________________
પાલીતાણા રાજ્ય સાથે થયેલા ખેપાના કરાશે
૨૩૭ હતા. કારણ કે, તેઓ આ પ્રશ્ન લાંબા વખત સુધી અણઊકલ્ય રહે અને યાત્રાનાં બહિષ્કાર ચાલુ રાખવો પડે, એવું મુદ્દલ ઈચ્છતા ન હતા. તેથી એના ઉકેલના શક્ય પ્રયત્નો તેઓ તન-મન-ધનથી કરતા હતા. આ માટે પેઢીના તે વખતના વહીવટદાર પ્રતિનિધિઓએ પહેલાં વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ રીડીંગની, પ્રતિનિધિ મંડળરૂપે, રૂબરૂ મુલાકાત લઈને જૈન સંઘને કેસ સમજાવવા પ્રયત્ન કર્યો હતે. પણ આ કેસને નિકાલ કરે તે પહેલાં જ તેઓ નિવૃત્ત થયા એટલે તેઓએ, તા. ૩૧-૩-૧૯૨૭ ના રેજ, નવા વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ ઈરવિનને એક સવિસ્તર અપીલ કરી હતી. આ અપીલમાં રખોપાના આ સવાલ ઉપર પ્રકાશ પાડતી આગળપાછળની અનેક આધારભૂત વિગતે રજૂ કરીને, પિલિટિકલ એજન્ટ મિ. સી. સી. વોટસને આપેલ ચુકાદો કેટલે અન્યાય ભરેલો હતો એની ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી, અને અંતે, પોલિટિક એજન્ટને આપવામાં આપેલ જવાબમાં જે માગણીઓ રજૂ કરવામાં આવી હતી, એ જ મતલબની નીચે મુજબ ત્રણ માગણીઓ કરવામાં આવી હતી–
(૧) રૂ. ૧૫,૦૦૦) ની રખેપાની રકમમાં ફેરફાર કરે. પડે એવા કેઈ સંજોગો ઊભા થવા પામ્યા નથી. અને છતાં, જે એમાં ફેરફાર કરે જ હોય તો, એમાં ડોઘણે પણ ઘટાડો જ કરે પડે એવી અત્યારની સ્થિતિ છે.
(૨) કઈ પણ સંજોગોમાં મુંડકાવેરો ઉઘરાવવાની પ્રથા ફરી શરૂ કરવાની દરબારશ્રીને અનુમતિ ન જ આપવી જોઈએ.
. (૩) અમારી આ અપીલનો નિકાલ કરતાં પહેલાં અમારી વાત આપની સમક્ષ રજૂ કરવા માટે આપની મુલાકાત લેવાની તક અમને મળવી જોઈએ.”
આ અપીલ કર્યા પછી, આ બાબતને સંતોષકારક નિકાલ લાવવા માટે, કેટલીક બિનસત્તાવાર વાતચીત અથવા વાટાઘાટે કરવામાં અને એમ કરીને અંતિમ સમા; ધાનની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં કેટલેક સમક ગયે હશે. છેવટે તા. ૨૨-૫-૧૯૨૮ ના રોજ, સિમલા મુકામે, પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ તથા જૈન સંઘના અગ્રણીએએ પિતાને કેસ નામદાર વાઈસરોય સમક્ષ રજૂ કરવા માટે પહોંચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને તે મુજબ શેઠ કીકાભાઈ પ્રેમચંદ, શેઠ કરતુરભાઈ મણિભાઈ નગરશેઠ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠ પ્રતાપસિંહ મેહોલાલભાઈ સમયસર સિમલા મુકામે પહોંચી ગયા હતા. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ એ વખતે પરદેશ હોઈ એ પ્રતિનિધિ મંડળમાં સામેલ થઈ શક્યા નહતા. પ્રતિનિધિ મંડળને કાયદાની સલાહ આપવા માટે મુંબઈથી બે જાણીતા એડવોકેટે: સર ચીમનલાલ સેતલવાડ તથા શ્રી ભુલાભાઈ દેસાઈ પણ સિમલા ગયા હતા. આ પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org