________________
૨૩૬
શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ મહાતીર્થની યાત્રાએ નહીં જવારૂપે, તા. ૧-૪-૧૯૨૬ થી જે અહિંસક અને શાંત લડત શરૂ કરી છે, તે બરાબર ચાલુ રાખવી.
ચતુર્વિધ શ્રીસંઘ શત્રુંજય તીર્થ પ્રત્યે જેવી ઉત્કટ શ્રદ્ધા અને ભક્તિ ધરાવે છે, તે જોતાં આવા નિર્ણયનું પાલન કરવું એ એને માટે ભારે કપરી અને વસમી વાત હતી. પણ, મિ. વોટસનના ચુકાદાને કારણે, સંજોગે એવા વિલક્ષણ અને દૂરગામી તેમ જ નુકસાનકારક પરિણામ નીપજાવે એવા ઊભા થવા પામ્યા હતા કે, આવું કઈ જલદ પગલું ભર્યા વગર એમાં સમુચિત ફેરફાર થાય એવી કોઈ શક્યતા દેખાતી ન હતી. એટલે સમગ્ર જૈન સંઘ, દુભાતે દિલે છતાં પૂરી દઢતા સાથે, આ નિર્ણયને માથે ચડાવ્યો હતો અને એનું અણિશુદ્ધ પાલન કરવાને સંકલ્પ કર્યો હતો. પરિણામે શત્રુંજયની યાત્રા માટે બહારગામથી એક ચકલુંય ન ફરકે એવી અપૂર્વ સ્થિતિ ઊભી થવા પામી હતી. અહીં એ સ્વીકારવું જોઈએ કે, પેઢીએ શ્રીસંઘને આ માર્ગે દોરીને આ પ્રશ્નને એક રીતે રચનામક રૂપ આપ્યું હતું, જે પેઢીની દઢતા, દૂરંદેશી અને શાણપણભરેલી નીતિનું જ પરિણામ હતું.
જૈન સંઘે શરૂ કરેલ અસહકાર જેવા આ આંદોલને જાહેર જનતામાં પણ કે ઉત્સાહ પ્રગટાવ્યો હતો તે વાત એ હકીકત ઉપરથી પણ જાણી શકાય છે કે, મુંબઈમાં, તા. ૧૩-૮-૧૯૨૬ ના રેજ, શ્રીમતી સરોજિની નાયડુના પ્રમુખપદે, કોટન જૈન સંઘે બોલાવેલી, મુંબઈના નાગરિકોની જાહેરસભા મળી હતી અને એમાં, પાલીતાણા દરબારના આ પગલાને વખોડી કાઢીને, જૈન સંઘે એની સામે શરૂ કરેલ સત્યાગ્રહને વધાવી લેવામાં આવતો નીચે મુજબને ઠરાવ કરવામાં આવ્યો હત– - “આ સભા શ્રી શત્રુંજય તીર્થ.ગિરિના સંબંધમાં પાલીતાણાના ઠાકોર સાહેબે અપનાવેલ ગેરકાયદે અને અન્યાયી વલણ પ્રત્યે પિતાનાં દુઃખ અને અસ્વીકારને ભાવ દર્શાવે છે; અને જેનોએ સંતોષકારક સમાધાન ન થાય ત્યાં સુધી જે સત્યાગ્રહ શરૂ કર્યો છે, તેને ટેકો આપે છે; અને આ ઠરાવની નકલ વાઈસરોય, કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ, પાલીતાણાના ઠાકોર સાહેબ અને આણંદજી કલ્યાણજીને મોકલી આપવાની પ્રમુખશ્રીને સત્તા આપે છે.”૧૯
એક તરફ જૈન સંઘ, શત્રુંજયની યાત્રા બંધ કરવાના પેઢીના આદેશનું પૂરેપૂરું પાલન કરવા માંડ્યું હતું તેને લીધે, દેશભરના જૈન સંઘમાં આ પ્રશ્ન પરત્વે અભૂતપૂર્વ કહી શકાય એવાં રસ, જાગૃતિ અને એકતાની લાગણી ઊભાં થયાં હતાં, તે બીજી તરફ આ પ્રશ્નને સંતોષકારક નીવડે વહેલામાં વહેલે આવે એ અંગે ઘટતા પ્રયત્ન કરવા માટે પેઢીના સંચાલક તેમ જ જૈન સંઘના વગદાર અગ્રણીઓ પૂરેપૂરા સજાગ અને પ્રયત્નશીલ બન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org