________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા રખેાપાના કરાશે
૨૧૩
(૧૭) એ વરસની મુદત સુધી એટલે સને ૧૮૬૫ની ૩૧ મી ડિસેમ્બર સુધી આ ઠેરવેલી રકમ બંધનકર્તા ગણાશે; એમાં ફેરફાર થઈ શકશે નહી'.
(૧૮) ઉપલી તારીખ પછી હરકેાઈ પક્ષકારને આમાં ફેરફાર કરવાની છૂટ છે. નીચે આપેલા નિયમ પ્રમાણે ગણતરી કરવામાં આવશે. અને તેનુ જે પરિણામ આવે તે દશ વરસ સુધી, અથવા પક્ષકારા વધુ મુદ્દત માટે ઠેરવે તેા ત્યાં સુધી, અમલમાં રહેશે.
(૧૯) ગણતરીથી કરેલા દર, દશ વરસ સુધી અમલમાં નહિ આવ્યા હોય તે, ત્યાં સુધીમાં, શ્રી ગણતરી કરવાને માગણી કાઈ પણ પક્ષકારથી થઈ શકશે નહીં. અને જ્યાં સુધી શ્રાવકકામ અથવા પાલીતાણાના ઠાકોર રીતસર માગણી નહી કરે ત્યાં સુધી ફરીથી ગણતરી કરવામાં આવશે નહી.
(૨૦) બંને પક્ષકારની અરસપરસની સમજૂતીથી કેાઈ પણ દર, દશ વરસ કરતાં વધુ મુદ્દત માટે, અમલમાં આવ્યે હાય તાપણુ, ફેંસલાની શરત પ્રમાણે, ભવિષ્યમાં ફ્રીથી ગણતરી કરવાની માગણીને ખાધ આવશે નહીં.
(૨૧) દરમાં ફેરફાર કરવાની માગણી થાય ત્યારે ગણતરી કરવાનુ કામ કાઠીઆવાડના પોલિટિકલ એજ’ટ તરફથી નિમાયલા માણસે અથવા કાઠીઆવાડમાં મુખ્ય સિવિલ સત્તા ધરાવનાર સરકારી અમલદાર તરફથી નિમાયલા માણસે કરશે.
(૨૨) જાત્રાએ આવનારા ઇસમેાની ખરેખરી કુલ સંખ્યા ઉપરથી દર નક્કી થઈ શકશે. પણ ગણતરી દરમ્યાન યાત્રાળુઓની સંખ્યા વધારવાની મતલખથી કે ઘટાડવાની મતલખથી કોઈ પક્ષ તરફથી અપ્રામાણિક ઉપાયા ચેાજવામાં આવે તા, તેની સામે સાવચેતી તરીકે, ગણતરીની મુદ્દત બે વર્ષ સુધીની રાખવાની છૂટ મુખ્ય અધિકારીને રહેશે અને એ મુદત દરમ્યાન મરજી પડે તે પ્રમાણે ચાલુ અથવા તૂટક તૂટક વખત ગણતરી કરાવી શકશે.
(૨૩) ગણતરીની મુદ્દત દરમ્યાન આગલા દાયકામાં ઠરેલી રકમ કાયમ રહેશે, અને નવી ગણતરી પૂરી થયા પછીના નવા વરસ સુધી પણ કાયમ રહેશે.
(૨૪) આ ગણતરીનેા ખર્ચે જે પક્ષકાર ગણતરી કરાવવાની માગણી કરશે તેને શિર રહેશે. (૨૫) “કર” યા યાત્રાળુવેરા તરીકે પ્રત્યેક યાત્રાળુ રૂ. એ આપે છે એમ માનીને ગણતરી કરી છેવટની રકમ નક્કી થશે.
(૨૬) આ ગણતરી વખતે કરની માફી નીચે મુજબ આપવામાં આવશે——
(અ) શેઠ શાંતિદાસના વશજો.
(બ) તમામ પૂજારીએ અને પહાડ ઉપરનાં મદિરા ખાતેના કાયમના પગારદાર નાકરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org