________________
શેઠ આર કની પેઢીને ઇતિહાસ - જે દરબારશ્રીની આવી, યાત્રિકોને ખૂબ મુસીબતરૂપ થઈ પડે એવી માગણની જાણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને સમયસર થઈ હોત તો તેઓએ નામદાર વાઈસરોયને કરેલ અરજીમાં એ બાબતને પણ નિર્દેશ કરીને મુંડકાવેરો શરૂ કરવાની દરબારની માગણી સામે પિતાને સખ્ત વિરોધ જરૂર નેંધાવ્યું હોત. પણ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તે એમ જ માનતા હતા કે, સને ૧૮૮૬ માં થયેલ રૂ. ૧૫,૦૦૦] ની વાર્ષિક રકમના રોપાના કરારની ત્રીજી કલમ મુજબ, દરબારશ્રી તરફથી મજકૂર રકમમાં ફેરફાર કરવાની જ માગણી કરવામાં આવશે અને મુંડકાવેરો સજીવન કરવાની કેઈ માગણી કરવામાં નહીં આવે.
પણ જ્યારે પિઢીના વહીવટદાર પ્રતિનિધિઓને દરબારશ્રીની મુંડકાવેરે શરૂ કરવાની ઈરછાની જાણ થઈ ત્યારે કોઈ પણ રીતે એને અટકાવી દેવી જોઈએ એમ એમને સ્પષ્ટ લાગ્યું અને એ ઉપરથી, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તથા જૈન સંઘના અગ્રણીઓની દોરવણું મુજબ, સમગ્ર જૈન સંઘ, ટસનના ચુકાદાની સામે, તેમ જ એ ચુકાદામાં પાલીતાણાના દરબારશ્રીને મુંડકાવેરો લેવાની આપવામાં આવેલી છૂટ સામે, સંપૂર્ણ એક્તા સાધીને, સ્વેચ્છાથી યાત્રાને ત્યાગ કરવારૂપે, કેવાં જલદ પગલાં ભર્યાં હતાં એની વિગત આ પહેલાં આપી દેવામાં આવી છે.
અહીં તે જે વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે તે એ છે કે, પાલીતાણા દરબારશ્રી તરફથી થતી જૈન સંઘની અનેક પ્રકારની કનડગતે સામે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓએ નામદાર વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડિંગ સમક્ષ સમર્થ રજૂઆત કરીને એની સામે દાદ માગી હતી. એટલે હવે પછીના પ્રકરણમાં આવી કનડગતેની કેટલીક મહત્વની હકીકતો રજૂ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org