Book Title: Sheth Anandji Kalyanji Pedhino Itihas 1
Author(s): Ratilal D Desai, Shilchandrasuri
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 277
________________ ૨૨૨ શેઠ આ૦ કની પેઢીના ઇતિહાસ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.૫૦ એકંદર આ અરજીને સૂર અથવા ઉદ્દેશ મુ’કાવેરાની પ્રથાને અધ કરાવીને, એના સ્થાને રખાપાની વાર્ષિક ઊચક રકમ નક્કી કરાવવાના જ હતા. આમ છતાં એ વાત મુખઈ સરકારે તાત્કાલિક ધ્યાનમાં લીધી હાય એવું જાણવાનુ કોઈ સાધન ઉપલબ્ધ થયું નથી. ઉપરાંત મુખઈ સરકારે આ અરજીના જવાબ પેઢીને શુ આપ્યા તેની માહિતી પણ પેઢીના દફતરમાંથી મળી શકતી નથી. એમ લાગે છે કે, નગરશેઠશ્રી પ્રેમાભાઈ હીમાભાઈ તથા અન્ય વહીવટદાર ટ્રસ્ટીઓની અવિરત ચિંતા અને મહેનત છતાં, આ મુંડકાવેરા ચાર વર્ષ સુધી તેા ચાલુ રહ્યો જ હતા અને એના લીધે યાત્રિકાને પુષ્કળ હાલાંકી વેઠવી પડી હતી. આ હાલાંકી કેટલી ઉગ્ર હશે અને એને દૂર કરવાની પેઢોના માવડીએની મથામણુ કેટલી વ્યાપક હશે, તે એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, મુબઈના ગવર્નરને તા. ૫-૯-૧૮૮૧ ના રાજ કરવામાં આવેલ અરજીમાં, પાલીતાણા રાજ્યની હકૂમતમાંથી પસાર થવાને બદલે. અંગ્રેજ સરકારની હકૂમતમાંથી પસાર થતા હોય એવા કોઈક માગેથી જ ગિરિરાજ શત્રુંજય ઉપર પહેાંચી શકાય એવા નવા માર્ગ તૈયાર કરવાની માગણી પણ કરવામાં આવી હતી. ' વાર્ષિક રૂા. પંદર હજારના ચાર્થો રખેાપા-કરાર આ પછી આ મુડકાવેરાનું નિવારણ કરીને રાપાની ચાક્કસ રકમ આપવાનું નો કરવા અંગે, પેઢી તરફથી અથવા જૈન સંઘ તરફથી, બીજા કેવા કેવા પ્રયત્ના કરવામાં આવ્યા હતા, તેની માહિતી મળી શકતી નથી. છતાં એટલુ ચાક્કસ લાગે છે કે, જેમ એક બાજુ પાલીતાણા રાજ્ય બહારના યાત્રિકા પાસેથી, યાત્રિક દીઠ રૂ. ૨/મુજખ અને પાલીતાણાના જૈન વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/- મુજબ, મુ’ડકાવેરા ઉઘરાવવાનું ચાલુ રાખ્યું હતુ, તેમ ીજી બાજુ આ મુંડકાવેરાને વહેલામાં વહેલા અંત આવે અને કેપ્ટન ખાન વેલ તથા કેપ્ટન કીટીજની દરિમયાનગીરીથી થયેલ રખાપાના કરાર મુજબ, ફરી પાછી રખેાપાની અમુક ૐ બાંધી રકમ પાલીતાણા રાજ્યને આપવાના નવા કરાર અસ્તિત્વમાં આવે, એ માટે પેઢીના માવડીએના પ્રયાસે અવિરતપણે ચાલુ જ હતા. આ પ્રયાસા નિષ્ફળ ગયા હતા, એમ તેા ન કહેવાય, પણ એને સફળ થતાં થતાં ચારેક વર્ષ જેટલા લાંબે સમય લાગી ગયા હતા, એ હકીકત, કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ્સ જે, ડબલ્યુ. વોટસનની દરમિયાનગીરીથી, તા. ૮-૩-૧૮૮૬ ના રોજ વાર્ષિક ની ઊચક રકમના, ચાલીસ વર્ષની મુદ્દતના, રખેાપાના ચેાથેા કરાર પાલીતાણા દરબાર ગોહેલશ્રી માનસિહજી અને જૈન કામ વચ્ચે થયા એ ઉપરથી જાણી શકાય છે. આ કરાર નીચે મુજખ છે~~ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405