Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 279
________________ ૨૨૪ શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પ્રેમાભાઇ હેમાભાઈ, ઉમાભાઈ હઠીસીંઘ અને ચુનીલાલ કેસરી સીધે અમદાવાદના ડેપ્યુટી કલેકટર રૂબરૂ સહી કરી છે અને બાકીનાએ મારી રૂબરૂ સહી કરી છે. (સહી) જેન વોટસન, પિ. એ. કાઠીઆવાડ ગવર્નમેંટ રેઝોલ્યુશન નંબર ૨૦૧૬ તા. ૮ મી એપ્રીલ સને ૧૮૮૬, પિલીકા ડીપાર્ટમેન્ટથી મુંબઈને નામદાર ગવર્નર ઈન કાઉન્સીલે આ કરારને મંજૂરી આપી છે. ૧૧ સહી) જેન. ડબલ્યુ. વેટસન, આ મુકામ ગોપનાથ, તા. ૧૩-૪-૧૮૮૬. પોલીટીકલ એજન્ટ કાઠીઆવાડ. આ કરારને ત્રીજો પેરેગ્રાફ નીચે મુજબ છે – (૩) “આ ચાલીસ વર્ષ બાદ આ કરારના પહેલા પેરામાં જણાવેલી મુકરર રકમમાં ફેરફાર કરાવવા માટે દરેક પક્ષકારને છૂટ રહેશે અને તકરાર કરનાર પક્ષકારની દલીલે સાંભળ્યા બાદ તે સુધારાને મંજૂર કરે કે કેમ તે બ્રીટીશ સરકારની મુનસફી ઉપર રહેશે.” પર - આ કરાર એ જ વર્ષની (સને ૧૮૮૬ ની) તા. ૧ એપ્રિલથી અમલમાં આવતો હતા. એ કરારને મુંબઈ સરકારે, તા. ૮-૪-૧૮૮૬ ના રોજ પોતાના ઠરાવ નં. ૨૦૧૬ થી, માન્યતા પણ આપી દીધી હતી. અને કરારનામામાં દર્શાવ્યા મુજબ આ કરારનો અમલ ૪૦ વર્ષ સુધી, કઈ પણ જાતની ખાસ મુશ્કેલી વગર, ચાલુ રહ્યો હતો. આવી મુશ્કેલી ઊભી નહિ થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે, આ કરાર પછીથી નવ-દસ વર્ષે (સને૧૯૦૫), દરબારશ્રી માનસિંહજીને સ્વર્ગવાસ થયે હતું અને એ વખતે પાટવીકુંવર બહાદુરસિંહજી સગીર હોવાથી પાલીતાણા રાજ્યને વહીવટ ચૌક વર્ષ સુધી (સને૧૨૦ સુધી) અંગ્રેજ સરકારના એડમિનિસ્ટ્રેટર હસ્તક રહ્યો હતો. અને છતાં પણ દરબારશ્રી માનસિંગજીની હયાતી દરમિયાન શરૂ થયેલા પાલીતાણા રાજ્ય અને જેના કેમના સભ્ય અથવા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કાર્યકરો વચ્ચે, તેમ જ મુખ્યત્વે તીર્થની અને યાત્રિકોની સુરક્ષાને અનુલક્ષીને પણ નાનામેટા અનેક ઝઘડાઓ તે ચાલતા જ રહ્યા હતા. આમ છતાં એવા ઝઘડાઓથી યાત્રિકની, સામૂહિક રીતે, ખાસ કેઈ કનડગત થઈ હોય એવું જાણવા મળતું નથી. એટલે એકંદર આ ૪૦ વર્ષ યાત્રિકને માટે ખાસ કઈ અગવડ ઊભી કરનારાં નીવડ્યાં નહોતાં એમ સ્વીકારવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405