Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 317
________________ - ૨૫૮ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ make a settlement of the disputes in Palitana, with due attention to any just claim that either party may possess.” (દફતર નં. ૧૩, ચેપડા નં. ૧૧૪, પૃ. ૪૬૨-૪૬૩) ૧૨. આ પત્ર ગુજરાતી ભાષામાં લખાયો હતો, પણ તે પેઢીના દતરમાંથી મેળવી શકાય નથી. એનું અંગ્રેજી ભાષાંતર આ પ્રમાણે છે– “Therefore, Sir, kindly cause the amount of Mundaka-Poll tax to be fixed; because, for why, Sir, the 15th of Aso-shud is at hand, when pilgrims will come; their poll-tax shall have to be paid, which will not convenient in future. Therefore, Sir, make settle or arrangement (Bandobust) for the fixing the amount of mundka poll tax." (દફતર નં. ૧૩, ચોપડા નં. ૧૧૪, પૃ. ૫૦૦) નોંધ : આ પત્રમાં આસો સુદ ૧૫ લખી છે, ત્યાં કારતક સુદ ૧૫ એમ જોઈએ. મૂળ ગુજરાતી પત્રને અંગ્રેજી અનુવાદ કરતી વખતે આ સરતચૂક થઈ હોય એમ લાગે છે.) ૧૩. આ કરાર મુજબ પાલીતાણ દરબારને પિતાના હિસ્સાના જે ચાર હજાર મળવાના હતા તેની વહેંચણી કેવી રીતે કરવાની હતી, તેની વિગતો પાલીતાણુ ઠાકર ગોહેલ શ્રી સુરસિંહ જીએ કાઠિયાવાડના એકટીંગ પિલિટિકલ એજન્ટ, મેજર ડબલ્યુ. ડબલ્યુ. એન્ડરસનને ઓકટોબર ૧૮૬૨ માં જે પત્ર લખ્યો હતો તેમાંથી મળે છે, જે આ પ્રમાણે છે: “બાકીના ચાર હજાર રૂપિયા જે દરબારના ભાગના છે, તેની વહેંચણુ આ પ્રમાણે કરવીઃ વાર્ષિક રૂ. ૨૦૦૦/જમાદાર નસીર–બીન–અહમદને આઠ વર્ષ સુધી: વાર્ષિક રૂ. ૧૦૦૦/- ગહેલ વીસાઇને છ વર્ષ સુધી; રૂ. ૬૦૦/- ગોહેલ બાવાજીને; અને રૂ. ૪૦૦/- કુંવર દાદાભાઈને.” આનું મૂળ અંગ્રેજી લખાણ આ મુજબ છે : “The balance, Rs. 4000/-, to the Darbar as follows:-2000 Rs. to Jemadar Nusur-bin-Ahmed for eight years annualy, 1000 Rs. to Gohel Vessajee for six years annualy, 600 Rs. to Gohel Bavaji, 400 Rs. to Koovur Dadabhoy-Rs. 4000 total. (દ. નં. ૧૩, ફા. નં. ૧૧૪, પૃ. પર૧) આ ઉપરથી પણ એ સ્પષ્ટ થાય છે કે પાલીતાણા દરબાર આરબો પાસેથી પૈસા ઉછીના લેતા હતા. ૧૪. કાઠિયાવાડના પિલિટિકલ એજન્ટ મિ. મેલેટ, પિતાના તા. ૩૦-૧-૧૮૪૬ ના પત્રમાં, આ બાબતને ઉલ્લેખ આ પ્રમાણે કર્યો હતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405