________________
૧૫૮
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ સમુદાયના (એટલે કે પેઢીના) પ્રતિનિધિ કોને નીમવા એ મહત્ત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આ નોંધ આ પ્રમાણે છે–
“આ બધી એકસે ને ત્રણ જગ્યાએ એ જુદી જુદી મીટીગે ભરાઈ તેના હકીકત-પત્રે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ પ્રેમાભાઈ હીમાભાઈના સરનામાથી વખતસર અહીં આવેલાં છે. ને તેમાં એમ નીકળે છે કે એ બધી જગ્યાઓએ શ્રાવકોએ ઠરાવ કર્યા છે તેમાં બીજી બાબતેની સાથે એમ ઠરાવ્યું છે કે આ સભા ભરવાની જાહેર ખબર નીચે સહીઓ કરનાર આઠ ગૃહસ્થાને આખા શ્રાવક સમુદાયના પ્રતિનિધિઓ નીમવા અને તેમને શત્રુજા ડુંગર તથા તેના દેરાસરની બાબતમાં કામ કરવાનો કુલ અખત્યારે આપ.'
આ નેધ તથા આ સભામાં પસાર થયેલ ઠરામાંના પહેલા ઠરાવ ઉપરથી માલુમ પડે છે કે, આ બંધારણ સભા મળી તે વખતે પેઢી હસ્તક મુખ્યત્વે એકલા શ્રી શત્રુંજય તીર્થનો જ વહીવટ હતા. આ પહેલે ઠરાવ આ પ્રમાણે છે–
“પાલીતાણાના ઠાકોર સાહેબ તરફથી શેત્રુજા ડુંગરના તથા તેને લગતા કામમાં થતી હરકતે દૂર થવા બાબત શ્રાવક સમુદાય તરફથી શેઠ આણંદજી કલ્યાણજીના નામથી જે જે કામકાજ હાલ સુધી થયેલાં છે તથા તેને લગતાં બીજા સર્વે કામે કાયમ રાખવાં.”
આ ઠરાવ એ વાતનું સ્પષ્ટ અને અસંદિગ્ધ સૂચન કરે છે કે, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સમસ્ત શ્રાવક સમુદાયનું એટલે કે, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તનું પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર ધરાવતી હતી.
જુદાં જુદાં સ્થાનોના સંઘેએ સૂચવ્યા મુજબ, બીજા ઠરાવથી પેઢીના વહીવટ માટે, શ્રાવક સમુદાયના પ્રતિનિધિ તરીકે, અમદાવાદના આઠ જૈન અગ્રણીઓની કમિટી રચવામાં આવી. (આ આઠ અગ્રણીઓનાં નામ આ સભા માટેની જાહેરાતને લગતા લખાણ ઉપર આપવામાં આવ્યાં છે, તે જ છે.)
જરૂર જણાતાં આ આઠ પ્રતિનિધિઓને સહાય કરવા માટે ૨૩ શહેરો અને એની આસપાસનાં સ્થાનોના મળીને ૩૨ સદગૃહસ્થાની સ્થાનિક પ્રતિનિધિ તરીકે વરણ ત્રીજા ઠરાવથી કરવામાં આવી હતી.
પેઢીને વહીવટ સરખી રીતે ચાલતું રહે એટલા માટે વહીવટદાર પ્રતિનિધિઓનું મંડળ તેમ જ આ વહીવટમાં સકલ સંઘનું પ્રતિનિધિત્વ સચવાઈ શકે એ માટે સ્થાનિક પ્રતિનિધિઓનું મંડળ રચવાની જે પ્રથા પેઢીના આ પહેલા બંધારણ વખતે, બીજા અને ત્રીજા ઠરાવથી. નક્કી કરવામાં આવી હતી, તે એવી સંતોષકારક અને કાર્યસાધક પુરવાર થઈ છે કે, એ અત્યાર સુધી, અખલિતપણે, ચાલુ રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org