________________
૨૨૪
શેઠ આ૦ કની પેઢીને ઇતિહાસ પ્રેમાભાઇ હેમાભાઈ, ઉમાભાઈ હઠીસીંઘ અને ચુનીલાલ કેસરી સીધે અમદાવાદના ડેપ્યુટી કલેકટર રૂબરૂ સહી કરી છે અને બાકીનાએ મારી રૂબરૂ સહી કરી છે.
(સહી) જેન વોટસન,
પિ. એ.
કાઠીઆવાડ ગવર્નમેંટ રેઝોલ્યુશન નંબર ૨૦૧૬ તા. ૮ મી એપ્રીલ સને ૧૮૮૬, પિલીકા ડીપાર્ટમેન્ટથી મુંબઈને નામદાર ગવર્નર ઈન કાઉન્સીલે આ કરારને મંજૂરી આપી છે. ૧૧
સહી) જેન. ડબલ્યુ. વેટસન, આ મુકામ ગોપનાથ, તા. ૧૩-૪-૧૮૮૬.
પોલીટીકલ એજન્ટ
કાઠીઆવાડ. આ કરારને ત્રીજો પેરેગ્રાફ નીચે મુજબ છે –
(૩) “આ ચાલીસ વર્ષ બાદ આ કરારના પહેલા પેરામાં જણાવેલી મુકરર રકમમાં ફેરફાર કરાવવા માટે દરેક પક્ષકારને છૂટ રહેશે અને તકરાર કરનાર પક્ષકારની દલીલે સાંભળ્યા બાદ તે સુધારાને મંજૂર કરે કે કેમ તે બ્રીટીશ સરકારની મુનસફી ઉપર રહેશે.” પર - આ કરાર એ જ વર્ષની (સને ૧૮૮૬ ની) તા. ૧ એપ્રિલથી અમલમાં આવતો હતા. એ કરારને મુંબઈ સરકારે, તા. ૮-૪-૧૮૮૬ ના રોજ પોતાના ઠરાવ નં. ૨૦૧૬ થી, માન્યતા પણ આપી દીધી હતી. અને કરારનામામાં દર્શાવ્યા મુજબ આ કરારનો અમલ ૪૦ વર્ષ સુધી, કઈ પણ જાતની ખાસ મુશ્કેલી વગર, ચાલુ રહ્યો હતો. આવી મુશ્કેલી ઊભી નહિ થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે, આ કરાર પછીથી નવ-દસ વર્ષે (સને૧૯૦૫), દરબારશ્રી માનસિંહજીને સ્વર્ગવાસ થયે હતું અને એ વખતે પાટવીકુંવર બહાદુરસિંહજી સગીર હોવાથી પાલીતાણા રાજ્યને વહીવટ ચૌક વર્ષ સુધી (સને૧૨૦ સુધી) અંગ્રેજ સરકારના એડમિનિસ્ટ્રેટર હસ્તક રહ્યો હતો. અને છતાં પણ દરબારશ્રી માનસિંગજીની હયાતી દરમિયાન શરૂ થયેલા પાલીતાણા રાજ્ય અને જેના કેમના સભ્ય અથવા તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના કાર્યકરો વચ્ચે, તેમ જ મુખ્યત્વે તીર્થની અને યાત્રિકોની સુરક્ષાને અનુલક્ષીને પણ નાનામેટા અનેક ઝઘડાઓ તે ચાલતા જ રહ્યા હતા. આમ છતાં એવા ઝઘડાઓથી યાત્રિકની, સામૂહિક રીતે, ખાસ કેઈ કનડગત થઈ હોય એવું જાણવા મળતું નથી. એટલે એકંદર આ ૪૦ વર્ષ યાત્રિકને માટે ખાસ કઈ અગવડ ઊભી કરનારાં નીવડ્યાં નહોતાં એમ સ્વીકારવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org