
મુંબઈના નામદાર ગવર્નર લેસ્લી વિલ્સનની તા.-૧૨-૨-૧૯૨૬ના રેજ, પેઢીના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી, તે વખતે એમની વચ્ચે જે વાતચીત થયેલી તેની અંગ્રેજીમાં લખાયેલી ખાનગી નોંધ પેઢીના દફતરમાં સચવાયેલી છે. ઉપરાંત, નામદાર ગવર્નરશ્રીને મળ્યા પછી, એમણે આ પ્રકરણના ઉકેલની બાબતમાં નામદાર વાઈસયને પત્ર લખ્યાની જાણ કરતા પવ, શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને, તા. ૧૯-૨-૧૯૨૬ ના રેજ, લખ્યું હતું, તે પણ પેઢીને દફતરમાંથી મળી આવેલ છે, જેને નિર્દેશ આ અગાઉ થઈ ગયો છે.
આ પ્રકારના અનુસંધાનમાં ધ્યાનમાં લેવા જેવી એક બાબત એ પણ છે કે, શત્રુંજય તીર્થની યાત્રાએ જતા શ્રીસંઘને દરબારશ્રી તરફથી અનેક પ્રકારે નાની-મોટી કનડગત કરવામાં આવતી હતી, તે અંગે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ, તા. ૩૦-૯-૧૯૨૫ ના રેજ, નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડિંગ સમક્ષ એક સવિસ્તર અરજી કરી હતી. આ અરજીમાં દરબારશ્રી તરફથી કરવામાં આવતી કનડગતના કેટલાક કિસ્સાઓ પણ ટાંકવામાં આવ્યા હતા.૭૧ પેઢી તરફથી આ અરજી મોકલવામાં આવી
એ અગાઉ જ પાલીતાણાના દરબારશ્રીએ, તા. ૧૪-૯–૧૨૫ ના રોજ, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટને અરજી કરીને, તા. ૧-૪-૧૯૨૬ ના રોજ, રખોપા કરાર પૂરે થતું હોવાથી, આગળ ઉપર પિતે આ બાબતમાં શું કરવા ઈચ્છે છે, તેની વિગતે લખી જણાવી હતી. અને એમાં મુખ્ય માગણી રખોપાની બાંધી રકમને બદલે મુંડકાવેરે લેવા દેવા પિતાને અનુમતિ આપવામાં આવે તે મતલબની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org